________________
૧૦૨
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ અવકાશને નાશ અને ઉત્પત્તિ બંને બુદ્ધિમાં આવી શકતાં નથી. બીજાં ચાર તત્ત્વોની ઉત્પત્તિ અને યુક્તિથી જાણી શકાય છે. દાખલા તરીકે પૃથ્વીનું જળમાં ડૂબી જવું, જળનું અગ્નિમાં બળી જવું, અગ્નિનું વાયુમાં મળી જવું. વાયુનું આકાશમાં લીન થવું. પણ પિલાણને વિનાશ બુદ્ધિગમ્ય નથી, કે પિલાણ ન હોય પછી શું હોય! આ અપંચીકૃત વિષય મન અને કલ્પનાથી બહુ દૂર છે. હે મા ! આવાં અનેક આકાશ તું સરજી શકે છે. આ તારી શક્તિના અંશને પામવા માનવી કાયમ મથી રહ્યો છે. પણ હજ એને પાર લઈ શક્યો નથી. ૬
હે મા ! સાગર જાણે તારે નાવાને હજ હોય એવો લાગે છે. એ સાગરનાં દર્શનમાં તારા રાસનાં દર્શન થાય છે. પાણીના વેઢ એ નવ લાખ લેબડીવાળી શક્તિઓના હાથ હોય અને સામસામા રાસડાના તાલ લેતા હોય એમ લાગે છે. એ સાગરની વીળ (ઓટ) વખતે જાણે તું ડૂબકી મારે છે, એટલે કાંઠા પરનાં પાણી પાછાં જવા માંડે છે. અને તું તળિયેથી જ્યારે બહાર નીકળે છે, ત્યારે સમુદ્રમાં ભરતી થાય છે. આમ હે મા ! સાગરમાં તું ડૂબકીડોળ રમતી હો તેવું લાગે છે. ૭
વાદળીઓના છેડા પકડી પહાડો માથે એને તું પછાડે છે અને પછી નદી બનીને ઘોર ગર્જના કસ્તી સાગર તરફ જાય છે. અષાઢ મહિનામાં આકાશમાં ચડી હું નીચે મીટ માંડું છું ત્યારે જળરૂપી પલંગ પર લીલી ઓઢણી ઓઢી તને શાંતિથી નિદ્રાધીન થએલી દેખું છું. ૮
હે મા ! હેમંત ઋતુમાં જાણે હિમાલય ઉપર બેસીને તું શીતળ ગીત ગાઈ રહી છે એવું લાગે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં તારું સંગીત સંભળાય છે, અને વસંત આવતાં વૃક્ષેત્રક્ષની ડાળીએ ફૂલ કૂલમાં તારાં દર્શન થાય છે. ૯
પ્રકતિમાં વિલસી રહેલ માના આ વિરાટ દર્શનના વર્ણન પછી કવિના ચિત્તમાં ઇતિહાસની યાદ સળવળી ઊઠે છે. જયારે અનેક દાનવો ધર્મને લેપ કરી ત્રિલોકને ત્રાહિ ત્રાહિ કરાવવા માંડેલા ત્યારે માત્ર લીલારૂપ ભયંકર સ્વરૂપ ધરીને હે મા ! તેં એ અહંકારી મહાન રાક્ષસને રણમાં રોળી દીધા હતા. આવા તારા અનેક યુદ્ધોનાં વર્ણન ઋષિ, મુનિ અને ચારણોએ કરેલ છે. ૧૦
હે મહામયી ! તારી તલવારને તે અનેક વાર દુષ્ટ રાક્ષસના લોહીમાં રંગેલી છે. અનેક યુદ્ધો તે કરેલ છે, અને ધર્મવંસી અનેક દૈત્યોનાં લેહીથી તેં તારું અપર ભરેલ છે. ૧૧
હે ભવાની ! હજારો અને લાખો હાથે ખાંડાં અને ખડગ ધારણ કરી તે દાનવકુળને સંહાર કરેલ છે. મહાન પર્વતાકાર રાક્ષસે જેણે ધર્મના માર્ગને રોકેલે હતે એના કંધે તે તોડી નાખ્યા છે. ૧૨
હે માહેશ્વરી જ્યારે હિરણાક્ષ નામને દંત્ય પૃથ્વીને રસાતળ લઈ જતો હતો ત્યારે તે વારાહ ભગવાનમાં તારી શક્તિ મૂકી ધરતીને ઉદ્ધાર કર્યો હતો, અને જળમાં યુદ્ધ કરી ભયંકર રાક્ષસને માર્યો હતા, તને સેવનારો વર્ગ તારું શરણ છે, તારાં ગુણગાન કરે છે, એવી હે અનંત જગતને ધારણ કરવાવાળી મા વારાહી ! તું કઈથી ગ્રહણ થઈ શકે તેવી નથી ૧૩
હે યોગમાયા ! પ્રહલાદને આર્તનાદ સાંભળી તું ઉતાવળે દોડી આવી, એવી નૃસિંહને ધારણ કરનારી હે નારસિંહી ! વિકરાળરૂપે તે થંભમાં દર્શન આપી હિરણ્યકશિપુને પછાડી તેના પ્રાણ હર્યા હતા. કારણ કે એ દાનવ રામને-સત્યનો વિરોધી હતે. ૧૪
ન ઇ કવિ દલા કોણ રમ્રત-la