________________
૨૦૦
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
સુની સહુ દેવનકે ભય સાદ
પ્રગય આપાય આ૫ પ્રસાદ, હે મા ! તારી સર્જનશક્તિ તારાથી જુદી પડતી નથી, કારણ કે અનેક બ્રહ્માંડોને તેં જ ધારણ કર્યા છે. વળી એ બધાંને કેવી રીતે ધારણ કર્યા છે એ મંત્ર તું એક જ જાણે છે. હે મા ! વેદ, વેદાંત, ઉપનિષદ અને પુરાણો વર્ણન કરતા બંધ થઈ જાય છે ત્યાંથી તારી અનિર્વચનીય શક્તિને પ્રારંભ થાય છે. ઋષિઓ, મુનિઓ અને સાક્ષાત્ બ્રહ્માજી પણ આપની રચનાનો પાર પામી શક્યા નથી. '
કર્મ અને શરીર, બીજ અને વૃક્ષ, માતા અને પત્ની, પુત્ર અને પિતાઃ આ ચાર શબ્દઠંધોમાં કાણ કોનું કારણ ? આ કોયડો, આટલા આ આઠ જ શબ્દ વિચારવંત વિદ્વાને અને મેગીઓને પણ અકળાવી મૂકે છે. એનો ભેદ એક તું જ જાણે છે. હે મા ! તારી અપાર લીલાના અંતમાં જવા કરતાં એ લીલા ગાવામાં, ભજવામાં ને એમાં શ્રદ્ધા રાખવામાં મોટી લહેર છે. હે મા ! ક્યારેક રંક રાજા બની જાય છે,
ક્યારેક રાજા રંક બની જાય છે; કયારેક આખા વિશ્વ પર સત્તા ચલાવનાર એક દિનની સત્તાને આશ્રય શોધે છે, અને કયારેક ભટકતો અને જીવનપંથમાં આમતેમ અફળા ગરીબ સમ્રાટના મહાત્રનો અધિકારી બને છે. આ બધું હે જોગમાયા ! કર્મ અને કૃપાના તારા કાયદે જ બને છે. પણ, અજાણ લોકો આવા ઓચિંતા મહાન ફેરફારો જોઈ સ્તબ્ધ બને છે. એટલે કેઈ કોઈ વખત તારાં આવાં ચરિત્રને જોઈ અબુધ માનવીઓ મોહને પ્રાપ્ત થાય છે. ૧
હે મા ! વ્યાન, સમાન, ઉદાન, અપાન, પ્રાણ, નાગ, કૂર્મ, કકલ દેવદત્ત, ધનંજય આ દસે વાયુનાં નામ લેવાં તે સોયલાં છે. જેમાં વિદ્યાથી પાઠ ગોખે છે તેમ કઈ વિદ્વાન ગોખી જાય છે. પણ એ બધા વાયુની ઉત્પત્તિ, એનું સ્વરૂપ, એની સ્થિતિ, આગમન અને પ્રયાણ એને કોઈ જાણી શકતું નથી. કારણ કે આ બધી વિધ વિધ રૂપે શરીરયંત્ર ચલાવતી તારી શક્તિઓ છે અને એ બધી શક્તિઓની અધિષ્ઠાત્રી પ્રાણશક્તિ છે. તે શક્તિ પ્રથમ તારી આજ્ઞાને સાંભળીને જગતમાં તેનો અમલ કરે છે; પણ ખરી યુક્તિ તે એ છે કે શરીર માત્રને હે મા તું પ્રાણ આપવાવાળી છે. આ બધી તારી શક્તિઓને માનવી પ્રાપ્ત કરી શકતો નથી, પણ એ શક્તિના અવલંબનથી જીવનપંથ ખેડી રહ્યો છે.
નમો જગતભક્ષી પ્રલે છવદ્યાતા એટલે, પ્રલય વખતે તું સર્વનું ભક્ષણ કરી જવાવાળી છો. પ્રાણીમાત્ર સ્થાવર, જંગમને ચૂલે ચડાવી રાંધીને ખાઈ જવાવાળી નહિ, પણ આ બધાં તત્તની રચના એવી છે કે એકબીજા એકબીજામાં મળી જાય છે. સૂર્ય રાતનું ભક્ષણ કરી ગયો કહેવાય છે, પણ તે કંઈ રાત્રિને ખાઈ જતા નથી. અંધકાર હતા તે પ્રકાશ બની ગયો, તેમ મહાપ્રલયમાં સર્વ તો, સર્વ પ્રાણો, સઘળું તારી શક્તિમાં સમાઈ જાય છે.
વિરાટના વર્ણનથી જેની બુદ્ધિ થાકી ગઈ છે એવો કવિ હવે મા પ્રત્યે વળે છે. પોતાની દૃષ્ટિથી તેને ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે જોઈને કૃતકૃત્ય બને છે તે જોઈએ. - હીંડળે હીંચકી રહેલી માને ખોળે બેસીને કવિ પ્રકૃતિના અપાર રૂપમાં એ માનાં દર્શન કરી રહેલ છે. વર્ષાઋતુ આવે છે. દુર્જનના કાળજા જેવા વાદળાં આભને સાંકડે કરે છે. જાણ્યા છતાં ભૂલેલા માનવીના
તો કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
છે.