________________
કાગવાણી
૨૦૫
છે. બાકી તે ઋષિઓ, કવિએ અને પડિતા પેાતાની વાણી પવિત્ર કરવા તારા સ્વરૂપને વખાણે છે. મેં પણ એ રીતે મારી મતિના છાબડામાં તારા ગુણગાનના તાલ કરેલા છે. ૨૦
હે કાગની ઈશ્વરી ! હું તારા ચરણે નમસ્કાર કરું છું. તારું કાળીરૂપે પુરાણા વર્ણન કરે છે. પણ કાળી એટલે જીવદ્યાત કરવાવાળી નહિ પણ ભદ્રકાળી; એટલે કલ્યાણ કરવાવાળી હું જનેતા ! તું સાળે કળાથી સદાએ પૂર્ણ અમેાધ રૂપવાળી અને કારણ વિના પ્રાણી માત્ર પર દયા કરવાવાળી છેા. કારણ કે, પશુ પંખીને એનાં બાળકોમાં કાઈ સ્વાર્થ હાતા નથી, છતાં એના પર અપાર સ્નેહ વર્ષાવે છે. માનું સ્થાન જ અદ્ભુત છે. ત્રણે કાળમાં જેની કૃપા નાશ નથી પામતી એનું નામ માતા. હે મા ! તારી મારા પર અપાર યા છે છતાં તારી વિશેષ કૃપાને હું પાત્ર બનુ એવા મારા અખંડ વિશ્વાસનુ પાષણ કરજે. ૨૧
સંવત ૧૯૯૦ની સાલ વૈશાખ સુદ બીજ ને બુધવારે ભાવનગરમાં અતિ પ્રસન્નતાથી, શ્રી. લક્ષ્મીનાથ શિવનાથ વ્યાસ જેવું મકાન ધેાગાગેટ સામે છે અને એ મકાન સામે મેરૂ ખવાસનાં સ્થાપેલ અંબાજી છે, જેની મહા સૌમ્ય મૂર્તિ છે, તેને સોધી આ ભુજંગી છંદ ૨૧ કડીનેો બનાવેલ છે. મારું શરીર ત્યારે સ્વસ્થ ન હતું, પણ આ સ્તુતિ પછી તરત જ મંદવાડ ચાલ્યેા ગયેા. હે મા ! તુ' સકળ આધિવ્યાધિને હરવાવાળી છે, સંસારસમુદ્રને તારનારી છે, જળમાં અને સ્થળમાં તારા ઠેકઠેકાણે વાસ છે. હે જનેતા ! આપના વિશ્વાસને એવા મજબૂત તાર લાગેલ છે કે કદી એ દઢતા ટળશે જ નહિ.
નંદરાણી
મારા અત્યાર સુધીમાં લખાયેલાં ગીતામાં કયાંયે માતા યશાદાનું નામ આવ્યું ન હતું, એ વિચાર આવવાથી આ કૃષ્ણ અવતારના ગીતા લખવાં શરૂ થયાં. એમાં ‘માતા યશાદાનું આંગણું' એ ભાવ બધાં ભજનના આત્મા સમાન છે, ભગવાન કૃષ્ણ સવારમાં તે!ફાન કરે છે છાશ ફેરવવાના સમય થઈ ગયા છે, ગાયાની ધકબક લાગી રહી છે, વાછરુ કૂદી કૂદીને માતાને ધાવવાં લાગ્યાં છે, એવે સમયે દેવનારી જુદાં જુદાં રૂપ લઈ છાશ માવા નંદરાણીને આંગણે આવેલ છે. જેને ત્યાં છાશ લેવા જાય તેના ધરનું ઘેાડુ ક કામ એ છાશ માગનારી બાઈએ કરી આપે. આ બાઈઓના ટોળામાં લક્ષ્મીજી પણ આવેલાં છે. તે નંદ રાણીની હેલ લઈ તે પાણી ભરવા લાગ્યાં છે. ઇંદ્રાણી છૂપે વેશે માટીની કુલડી લઈ લાંખેા હાથ કરી કહી રહી છે કે, ‘માતા ! મને છાશ આપો...' આ બધી ધમાલ વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણનું તાફાન વધી જાય છે. માતા યશાદા ખીજાઈ તે એક દોરડાથી તેને માટા ખાંડણીઆ સાથે બાંધી દે છે. અહા ! ધનભાગ્ય માતા યશેાદાનાં ! કે, જેની અલ્પ માયાએ અનેક બ્રહ્માંડાને બાંધી લીધાં છે, એવા ભગવાન આજે એના દોરડા વતી બંધાઈ જાય છે. · હું માતા યોાદા ! તારુ ધણા દિવસથી લેણું હતું, ચેપડા પણ બાંધીને અભરાઈએ ચડાવી દીધેલા હતા; તે કરજ આજે ચૂકતે થઈ ગયુ છે. સૃષ્ટિના સકલ જીવ માત્રમાં હું માં ! તારા જેવાં કેાનાં ભાગ્ય વખાણું !” ‘કાગ' કહે છે કે, ‘હે માતા ! ઉધાડે પગે જગતના નાથ જે આંગણાંમાં એસરીમાં અને પગથિયાં પર ખેલે છે, એ પગથિયાંને એક નાનકકો પાણા તે વખતે હું સરજાયા હત તો પણ કૃતા બનત.”
કદ્મિશ્રી દુલા કા। સ્મૃત્તિ-ગ્રંથ