Book Title: Mahimla Mahodaya Author(s): Balvijay Maharaj Publisher: Jain Patra Office View full book textPage 9
________________ . 5 છે. તે દેશમાં સ્ત્રી ધર્મને આદર્શ આ દેશના સ્ત્રીધર્મના આદર્શથી ઉલો છે. તે દેશમાં બધું જ જડવાદની નીતિ ઉપર પ્રવતે છે, આ દેશમાં બધું જ આત્મવાદની નીતિ ઉપર નિર્ભર છે, આ ભેદને લક્ષ્યમાં રાખવામાં આપણે નેતૃ વર્ગ બેદરકાર રહ્યો છે, તેથીજ હાલની સ્ત્રીકેળવણુની સંસ્થાઓ તેમજ તે સંસ્થામાંથી પસાર થએલી મહિલાઓ આપણું પ્રાચીન આર્ય ભાવનાની દષ્ટિને વિરૂપ ભાસે છે. આપણું આર્ય-આત્માને (Aryan spirit) દષ્ટિપથમાં સ્થાપીને જ આપણે આગળ પ્રવર્તએ તેજ આપણે સ્વાભાવિક વિકાસ આપણે સાધી શકીએ. આટલા વિવેચનથી અમારે જે કાંઈ ફલીત કરવાનું છે તે એ છે કે સ્ત્રીઓને હાલની નીશાળે હાઈસ્કૂલ અને કોલેજની કેળવણીની જેટલી જરૂર છે, તે કરતાં અનંતગુણી અધિક જરૂર તેમના માટે તેમના સ્વાભાવિક પ્રકૃતિગત ગુણેના વિકાસની છે, અર્થાત હૃદયના ગુણે વિકસાવવાની છે. ગૃહને ઉત્તમ પ્રકારે દીપાવવા માટે તેમનામાં જે ગુણોને વિકાસ આવશ્યક છે, તે ગુણેની ખીલવણી થવી જોઈએ. બાળકને કેમ ઉછેરવા, તેમનું આરોગ્ય સાચવવા માટે કેવા નિયમોનું પાલન કરવું. બાળકે પ્રત્યે કેવું વર્તન રાખવું, તેમનામાં ઉત્તમ પ્રકારની અસરે કેવી રીતે દાખલ કરવી, એ અને એવી અસંખ્ય ઘરગતુ ગૃહે પયગી બાબતોની તેમને જેટલી જરૂર છે, તેટલી ખગોળ, ભૂગોળ આદિ વિદ્યાઓની નથી. દુનિયામાં જે મનુષ્યએ મહત્તા પ્રાપ્ત કરી છે તેમની માતાઓને ઈતિહાસ તપાસીશું તો માલુમ પડશે કે તે માતાઓ વિદ્વાન, પંડિત, મહા બુદ્ધિશાળી અથવા વ્યવહાર પ્રપંચમાં કાબેલ ન હતી, પરંતુ ભક્તિમાન, ઇશ્વરપરાયણ, શ્રદ્ધાળુ, ઉત્તમ ચારિત્ર સંપન્ન, દયામય, સહનશીલ, પરદુઃખ ભંજન, અને સ્નેહાર્દ હદયનો હતી. સ્ત્રીઓનું સાચું ધન ઉત્તમ ચારિત્ર્ય અને હદયના ગુણે છે, એવી સ્ત્રીઓ જ પ્રજાના જીવનમાં ઊંડી અસર કરી શકી છે. અને કાળની રેતી ઉપર પિતાનું નામ સુવર્ણાક્ષરે લખી શકી છે. આ ટુંક પ્રસ્તાવનામાં અમે દષ્ટાંતે ટાંકી શકીએ તેમ નથી. પરંતુ એવે આદર્શ પોતાના જીવનમાં સ્થાપીને તેના પ્રભાવથી જે સ્ત્રીએ ઇતિહાસ કે પુરાણ ગ્રંથમાં પિતાનું નામ મુકી ગઈ છે તેમનાં ટુંક ચારિત્રો આ ગ્રંથમાં આપેલા છે. એ આદર્શના ઢાળ ઉપર અમારા દેશની અને સમાજની સુશીલ મહિલાઓ પિતાનું જીવન ઘડે એ અમારા હૃદયની પ્રિયતમ આકાંક્ષા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 196