________________
૨૧૬
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
અજવાળું પ્રકાશ કેટલે નિરમાની અને પરોપકારી છે ! બીજાનું ભલું કરવા માટે હર કોઈ પળે એ તૈયાર રહે છે, કઈ બોલાવે કે એક પળની પણ વાર લગાડ્યા સિવાય તુરત દોડી આવે છે. કોઈ કાઢી મેલ કે તુરત ભાગી જાય છે. રસ્તામાં, ખેતરમાં, બજારમાં સૂઈ રહે છે. કોઈ છત્રીપલંગ પર પોઢાડે તે ત્યાં પણ પિઢે. ખુલ્લા દ્વારમાં એ કાયમ આવે છે. દ્વાર બંધ કરે તો રહેવાની રકઝક કરતો નથી. વળી દરેકનાં દ્વાર આગળ જેમ પગારદાર બેસી રહે, તેમ હાજર રહે છે. બોલાવે કે તુરત આવે છે. ગામઠી ભાષામાં આપણે એને અજવાળે કહીએ છીએ. એને બોલાવવું એટલે બારીબારણાં ખુલ્લાં કરવાં અને રજા આપવી એટલે બંધ કરવાં, એવો આ ગીતને ભાવાર્થ છે.
(રાગ ભૈરવી, આસાવરી છાયો) તમારાં દ્વાર ખોલો તો આવું, બાર તમારે કાયમ બેસું રુ,
યાદ કરો તે આવું...તમારાં ટેક માન નથી, અપમાન નથી મન,
હર્ષ શોક ના લાવું..; સાદ કરો તે દોડી આવું ( - કાયમ ફરજ બજાવું...તમારાં-૧ કદિએ મારા મનમાં ના'વે,
ઉપર પડતું જાવું...; દિલ પ્રમાણે ડગલું માંડું (,
ઈચ ન આગળ આવું.. તમારાં-૨ કાઢી મૂકો એનું કદિએ,
દિલમાં દુ:ખ ન લાવું...; સેજ તળાઈએ પિટું નહિ તે (૪,
શેરીમાં સુઈ જાઉં...તમારાં-૩ કાગ નિયમ છે કાયમ એવો,
ખુલ્લા દ્વારમાં જાવું..; હું અજવાળું જગ અજવાળું (જે
બાર નહિ ખખડાવું.તમારાં-૪
તાપી (1ી '
55
1.