________________
ઉછરવા દેવી, લખતાં-વાંચતાં અને હિસાબ ગણતાં શીખવવું, એટલામાં જ પિતાને ધર્મ સમાયેલો છે એમ આપણામાંના ઘણાઓની માન્યતા જણાય છે, પરંતુ વર્તમાનકાળનું અંગ્રેજી સાહિત્ય જેઓના વાંચવામાં આવતું હશે તેઓનાથી એ વાત અજાણ નહીં હોય કે ત્યાંના વિદ્વાની હવે આંખ ઉઘડી છે, અને તેઓ પિતાની આ પ્રદેશમાં થતી ભૂલ સમજીને હવે કયે પ્રકારે તે સુધારવી તેને માટે અનેક પ્રકારના પ્રયત્ન કરવા લાગ્યા છે. માતાપિતાને ખરે ધર્મ શો છે તે સમજાવવા તથા યુવાન સ્ત્રી-પુરૂષે સમજીને પિતાના વર્તનને તે પ્રમાણે વાળે. એવા શુભ હેતુથી ઘણા દાક્તરે અને ધર્માધ્યક્ષે વિવિધ જાતની કીંમતી શિખામણથી ભરેલાં પુસ્તક પ્રગટ કરે છે, અને તે બહોળો ફેલાવો પામે છે. આપણી ગુર્જર પ્રજાને માટે આ વિષય ઉપર છુટાછવાયા ગ્રંથ લખાતા જાય છે, પરંતુ તેમના લેખકેને ઉપદેશક તરીકે માન આપવાનું વાંચનારની ઈચ્છા ઉપર રહેલું હોવાથી એવા લખાણની અસર જોઈએ તેવી થાય છે કે કેમ તે શંકા ભરેલું છે. એટલાજ માટે આપણા ધર્મ ગુરૂઓએ આ મહદુપયોગી કાર્ય હાથમાં લેવાની ને સંસાર સુધારવાની પ્રવૃત્તિમાં પડવાની પૂરી આવશ્યકતા છે.
મનુષ્યમાત્રને પિતાને ઈશ્વર પ્રત્યેનો ધર્મ સમજાવી આસ્તિક બનાવવાના સ્તુતિપાત્ર કાર્યમાં પણ તેનું ઐહિક કલ્યાણ સાધવાના ઉપાયે જવાની અપેક્ષા રહેલી છે, અને જેટલે દરજો આવા બેધ વધારે સરલતાથી અપાતા જશે તેટલે દરજજો આપણા દુર્ગુણે દૂર થઈને આપણે સન્માર્ગે વિચરવાને યોગ્ય બનશું એ સ્વતઃ સિદ્ધ છે.
આવી પરિસ્થિતિમાં આ ગ્રંથ સુનીશ્રી બાલવીજયજી જેવા સાત્વિક વૃત્તિના પોપકરી જૈન સાધુમહારાજને હાથથી લખાયલે વાંચી મને અવર્ણ આનંદ થયો છે, તેમણે બરાબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com