Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag

View full book text
Previous | Next

Page 224
________________ કાગવાણી આવવુ... હાય તે। કાચે તાંતણે બંધાઈ ને આવનારા (૨); એ...ના’વવું હાય અને નાડે જો બાંધશે તે, નાડાં તાડાવી નાસનારા મેાભીડે ૦ ૭ રુડા રુપાળા (આખા) થાળ ભરીને, પીરસે પીરસનારા ૨;) એ...અજીરણ થાય એવા આર્ડેર કરે નૈ કદી, જરે એટલું જ જમનારા. મેાભીડો ૦૮ આભે મૂતેલી મેઢી ઊજળિયુંમાં, એક ઘડી ન ઊભનારા (ર); એ...અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડીયુંમાં; વર્ણ તેડાવ્યા જાના મેાલીડા ૯ સૌને માથડે દુ:ખ(ડાં) પડે છે. દુઃખડાંને ડરાવનારા (૨); એ...દુ:ખને માથે પડયો દુઃખ દબાવીને એ તા, સાડ તાણી સૂનારા મેાભીડા ૧૦ કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારા (૨); *સૂરજ આમાં ફરે એવડા ડુંગરા, (૪) ડુંગરાને ડોલાવનારા મેાભીડા ૧૧ ઓળખજે એનડીએ જ એંધાણીએ, એ મારા ખેાળાને ખૂંદનારા (૨); મારા માહનજી એ ઝાઝેરું જીવા મારા, ઘડપણના પાળનારા. મેાભીડે ૧૨ ભામકા સૌની તૈયારી ૨૧૧ આ ગીતના ભાવાર્થ એધા છે કે કોઈ એક મહાપુરુષને જોવા, એમની સાથે રહેવુ', પિછાણવા, એમનાં સિદ્ધાંતાને અનુસરવું અને એમના મય બની જવું, એ બધા જુદા જુદા પ્રકારના ભેદ છે. કવિ આ બધા ભેદોમાંથી એક જ શબ્દના ઉચ્ચાર કરીને એના ઉપર ભાર મૂકે છે કે, “ઓળખજો.” આપણી જૂની માન્યતા છે કે, આસુરી વૃત્તિના અતિરેક વખતે તેને પ્રતિકાર કરવા માટે ઇશ્વરના અંશરૂપે કોઈ મહાપુરુષ જન્મે છે અને વિનાશ પંથે જતાં માનવીઓને એ પાછાં વાળે છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણને લેશ પણ પિછાણ્યા ન હતા, એવાં મનુષ્યા એમના કાળમાં પણ હતાં. આ બધા થએલા અનુભવ ઉપરથી જગતના સર્વાં માનવીઓને કવિ કહે છે કે :- “ઓળખજો, આ બાવા અવતારી.' * અંગ્રેજી કહેવત છે કે—અંગ્રેજના રાજ માથે સૂરજ કદી આથમતા નથી. એવા અંગ્રેજીરૂપી જે ડુ’ગરા, તેને ડાલાવનારા. કવિશ્રી દુલા કાગ સ્મૃતિગ્રંથ ક

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230