________________
૧૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કૃતિઓમાં પણ ચરિત્રકથા પ્રાપ્ત થતી હોય છે.
વસ્તુતઃ આ પ્રકારનામો સાહિત્યકૃતિનાં વિષયવસ્તુ, પ્રયોજન, રચનારીતિ, છંદોબંધ, કડી સંખ્યા વગેરે અનેક કારણોથી અસ્તિત્વમાં આવ્યાં છે ને પોતાના મૂળ સંકેતોની મર્યાદા એમણે ઘણી વાર છોડી પણ દીધી છે. આથી જ ગૂંચવાડો થાય એવી સ્થિતિ ઊભી થઈ છે. દાખલા તરીકે, “વિવાહલ' એટલે વિવાહપ્રસંગના. વર્ણનનું કાવ્ય. એમાં જૈન મુનિના સંયમસુંદરી સાથેના વિવાહનું – દીક્ષા પ્રસંગનું વર્ણન થાય પણ એ નિમિત્તે સમગ્ર ચરિત્રનું આલેખન થયેલું પણ જોવા મળે છે. ‘રાસ’ મૂળભૂત રીતે સમૂહનૃત્ય સાથે ગવાતી કૃતિ. એમાં કોઈ પણ વિષય આવી શકે. પણ પછીથી એ સંજ્ઞા બહુધા લાંબી કથાત્મક કૃતિ માટે વપરાવા લાગી. સઝાય' એટલે સ્વાધ્યાય. ધર્મ-અધ્યાત્મચિંતન માટેની કૃતિ એ નામથી ઓળખાય. એમાં ધાર્મિક આચારવિચારોનું કથન હોય તેમ ધાર્મિક આચારવિચારબોધક દૃષ્ટાંતકથાઓનું નિરૂપણ પણ હોય. “કક્કો’ ‘સંવાદવિવાદ રચનારીતિ દર્શાવતાં પ્રકારનામો છે, “છંદ' “ચોપાઈ' “સવૈયા' વગેરે છંદોબંધને અનુલક્ષીને આવેલાં નામો છે, તો “ચોઢાળિયાં' “બત્રીસી' “ચોક' વગેરે ઢાળ કે કડીની સંખ્યાને આધારે પડેલાં નામો છે.
જૈન કવિઓએ ખેડેલા આ સાહિત્યપ્રકારોની પાછળ જુદીજુદી પરંપરાઓનો લાભ લેવાની એમની વૃત્તિ દેખાઈ આવે છે. એમાં ‘પ્રબંધ' જેવા સંસ્કૃતના પ્રકારો છે. સંધિ' જેવા અપભ્રંશના પ્રકારો છે, છંદ જેવા સંભવતઃ ચારણી પરંપરામાંથી આવેલા પ્રકારો છે, તો પાલણું હાલરિયું: ‘આરતી “હોરી' “ધમાર/ધમાલ' “ગીતા” વગેરે જૈનેતર પરંપરામાંથી અપનાવેલા પ્રકારો પણ છે. એમાં “રામ” “ફાગુ' જેવા જૈન ગુજરાતી સાહિત્યમાં જ વિકસેલા પ્રકારો છે, તેમ કક્કો' બારમાસી વગેરે જૈન-જૈનેતર બન્ને પરંપરામાં સમાન એવા પ્રકારો પણ છે.
| બધા પ્રક્વરોની સમજૂતી આપવી અહીં શક્ય નથી કેમકે, આગળ કહ્યું તેમ, દરેક પ્રકારનામનો વિશિષ્ટ ઇતિહાસ છે ને એના સંકેતો પ્રવાહી રહ્યા છે. અહીં દિગ્દર્શનનો હેતુ હોવાથી બધા પ્રકારોની સમજૂતી આપવી જરૂરી પણ નથી. તેમ
છતાં જૈન સાહિત્યમાં જોવા મળતા પ્રકારનૈવિધ્યનો પૂરો ખ્યાલ એની યાદી કર્યા વિના આવવો મુશ્કેલ છે. તેથી પ્રકારનામોની એક નમૂનારૂપ યાદી તો કરીએ જ વિસ્તૃત યાદી “જૈન ગૂર્જર કવિઓબીજી આવૃત્તિ, ભા.૭માં જોઈ શકાશે) :
- રાસ, પ્રબંધ, ચોપાઈ, ચરિત/ચરિત્ર, કથા, આખ્યાન, સંધિ, પવાડો, લોકો, વિવાહલુ, વેલિ
ચર્ચરી, ફાગુ, બારમાસી. હોરી, ધમાર/ધમાલ, વસંત, ગરબો, ગરબી, નવરસ, હમચડી/હમચી
પૂજા (સ્નાત્રપૂજા, પંચકલ્યાણકપૂજા વગેરે), આરતી, ચૈત્યવંદન. સ્તવસ્તિવન, સ્તોત્ર, સ્તુતિથોય, ગહૅલી, વિશપિવિનંતી. રેલયા, પાલણું હાલરિયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org