Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag

View full book text
Previous | Next

Page 223
________________ ૨૧૦ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ગાંધીડે મારે " શ્રી હરિપુરા મહાસભામાં હું આમંત્રણથી ગયેલ. તા. ૧૫-૨-૩૦ અને ૧૬-૨-૩૮ એમ બે દિવસ પ્રાર્થનામાં મારો બોલવાને કાર્યક્રમ હતે. અગાઉ પૂ. મહાત્માજીને મારાં ગીતે મેં સંભળાવેલ હતાં. સાંભળી તેઓ ખુશી થયા હશે એમ મને લાગ્યું હતું. આ વખતે વ્યાસપીઠ પરથી સ્તુતિ સમયે મેં “મોભીડે” ગાયેલું, જે સાંભળી હજારો માનવીઓ ખુશી થયેલ. ભાવ એવો છે કે હિંદ અને બ્રિટાની બે બહેને મળે છે. બ્રિટાનીઆ પૂછે છે કે “મોહન મેહન એમ ઝંખ્યા કરે છે તે તે તમારા દીકરાને મારે શી રીતે ઓળખવો ? એનાં એંધાણ કહે.” (રાગ-હીંચનો) સે સે વાતુંને જાણનાર, મોભીડે મારે ઝાઝી વાતુંને ઝીલનારો-ટેક ડગલે ડગલે હાલ્યા કરે છે. ઊંચાણમાં ન ઊભનારે (૨); એ...ઢાળ ભાળીને સૌ પ્રોડવા માંડે, (ઈ તે) ઢાળમાં નવ ધોડના મોભીડો - ૧ ભાગ્યા હોય એને ભેરુ થનાર, મેલાં ઘેલાને માનનારો (૨); એ..ઉપર ઊજળાં ને મનમાં મેલાં એવાં, ધોળાને નહિ ધીરનારો. મોભીડ ૦ ૨ એના કાંતેલામાં ફેદો ન ઊમટે, તાર સાદા એકતારો (૨); એ–દેયં દૂબળિયે (પણ) ગેબી ગામડિયે, મુત્સદ્દીને મૂંઝવનાર ભીડે ૦ ૩ પગલાં માંડશે એ મારગડે (એની) આડો ન કોઈ આવનારો (૨); એ..ઝેરના ઘૂંટડા જીરવી જશે ઈ તે, બેલીને ન બગાડનારો મોભીડ ૦ ૪ નાનાં બાળક જેવો હૈયે લેરીલે, શરુમાં આથડનાર (૨); ઈ..નૂણે માખણ જેવો સાદો ને સોયલે ઈ, કાળને નેતરનારો મોભીડ ૦ ૫ ઝીણી ઝૂંપડીએ ઝીણી આંખડીએ, ઝીણી નજરથી જોનાર (૨); એ..પતે ચણેલામાં પોલ ભાળે તે તે, પાયામાંથી જ પાડનારો મોભીડે ૦ ૬ છે. કnિશ્રી દુલા કાચા મૃદિ-૩થ

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230