________________
કેટલાંક મીઠાં સ્મરણો
| શ્રી ચિતરંજન રાજા
દુલાભાઈ કાગ-ભગતબાપુ-એટલે હરતું ફરતું ચારણી સાહિત્ય. ડગલે પગલે સાહિત્યનું એક એક સંભારણું થાય. એમના નજીકના સંપર્કમાં આવનાર આવા સંભારણાથી એટલા સભર થાય કે લખવા બેસે તો સંભારણાની વિપુલતા જ એને હંફાવે. કયું સંભારણું લખવું અને કહ્યું છોડવું ? દરેક પ્રસંગને એનું આગવું પિત. કયે પ્રસંગ ઓછો મહત્ત્વને અને કયે વધુ મહત્ત્વને એ નકકી ન થઈ શકે. ભગતબાપુનાં સંભારણાં લખવા બેઠો છું ત્યારે હું પણ આવી જ મુસીબત અનુભવી રહ્યો છું.
સાલ તે યાદ નથી પણ એક વખત આકાશવાણી તરફથી અખિલ ભારતીય લોકસંગીત ઉપર એક સેમીનાર રાજકોટ મુકામે યોજાયેલ. દરેક પ્રાંતમાંથી આ વિષયના સંશોધકો અને વિદ્વાને પોતાના નિંબંધ વાંચવા આવેલા. પ્રસંગનું પ્રમુખ૫૬ ભગતબાપુને સંપાયેલું. સેમીનારમાં ભાગ લેનાર તામિલનાડુનાં એક બહેન જેઓ આ વિષયમાં પીએચ. ડી. હતાં, એમણે નિબંધ અંગ્રેજીમાં વાંચ્યો અને વસ્તુના સમર્થનમાં જ તામિલ ભાષાનું એક કવિત ગાયું. બાપુ ભાષા તે નહોતા સમજતા પણ આ કવિત ચારણી સાહિત્યને એક છંદ જ લાગે. તામિલ ભાષાને અને ડીંગપને કંઈ સંબંધ ખરો? એ પ્રશ્ન પણ થયો. બાપુને તે આ કવિતામાં એક લઘુને પણ ફરક લાગે. બહેને જ્યારે પૂરું કર્યું ત્યારે ભગતબાપુએ મારા મારફત એ બહેન પાસે ઉપલી વાત મૂકી. એ બહેનને આ વાત ગળે કેમ ઉતરે ? પણ ભગતબાપુએ કંઈ પણ દલીલ કર્યા વિના ચારણી
છંદ ગાઈ બતાવ્યો અને પેલાં બહેનની ક્યાં ક્ષતિ થાય છે એ પણ સમજાવ્યું. ખૂબી તે એ છે કે એ બહેને એ ક્ષતિ કાઢી નાખી ગાયું ત્યારે એમને પિતાને પણ આશ્ચર્ય થયું. તામિલ ભાષાને ડીંગપ સાથે શું સંબંધ એ તે એક સંશોધનને વિષય છે.
એક બીજો પ્રસંગ યાદ આવ્યું :
આકાશવાણી તરફથી જૂનાગઢથી લોકસાહિત્ય શાળામાં રેકેડીગ થતું. તેમાં હાજર રહેવું એ એક અનેરો લ્હાવો હતો. એક વાર ચારણી ભવાઈ ઉપર, વાત નીકળી. બાપુએ રેકેડીગ ન કરવાની શરતે ઊભા થઈ જે હળવાશથી અને ભાવપૂર્ણ ગીતે ગાયાં એ આનંદ તે અવર્ણનીય છે.
એક વધારે પ્રસંગ યાદ આવે છે. બાપુ તો ગુજરાતી ભાષાના અને તેમાં પણ લોકકવિ એટલે રાષ્ટ્રીય ફલક ઉપર તેઓ અજાણ્યા રહી ગયેલા. ભાઈ શ્રી ઢેબરભાઈનું આ વાત ઉપર મેં ધ્યાન ખેંચ્યું કે રાષ્ટ્રીય કક્ષાએ કવિશ્રીનું સન્માન થવું જોઈએ. આ વાત ભાઈ શ્રી ઢેબરભાઈને ગળે ઉતરી. તેઓ એ વખતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કચેરીના પ્રમુખ હતા. એમણે એ વખતના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદને ત્યાં બાપુ પાસે રામાયણનો એક પ્રસંગ રજૂ કરાવે. બાપુએ એ પ્રસંગ તુલસીદાસજીની ચંપાઈ તેમજ ચારણ શૈલીમાં રજૂ કર્યો. પ્રસંગ હો રામવનવાસનો જેમાં સીતાજીએ તે સાથે જવા સંમતી મેળવી લીધી પણ ઊર્મિલાને લક્ષ્મણે સંમતિ ન આપી. એટલે તેને પતિથી વિખૂટી પડી ઘેર બેસી રહેવું પડે છે. કવિશ્રીએ આ પ્રસંગને ઉઠાવ એ રીતે કર્યો કે ત્યાગ કોન વધે સીતાને કે ઊર્મિલાને ? પછી ઊમિલા
છે
કnશ્રી દુલા કાકા સ્મૃIિ-ડાંથી