Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag

View full book text
Previous | Next

Page 201
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ અર્થ ચારણના અપાર હેતના આ જુનવાણી શબ્દો છે “તારાં ઘાંઘળાં લઉ” ઘાંઘળાં એટલે મીઠડાં, દુખણાં. એવી જ રીતે “ભામણાં શબ્દ પણ છે, અને “વારણને પણ એ જ અર્થ છે. જીવ જ્યારે જીવ મટે છે ત્યારે શિવ બને છે. કોઈ પણ માનવી જ્યારે પિતાના ઈષ્ટદેવ રૂપ બની જાય છે ત્યારે તે સ્વરૂપને પામે છે. એમ માનો ઉપાસક પુરુષ શક્તિની પર પહોંચી માતૃશક્તિરૂપ બની જાય છે અને માને વિનવે છે કે હે જનેતા ! તારાં ઓવારણાં લઉં છું. હે મા ! તારા ઉપર અનેકવાર વારી જાઉં છું. ઓળઘોળ થઈ જાઉં છું. કારણ કે હે જનેતા ! ઘણાંનાં હૃદયરૂપી કોડિયાં સાવ ખાલી પડેલાં એમાં મેં માણસાઈના દીવા પ્રગટાવ્યા છે. ૧ જેનાં હૈયાં ઉજજડ બની ગયેલાં, જેનામાં માનવતાને એક પણ છાંટો ન હતો એવા કાળજુના અસુરી એરડા ઉઘાડી એના હૈયામાં શ્રીરામ અને મા સીતાની સ્થાપના કરી તેની અક્કલની આંખ તે ઉઘાડી દીધી. ૨ આ સંગદેષ અને પોતાના કર્મદોષે કરીને જે સંસારમાં તદન ભલા પડેલા એવા પાપી અને પતિતો સામે કેઈ મીટ પણ ન માંડે તેવા અધમ જીવોને તેં તારે ખોળે બેસારી માનવતાને માર્ગ બતાવ્યો. ૩ હે મા પાપકર્મથી જેનાં હદયરૂપી ખેતર ખારાધૂધવા બની ગયેલાં એનાં બળિયાંને તે મીઠાં બનાવી દીધાં અને એના હૃદયખેતરમાં ભક્તિ, દયા, અહિંસા, શ્રમ અને સત્યનો બગીચો બનાવી દીધો. ૪ હે જોગમાયા ! તે મહેનતની પ્રતિષ્ઠા કરી. આજિવિકા માટે ખેતીને ઉત્તમ ગણી. ધીંગા બળદે રાખ્યા અને પોતે મહેનત કરી અને ઉત્પન્ન કર્યા. હે મા ! તારા ખેતરમાં દાંત ખોતરવા જેટલું પણ ઘાસ નથી. તારા કાળા ખેતરને શી ઉપમા આપું ? માંજેલ પાટી કે કુડા માનવીનું કાળજુ ! ૫ હે મા ! તે ગાય અને ભેંસનું સુંદર રીતે પાલન કર્યું છે. જાતે ઘાસ નીરવું, જાતે ખાણ દેવું, પશની બધી બરદાસ્ત પોતે જાતે જ કરવાની. પ્રભાતે એનું ગોરસ એટલું ઊજળું લાગે છે કે જાણે કે સંતની કરણી. (આચરણ) હે મા ! વહેલી સવારે તે તારે આંગણે છોશ તૈયાર થઈ જાય છે. ૬ હે મા ! તું બહુ બેલતી નથી. બે ચાર મોતીના દાણા સહુને ભેટ આપે છે. આળસ તો મહેનત કરે. સત્ય શીખે. કેઈને દુ:ખી ન કરે. વિદ્યા ભણે. હે માનવીઓ ! હે માના છોરુ હેવાને દાવો કરનાર ચારણો ! આ ઉપદેશમોતીને કઈ ધાબળામાં બાંધીને ગાંઠ ને વાળશે; નહિતર ગાંઠ છૂટી જશે અને મોતી પડી જશે. ૭. હે મા ! હું ‘કાગ’ તે તારી દયાને દીવો છું. ફક્ત એટલું માગું છું કે કોઈ અજાણના મારગમાં અજવાળે કરતે કરતે ઓલવાઈ જાઉં, ભલે બંધ થઈ જાઉં. ૮ S : કuિથી દુલા કાગ રમૃnિ-ai ) NIIMa

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230