Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag

View full book text
Previous | Next

Page 214
________________ કાગવાણી ૨૧ હૃદયમાં જેમ પાપના થર સંઘરાયા હોય તેમ સાતથરાં વાદળ ભીડાઈ રહ્યાં છે. એ કાળાં વાદળોની ખીણમાં, ચોકમાં અને એના આંગણમાં વીજળીએ નાટારંભ માવ્યો છે. આ તેજના ક્ષણિક એધ કયાંથી આવ્યા ? એ વીજળીને નીર ખતાં કવિ સાત સાગરમાં પહોંચી જાય છે. ત્યાંથી ઠેકડો મારી સૂર્યના ઘર સુધી દોડી જાય છે, ત્યાંથી પાછો ફરી એ વાદળદળમાં ફરી વળે છે. પછી પાછો ધરતી પર બેસી વીજળીનો ચમકાર જુએ છે ને એને મહાયોગમાયા નજરે ચડે છે. આ વિશાળ સૂર્ય અને સમુદ્રનું યંત્ર, એ યંત્ર દ્વારા થતી વાદળાંની બનાવટ અને એ વાદળામાં જ્યારે વીજળી જુએ છે ત્યારે કવિ એમાં માનાં દર્શન કરે છે. હે વીજળીરૂપે તું જ છે. બીજી કઈ શક્તિનું આ ગજુ નથી. વીજળીમાં યોગમાયાને જુએ છે ત્યાં તે આકાશના અવકાશને અને ધરતીના પટને કંપાવી નાખનાર કડાકો વાદળાંની ખોપરીમાં થાય છે. એ ગાજતી મેઘમાળામાં સર્જકશક્તિ માની હાકલ સાંભળી કવિ તે જ વખતે નમી પડે છે. ૨ . હે મા ! તું બાળ સ્વરૂપે વર્ષાઋતુમાં આકાશના ચોકમાં રમતી લાગે છે. મેઘધનુષ્યના સાત સાત રંગી સાથિયા પૂરી તું વ્યોમરૂપી ઘરને શણગારતી દીસે છે. તારાં ગહન વાજિંત્રતાના ગડગડાટથી આખું બ્રહ્માંડ ગાજી ઊઠે છે. મેઘગર્જનારૂપી તારાં વાજિંત્ર સામે બ્રહ્માંડમાં પડછંદા બોલી ઊઠે છે, જાણે કે તારાં દેવી વાઘના તાલ ઝીલાઈ રહ્યા છે. ૩ | હે મા ! પ્રકાશમાં તો તારાં સહુ કોઈ દર્શન કરે છે, પણ કાળી રાતના ઘોર અંધકારમાં પણ તારાં દર્શન થાય છે. કાળી મેશના અર્કમાંથી સજેલી વર્ષાઋતુની કોઈ અમાસની રાત તે જાણે કાળી કામળી ઓઢી હોય એમ લાગે છે. અંધકાર એ પ્રાણીમાત્રને ડરાવનાર છે. એવા હે કાળરાત્રિરૂપી મા ! તને હું નમસ્કાર કરું છું. હે મા ! એ કાળરાત્રિમાં આકાશ તરફ મીટ માંડું છું ત્યાં કાળી કામળીમાંથી તારી અનંત તેજ ઝરતી આંખ્યુંના દર્શન થાય છે. એ નવલખ તારલિયારૂપી આંખવાળી અને તારી પ્રકૃતિના નિયમને કદી પણ ન ભૂલનારી એવી છે વિરાટ જનેતા ! તને નમસ્કાર કરું છું. ૪ હે મા ! સૂર્યમાં જે તેજ છે તે સારું છે. શરીરમાંથી જેમ પ્રાણશક્તિ બાદ કરીએ તો બાકી કશું ન રહે, તેમ સૂર્યમાથી તેજશક્તિ લઈ લઈએ તે પાછળ કંઈ પણ રહેતું નથી. એ તેજશક્તિનાં દર્શન અંધકારના સમૂહો કદી કરી શકતા નથી. આવી ઉગ્ર તેજવાળી હે આદ્યશક્તિ ! કયારેક તે તું અપાર કોમળ અને શીતળ ભાસે છે. કેઈ શરદ પૂનમની રાતે ધોળાં વસ્ત્રો ધારણ કરી તું સચરાચરને હસાવતી અને હસતી દીસે છે. ૫ - દેશ, કાળ અને વસ્તુનો ભેદ આપને લાગુ પડતો નથી. તું ક્યાં છે અને ક્યાં નહિ, આમ કહી શકાય નહિ. વિષ્ણુ, બ્રહ્મા અને સદાશિવ જેનું સેવન અને આરાધન કરી રહ્યા છે, એવી હે યેગમાયા ! તને નમન હજો. સારી કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ મારા - = દુલા કાગ-૨૬

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230