________________
ભારતના લાકકાવ
શતાવધાની જૈન તિશ્રી જયંતમુનિ
કાગના જન્મ અને છતાં તેએ
સ્વ. ભક્ત કવિ દુલા સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં થયા વિરાટ ભારતના લાકકવિ બન્યા એટલુ જ નહિ તેશ્રીએ પદ્મશ્રીની પદવી પ્રાપ્ત કરી. ભક્તકવિ દુલા કાગ લોકગીતો રચીને પોતાના સ્વકંઠે ગાઈ ને લોકહૈયામાં પોતે અપૂર્વ સ્થાન મેળવી અમર બન્યા છે.
સ્વ. ભક્ત કવિ દુલા કાગના પરિચય લોકગીત ગાયક રતિકુમાર વ્યાસ મારફત થયા હતા તે પરિચય અંગત સ્વરૂપે બની ગયા હતા. તેઓશ્રીની તબિયત સારી હતી ત્યાં સુધી અમારુ મિલન-અવાર નવાર થતું તેમજ પત્રવ્યવહાર પણ થતા. મારા ઉપર ખૂબ જ પ્રેમ હતા. જ્યારે મળીએ ત્યારે તેમની રસભરી વાતો સાંભળ્યા જ કરીએ તેમ થયા કરતુ.
એક વખત એમણે પોતાના ગામ (મજાદર) આવવાનુ મારી પાસેથી વચન લીધેલું, તે વાતને હું ભૂલી ગયા. થાડાંક વર્ષ નીકળી ગયાં. એ વ પહેલાં તેઓશ્રીએ વિસરાઈ ગયેલ વાતને યાદ કરી તે તે વચન પૂરૂં કરવા મજાદર ગયા. પરવશ શરીર થઈ ગયેલ છતાં મને ખાટલા ઉપર બેસાડી તેએ એ પોતાની ખુરસીને મારી બિલકુલ નજીક લાવી મને ભેટી પડયા. આ જ પ્રેમની સરવાણી આ લખતાં લખતાં મારી નજર સમક્ષ તરી આવે છે. તેઓશ્રીની
મહેમાનગતી જોઈ તેમણે “આવકારા મીઠો આપજે’તુ લોકગીત રચેલ છે તેટલું જ નહિ જીવનમાં ઉતારેલ છે તેવી ઝાંખી થયા વગર રહેતી નથી.
જૈન સાધુ જીવનમાંથી જૈન પતિ જીવનનુ પરિવર્તન અનેક ઝંઝાવાતા ને બદનામ થઈ જવા સુધીના અનેક પ્રસ ંગા થયા છતાં તેઓશ્રીએ મારી ઉપર ઉદાર દૃષ્ટિ રાખી એ જ અખંડ પ્રેમ–સ્નેહ ને લાગણી રાખી કહેતા કે “તમે નિર્દોષ ને નીડર છે.” તેએશ્રીનાં લોકગીતા મારા કંઠ ન હોવા છતાં મતે ગાવાના ખૂબ જ શાખ. જ્યાં જ્યાં હું પ્રવચન કરવા જાઉં છું ત્યાં પ્રથમ પ્રવચનમાં ‘છાના કરીશ માં કામ”તુ ગીત ભાવ સહિત વિસ્તારથી સમજાવું છું. મારે સાબુ રે થવુ` છે. જીવતર ખાવા માનવીના ધોવા મેલ રે...જી.” આવાં અનેક લોકગીતોની રસલ્હાણ ચાતુર્માસ (પ`પણ)માં આપતો રહું છું. ભક્ત કવિ દુલા કાગ આ દેહને છેાડી ગયા છતાં અક્ષરદેહે હરહંમેશ આપણી સાથે જ રહેશે ને લાકહૈયામાં તે લાકાના કંઠે તે કણમાં ગુંજતા રહેશે.
કમ ભૂમિમાં જન્મ લઈને જીવનમાં જીવી જાણ્યું વિચારના અક્ષરદેહને કાવ્યરૂપે પ્રગટાવી જાણ્યું;— દુલ ભ જીવન સાર્થક કી'; લાકહૈયામાં વાસ કરી લાગણીઓના ધાધ વહાવી,કીતિ ફેલાવી સાવધરહીકાળને સ્વાધીન બનીને અમર નામના પ્રાપ્ત કરી ગયા મૂકી તમે અમેને યાદી રહેશે હરઘડી.
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ