Book Title: Mahimla Mahodaya Author(s): Balvijay Maharaj Publisher: Jain Patra Office View full book textPage 8
________________ એ બને એકત્ર થાય, પોતપોતાના વિશિષ્ટ લક્ષણે અને ચારિત્રના અંશોને પરસ્પર સાથે ભેળવીને એકમય થાય, ત્યારેજ આખુ અંગ નિર્મિત થાય છે. આથી જે પુરૂષ પુરૂષની પ્રકૃતિને યોગ્ય અને સ્ત્રી સ્ત્રીની પ્રકૃતિને ગ્ય કેળવણી ન મેળવે તે અમે ઉપર કહ્યું તેવું આખું અંગરચી શકાય નહીં સ્ત્રીની કેળવણી એ પુરૂષની કેળવણીના ઘોરણે રચી શકાય નહીં, કેમકે પુરૂષ એ બુદ્ધિ પ્રાધાન્ય પ્રાણી છે, ત્યારે સ્ત્રી હૃદય પ્રાધાન્ય પ્રાણી છે. એક શુષ્ક છે તર્કશીલ છે, ત્યારે બીજુ પ્રેમાર્દ છે. શ્રદ્ધાશીલ છે પુરૂષ માં બુદ્ધિ, તેજ, પ્રખરતા, નિડરતા, શૌર્ય વિગેરે પુરૂષોચિત ગુણે વાભાવિક રીતે બહુલપણે હોય છે, ત્યારે સ્ત્રોમાં વિશ્વાસ, સૌમ્યતા, નિરમા ળપણું, પ્રેમાળપણું, ધૈર્ય, સ્થીરતા આદિ સ્ત્રી ઉચિત લક્ષણો પ્રકૃતિ ગમ્ય હોય છે. આથી તે ઉભયના ભિન્ન ભિન્ન લક્ષણોના વિકાસ અર્થે તેમની કેળવણીને કમ પણ તે તે લક્ષણોને અનુસરતા હવે ઘટે છે, આથી અમે એમ કહેવા નથી માગતા કે સ્ત્રીની કેળવણીમાં પુરૂષો શીખે છે એવું કશું જ હોવું ન જોઈએ. સામાન્ય વ્યવહારોપયોગી જ્ઞાન જે ઉ. ભય વર્ગને અકસરતું આવશ્યક છે તે બન્નેને મળવું જોઈએ. કેમકે જીવન વ્યવહારમાં તે ઉભયને એક સરખું જરૂરનું છે, પરંતુ જયાં પ્રકૃતિગત લક્ષણની ખીલવણીને સ્વાલ આવે છે, ત્યાં કેળવણીને કમ એ. હે ઘટે છે કે જયાં તેઓ પિતાપિતાના આત્મબંધારણમાં સ્વાભાવિક લક્ષણોને સંપૂર્ણ હિતકર વિકાસ સાધી શકે. આજકાલ સ્ત્રી કેળવણીએ તદન ઉલટાજ પ્રકારનું વળણ પકડેલું દષ્ટિગોચર થાય છે, એ ઘણું ખેદની વાત છે, સ્ત્રીઓને પુરૂષના ગુણ ધર્મને અનુસરતું શિક્ષણ આપી તેમને લગભગ પુરૂષો બનાવવાને અણુઘટતે પ્રયાસ આજકાલ ચાલી રહ્યો છે. વિશ્વમાં સ્ત્રીઓનું જે સ્વાભાવિક સ્થાન છે તે સ્થાન શોભાવવાને માટે તેમને હદય પ્રધાન શિક્ષણની જરૂર છે. તેને ગૃહિણી બનવાનું છે. ગુહને ઉત્તમ પ્રકારનું બનાવવા માટે ગૃહ ધર્મનું યથા પ્રકારે પાલન કરવા માટે, સ્ત્રીઓનું મુખ્ય શિક્ષણ હેવું જોઈએ. આપણું આર્ય દેશની આર્ય ભાવનાને અનુસરતો ગૃહિણને આદર્શ લક્ષ્યમાં રાખીને જ સ્ત્રીઓને શિક્ષણક્રમ નિયત થ જોઇએ. યુરોપાદ દેશે, જ્યાં વ્યક્તિવાદના (Individualism ) વાતાવરણમાં લેકે ઉછરે છે તે દેશની સ્ત્રીઓની શિક્ષણ સંસ્થાઓ આ દેશમાં અસ્થાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 196