Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag

View full book text
Previous | Next

Page 221
________________ ૨૦૮ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ “રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય છે (૨); તે અમારી રંક જનની (૨). આજીવિકા ટળી જાય. પગ મને ” ૨ જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય છે (૨); અભણ કેવું યાદ રાખે (૨), ભણેલ ભૂલી જાય !” પગ મને ૦ ૩ “આ જગતમાં, દીનદયાળુ ! ગરજ કેવી ગણાય છે (૨); ઊભી રાખી આપને પછી (૨), પગ પખાળી જાય.” પગ મને ૦ ૪ નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય છે (૨); પાર ઉતારી પૂછીયું “તમે (૨), શું લેશો ઉતરાઈ.' પગ મને ૦ ૫ નાયીની કદી નાયી બે નઈ, આપણે ધંધાભાઈ જી (૨); ‘કાગ’ યે નહિ ખારવાની (૨), ખારવો ઉતરાઈ” પગ મને ૦ ૬ રામરાજય " રામરાજ્યની ટૂંકી વ્યાખ્યા આ પ્રમાણે છે કે–સર્વ પ્રજાને સુખ અને જેમાંથી સુખશાંતિ ઉત્પન્ન થાય, તે સઘળાં સાધન સૌને સ્વતંત્ર હતાં. પ્રથમ તો મોટામાં મોટું સુખ, અનાજ ઉત્પન્ન કરવાનાં સાધન. ભાગ્યા વરસાદ. સૌને ઘેર ઉત્તમ પ્રકારની ગાયે અને ગધા. સૌસૌને કામ. કેઈ આળસુ થઈને બેસી ન રહે. ક્યાંય ભૂખમરો નહિ. કેઈન રોગ નહિ અને જ્યારે કોઈ માંદુ ન પડતું હોય ત્યારે વૈદ્યની જરૂર કળ્યાંથી હોય ? સૌ અભય. સૌ નીતિવાન. ઘરધર ઉલ્લાસ અને આનંદ, કેઈ કેઈનું પડાવી લેવાની અને એકલા ધનવાન થવાની કોઈની ઈચ્છા પણ ન થાય. બાળકોને શિક્ષણ આપવાવાળા શિક્ષકે આત્મજ્ઞાની, સમભાવી, ત્યાગી અને તપસ્વી. એમની પાસેથી સ્વાર્થ રહિત મળેલી જે વિદ્યા, તે જગતનું કલ્યાણ કરતી. અને કોઈ બાળકોને મદ ઉત્પન્ન ન કરતી. તમામ બાળકે એ વિદ્યાપીઠમાંથી નમ્ર અને વિનયવંત થઈ નીકળતા અને જીવનભર એ જ રીતે વર્તતા. ઘરના રાજા, ઘરની પ્રજા, ઘરનું રાજ ચારે વર્ણની વ્યવસ્થા અને હદ. એ બાંધેલા સમાજ અને રાજવ્યવસ્થાને હક્કો ભેગવવા સૌ સ્વતંત્ર અને કેાઈની આબરૂ કેઈ લઈ શકે નહિ. રામરાજ્યની સૌથી વધારે ખૂબી તો એ હતી કે—કાઈની સુંદર શક્તિ ન રૂંધાઈ રહેતી કે ન એને દુરુપયોગ થ. છે. કોઈ દુલા કાગ કૃતિજ .

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230