________________
જીવન
૧૫
હૃદયમાંથી હજી પણ ભૂંસાયો નથી. હું દિમૂઢ બની ગયે. ત્યાં હાપા મોભે ઊભા થઈ, દારૂની પ્યાલી ફગાવી દીધી અને પાઘડી મારા પિતાને માથે મૂકી. આવાં આવાં અનેક ધર્મસંકટોમાંથી મને એણે બચાવેલો. જો કે પોતે દારૂ-માંસ ત્યાગેલ નહિ, તે પણ મારા માટે આ જાતની એની મમતા બંધાઈ ગઈ હતી.
મારે અને હીપા મોભને નવ વરસ સાથે રહેવાનું બન્યું, અને જ્યારે જોઈએ ત્યારે એ એક જ માણસ એવો હતો કે જે મારી બધી જરૂરિયાત પૂરી પાડતે. એટલે હું મોટો થયો ત્યાં સુધી બીજે ઠેકાણે મારે ભટકવું પડયું નહિ.
એક મરણ મારા અયાચકવ્રતને ઘડનાર એ માણસ હતો. પિતાના વચનની એને કેટલી કિંમત હતી એની એક વાત લખી દઉં. .
ગીરની સરહદના ખાંભા જેવું કંટાળા ગામ છે. ત્યાં હું મારી ગાયો લઈને ચોમાસે જતે ગાયો ચારવા સાથે મને ગીરમાં ફરવાના કેડ તે હતા જ. ત્યાં હું રામ નળને ત્યાં રહે. રામ નળને અને મારા પિતાને ઘણો જ સંબંધ હતો.
ચોમાસાના ચાર મહિનામાં હીરે મેભ મને મળવા આઠ-દસ આંટા કંટાળે આવી જતા. એક વખત અષાઢ મહિનામાં આવેલ. એને મેં કહ્યું કે આ વખતે જન્માષ્ટમી આપણે સાથે કરવી છે, માટે તે પર જરૂર અહીં આવવું. એણે હા કહી.
પ્રસંગ એ બન્યો કે બરાબર બળેવથી વરસાદ શરૂ થયે અને હેલી મંડાણી. ગીરના ગાંડા વરસાદ. એક દી, બે દી, એમ જન્માષ્ટમી સુધી વરસાદ બંધ ન થયો. નદી-નાળામાં પૂર ઊતરતાં જ નહિ. એ ડુંગરાની વસમી નદીઓ. જન્માષ્ટમીને આખો દિવસ ગયો. મને મનમાં તો એમ થતું કે હીપે
મોભ જરૂર આવશે, પણ જ્યાં વરસાદ સામું જોતે, ત્યાં જીવ ના પાડતો હતો. અમે રાતે જમીને સૂવાની તૈયારી કરતા હતા, વરસાદ હજી ચાલુ હતો, જમીન પર ચારે કોર પાણી પાણી થઈ ગયું હતું, પૃથ્વીથી વરસાદ સહન ન થતાં ખેતરોમાંથી સરવાણીઓ ચાલી નીકળી હતી અને ગીરની રાત તો હબસીના મોઢા જેવી જામી હતી. ઘટાટોપ વાદળાં આભમાં અથડાતાં હતાં. સાથેસાથ કડાકા કરતી આખે આભે વીજળી અને વીજળીના અજવાળામાં રાક્ષસની સેના ઊભી હોય એવા લાગતા એ ગીરના પહાડે. એ રાતમાં કયે માનવી પોતાના ઘર બહાર હોય ?
અમે તે રામ નળની ડેલીમાં હજુ લાંબાં ડિલ કરી સૂવાની તૈયારી કરતા હતા, ત્યાં બહારથી સાદ આવ્યો : “ભક્તા ! એ ભક્તા !' મને એ ક્યારેક કક્યારેક ‘ભગતને બદલે ‘ભક્તા’ કહી બેલાવતે.
હોંકારો દઈ મેં ડેલીનાં બારણાં ઉઘાડવાં. “અરે ભલા માણસ ! અત્યારે અને આવા વરસાદમાં ! વચ્ચે મેથાળો, રાકડી, લાપરી, ઘાંત્રવડી, એ ભયંકર નદીઓમાં ઘોડો કેમ ઊતાર્યો ? અને આટલું સાહસ ખેડવા કાંઈ કારણ ખરું ?”
એક જ વેણ બોલ્યા : “પ્રાણ જાઈ પર બચન ન જાઈ. ભાઈ, તું રામાયણ વાંચે છે ત્યારે આ
પાઈ તે મેં ઘણી વાર સાંભળી છે. માણસને પોતાના વચનથી જીવ પણ વહાલે ન હોવો જોઈએ.’
મારી અને એની વચ્ચે આવા અનેક પ્રસંગે પડવા છે. પિતાના વચનની એને એટલી કિંમત હતી ! મારી સાથે એને આત્મા રંગાઈ ગયો હતે. મારા દરેક આચરણનો એ ઉપાસક હતો. દારૂના કે એવા અનેક હલકા પ્રસંગમાંથી એ માણસે મને તારી લીધેલ. આ રીતે અમારે નવ વરસ વીતી ગયાં. એની જગતની મુસાફરી પૂરી થઈ. સં. ૧૯૭૭ના ભાદરવા વદ ૫ ગુરુવારે મને અયાચક ઘડનાર
મારી કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ મા.