Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag

View full book text
Previous | Next

Page 228
________________ કાગવાણી નાખે છે. રૂપફેર થાય પછી પણ એ ગોરસ પિતાપણું વીસરતું નથી. એને મંથન કરવામાં આવે છે, પછી માખણને ચૂલે ચડાવી ઊભું કરવામાં આવે છે, એટલા દુઃખ પછી પણ એ ખરાબ બની જતું નથી, અને બધી આકરી કસોટીમાંથી નીકળીને એ તે છેવટે નારાયણરૂપ બની જાય છે. માણસ પૃથ્વીને ખેડે છે, ચીરે છે, છતાં એનો રોષ કર્યા સિવાય ધરતી મનુષ્યને જિવાડવા અને ઉત્પન્ન કરીને આપે છે. આવા સ્વભાવના મહાપુરુષોને મારા નમસ્કાર હજો ! ' મૂરખના ટેક. (જનની જો ગોપીચંદની-એ રાહ). મૂરખના ધોખા રે, સાધુ નવ ધરે છે, વિધિએ ઘડેલે એવો ઘાટ છે; પાપે રે ઘેરાણે એને આતમો, આઠે પર અંગડે ઉચાટ છે. ચંદને તરછોડવા નહિ સાપને, રાખ્યા એને રદિયા મઝાર છે; નાગનાં વિખડાં રે એને નવ નડ્યાં રે, ચડવાં એ તે હરિને કપાળ છે. એરણું ઝીલે ને ઘણના ઘા પડે છે, હૈયે એને નવ રાખ્યો દાવ ઇ; આયુમાં રાણાં કુંદન નિતનવાં રે, એ એના કુળને સ્વભાવ છે. મૂરખના. ૧ મૂરખના૦ ૨ અંગડાં મસ્યા ચૂલે પંડ અભડાવ્યાં છાશે દૂધનાં છે; એની દેયું કેરા શ્રમ જી; જ્યાં ચડ્યાં ત્યાં છાશું કરે ખસી, એના થયાં પરબ્રહ્મ છે. મૂરખના૦ ૩ માનવીએ વધ્યાં રે ધરણી માતને, તોય એણે ક્ષમા ન કરી ત્યાગ છે; અનડાં આપ્યાં રે પ્રાણીને પિવા, કરું એને નમણું હું ‘કાગ’ જી મૂરખના ૪ [ભાવનગર જતાં ટ્રેનમાં. તા. ૪-૮-૪૨] કણિી દુલા કાણા મૃત-ઘ

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230