________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન [ ૧૧
રાસ લખાયેલા મળે છે. આવા ઐતિહાસિક કે ચરિત્રાત્મક રાસોની સંખ્યા ૧૦૦ જેટલી થવા જાય છે. આ ઉપરાંત, શ્રેષ્ઠીઓએ કાઢેલી સંઘયાત્રાઓને, જિનમંદિરોના પ્રતિષ્ઠામહોત્સવોને તેમજ ચૈત્યપરિપાટીઓને વર્ણવતી પણ ઘણી કૃતિઓ મળે છે. આ કૃતિઓમાં રાજકીય, સામાજિક, કૌટુંબિક, ભૌગોલિક વગેરે પ્રકારની વિપુલ દસ્તાવેજી માહિતી નોંધાયેલી છે. જેમકે, શાંતિદાસ અને વખતચંદ શેઠનો રાસ એક લાંબી કુલકથા આપે છે, હીરવિજયસૂરિ રાસ' હીરવિજયસૂરિના જન્મસ્થળ પાલનપુરનો ઇતિહાસ રજૂ કરવા ઉપરાંત અકબર સાથેનો એમનો પ્રસંગ આલેખે છે અને “સમરા રાસ' લાંબી તીર્થયાત્રાનાં અનેક સ્થળો વિશેની માહિતીથી ભરેલો છે. આ પ્રકારના જૈન રાસાઓમાં તત્કાલીન રાજવીઓ ને શ્રેષ્ઠીઓ ઉલ્લેખાતા હોય છે, વસ્ત્રાભૂષણો, ને સામાજિક રૂઢિરિવાજોનાં ચિત્રણો થતાં હોય છે ને ઐતિહાસિક-સામાજિક દૃષ્ટિએ મહત્ત્વની બીજી પણ ઘણીબધી નાનીમોટી વિગતો પડેલી હોય છે.
જૈન મુનિઓ વિશે તથા તીર્થ કે તીદિવ વિશે સ્તવન-ગીત આદિ પ્રકારની અનેક લઘુ રચનાઓ થયેલી છે તેમાં પણ કેટલીક ઐતિહાસિક-સામાજિક માહિતી પડેલી છે. ઉપરાંત જૈન કવિઓ પોતાની લાંબી કૃતિઓમાં પોતાની ગુરુપરંપરા ને રચનાનાં સ્થળસમયની માહિતી લગભગ અચૂક ગૂંથે છે, તો ઘણી વાર એમાં સમકાલીન આચાય. ગુરુબંધુઓ. પ્રેરક વ્યક્તિઓ તથા રચનાસ્થળના રાજવીઓ-શ્રેષ્ઠીઓનો નિર્દેશ થતો હોય છે ને નગરવર્ણન પણ થતું હોય છે. જૈન સાધુઓની ગુરુપરંપરા નોંધતી પટ્ટાવલીઓ પણ ઘણી રચાયેલી છે.
ગુજરાતનો રાજકીયસામાજિક, ભૌગોલિક ઇતિહાસ રચવામાં જૈન સાહિત્યમાંથી મળતી આ સામગ્રીનો કેટલો ઉપયોગ થયો છે એ હું જાણતો નથી, પરંતુ બહુ ઝાઝો ઉપયોગ થયો હોવાની આશા નથી. એ મોટો પ્રયત્ન પણ માગે. પણ ઇતિહાસના અભ્યાસીઓ એવો પ્રયત્ન કરશે તો એ ફળદાયી નીવડ્યા વિના નહીં રહે એવો વિશ્વાસ છે. મુદ્રિત કૃતિઓ પણ ઘણી વિપુલ સામગ્રી આપી શકે તેમ છે. પ્રકારનૈવિધ્ય
મધ્યકાલીન જૈન સાહિત્યમાં કાવ્યબંધ અને પદબંધનું જે વૈવિધ્ય નજરે પડે છે તે અસાધારણ છે. જૈન સાહિત્યમાં વપરાયેલાં પ્રકારવાચક નામો ૨૦૦ જેટલાં છે. નામોની આ સૃષ્ટિ મૂંઝવનારી પણ છે, કેમકે એમાં અનેક પ્રકારની કૃતિઓ માટે એક નામ યોજાયેલું જોવા મળે છે તેમ એક જ પ્રકારની કૃતિઓ જુદાંજુદાં નામથી પણ ઓળખાવાયેલી દેખાય છે. જેમકે “રાસ' સામાન્ય રીતે લાંબી કથાત્મક કૃતિ માટે વપરાતી સંજ્ઞા છે પણ થોડાક ઉપદેશાત્મક કે વર્ણનાત્મક રાસ પણ મળે છે અને નાની પ્રસંશાત્મક કૃતિ પણ “રાસ' તરીકે ઓળખાવાયેલી છે. બીજી બાજુથી કથાત્મક કૃતિઓ રાસ' ઉપરાંત “ચોપાઈ “ચરિત ચરિત્ર' પ્રબંધ કથા” એ નામોથી ઓળખાવાયેલી છે અને ‘સઝાય’ ‘છંદ' “સલોકો’ ‘વિવાહલુ' એ નામોથી રચાયેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org