________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ –ગ્રંથ
નમો માત કાગેશ્વરી ભદ્રકાળી,
કળા સોળ ધારી રૂપાળી કૃપાળી; દયા દીઠસે દાસ અંગે નિહારો,
ભરેસ મુંહી એક અંબા ! તિહારો.—૨૧
છપ્પય સંવત શ્રેષ્ઠ ઉગનીસ, સાલ નેવું સુખદાઈ શુકલ બીજ બુધવાર, માસ વૈશાખ સુહાઈ,
સ્નેહપુરી કરિ વાસ, અતિ હિમેં હુલાસાયો, લક્ષ્મીનાથ, ભવન, મુનિ રહી કે ગુન ગાય.
તન વ્યાધિ હરન તારનતરન, જળ થળ રૂ૫ જિણો બા; ‘કાગ’ લગે તૂટે નહિ, તાર એક અંબા તણો.
અર્થ હે અંબા ! તું શાંતિ સ્થાપવાવાળી છો. શાંતિ કેણ સ્થાપી શકે? જેનું સ્વરૂપ શાંતિમય હોય. શાંતિ એ અભયની પુત્રી છે અને અભય એ નિર્દોષતાનું બાળક છે. હે દેવી! તું તારા આચરણ અને આશીર્વાદથી સઘળા દોષને નિવારનારી છે. જ્યારે માનવીમાં દોષ હોતો નથી ત્યારે આપોઆપ અભય જન્મે છે. ખોટા વિવેકમાંથી ખુશામત, જુઠી ક્ષમામાંથી નબળાઈ, કંજુસત્તામાંથી ચોરી, અપરાધમાંથી ભય અને ભયમાંથી રાજશાસન જન્મે છે. વળી, હે મા ! તારી જગતશક્તિ સર્વનું ભરણપોષણ કરે છે. એટલે તું થાળી લઈને ઘરોઘર ફરતી નથી પણ પંચતત્ત્વનું જે યંત્ર બનાવ્યું છે તે આપોઆ૫ અન્ન, ઘાસ, ફળ વગેરે સમયસર તૈયાર બનાવી આપે છે. સઘળાં બીજને ઢાંકી તારી મહાશક્તિ અણુ અને પરમાણુરૂપે રહી છે.
પ્રાણી માત્રને સહુથી વધારે જરૂર પવનની છે. તો એ વાયુ વિના મૂલ્ય રંક-શ્રીમંત, કીટ-પતંગ અને મછર–ગરુડને મળ્યા કરે છે, તેમ જ વનસ્પતિને પણ જ્યારે જેટલે જોઈએ ત્યારે એ પવન મળ્યા કરે છે. બીજી જરૂર પાણીની. પાણી વિના એક ઘડીમાં પ્રાણી મરતું નથી, જેથી એ જરા દૂર રાખ્યું. તેમાં માનવીને ચેતન અને શ્રમવંત બનાવ્યો, નદીથી, કૂવાથી; તળાવથી, ગમે ત્યાંથી પાણી ભરી લાવે. પછી જરૂરિયાત આવી અન્નની. બીજ તો તે બનાવ્યાં પણ ધરતી માનવીએ ખેડવી જોઈએ, વરસાદ તે વરસાવ્યો પણ માનવીએ ખેતરમાં સુંદર વાવણી કરવી જોઈએ. પછી બીજ ઊગે, જીવનશક્તિ ડોકિયું કરે, ત્યારે માનવીએ એની ચારેક માસ રક્ષા તથા સારવાર કરવી જોઈએ. આ અપાર સિદ્ધિ વચ્ચે મનુષ્ય ભૂખ્યો રહેતો હોય તો તે આળસ, વ્યસની અને થયેલા જ્ઞાનમાં જેને ધ્યાન નથી હોતું તે જ રહે છે.
BHAT GIRIDI સમi,