Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag

View full book text
Previous | Next

Page 206
________________ કાગવાણી ૧૯૩ પપપપ તે સધને પિવી સકળ, વર્ણ વીશેત્રે નાત; અવતારી અન્નપૂર્ણા, ધન ધન સેનલ માત...૧૯ જુગ જુગની જગદીશ્વરી, આઈ દહાણ ઉતપાત; નમો નમો નારાયણી, મઢડાવાળી માત...૨૦ માનવ કો” પડશો નહિ, કપટ તકને ફૂપ; તર્ક રહિત નિર્મળ સદા, સેનલ બ્રહ્મ સ્વરૂપ...૨૧ આઈ માં સોનલને ભાવ આ કાવ્યને ભાવાર્થ નીચે મુજબ છે. આઈ સેનબાઈમા બધા ચારણને કહે છે કે – “ચારણો આવા હોવા જોઈએ. મને એવા પુત્રો બહુ ગમે છે, જે ધીરજવાન હય, જેમના મન ઠેકાણે હોય, જે કદી પાપના ભાગીઆ ન બનતા હોય, અને જેમના હૃદય કાચ જેવા ઊજળાં અને નિર્મળ હોય. એમની વાણી એવી હોય કે જેને સાંભળી પ્રાણી માત્ર રાજી થાય. જે મનના ઉદાર હોય, સુંદર કવિતા રૂપી ફૂલ જેમના મોઢામાંથી ઝરતાં હોય. જેમણે ક્રોધને જીત્યો હોય, જે આળસુ ન હોય, પોતાના કામમાં ચીવટવાળા અને પુરુષાર્થ હોય, કેઈનું સારું દેખીને જેમને કંઈ પણ દુઃખ ન થતું હોય, અને કેઈના દોષ પોતે કદી પણ જોતા ન હોય. પિતાની સંપત્તિ તે ગરીબોને આપે, સાથે સાથે પિતાની બુદ્ધિ પણ બીજાને સુખી કરવામાં વાપરતા હોય. ઈશ્વર તથા પિતાના બે હાથ સિવાય કોઈની જેમને આશા ન હોય. વળી, બુદ્ધિનો પાશલે બાંધી દેડી બુદ્ધિવાળા નિર્બળ માનવીઓનો જે કદી શિકાર ન કરતા હોય. જેમને આંગણે દરરોજ મહેમાનો આવતા હોય, ખોટાપણાને જે ધિક્કારતા હોય અને રામાયણ તથા ગીતાના ગાનારા હોય, તથા જે બીજાનાં દુઃખ ટાળવા માટે પિતાના પ્રાણ આપવા પણ તૈયાર હોય. જે કેરા અહિંસક સાધુ જેવા ન હોય, પણ લડાઈના મેદાનમાં જ્યારે શૂરવીર હુરમનેથી પાછા, ભાગતા હોય, તે વખતે આગળ ચાલી વીર રસના ગીત ગાઈને એ શૂરવીરોને પાછા ફરતા અટકાવે અને ધર્મ તથા દેશને કારણે મરી ફીટવા લલકારે એવા હોય. દુઃખી તથા ભયભીતને જે આશરો આપતા હોય તેવા વીર અને ભક્ત ચારણોને ઘેર અવતાર લેવાની માતાજીને પણ ઈચ્છા થાય છે.” આઈ સોનબાઈમા કહે છે કે “હે પુત્રો ! વાણીરૂપી મારા દૂધની ધાર તમે ઝીલી લેજો ખૂબ પીજો અને પચાવજે. એટલી ટેક રાખશે તે તમામ ચારણ પુત્રીઓ વરુડી જેવી જ હશે, અને ચારણ પુત્રો ઈશ્વરદાસજી સમાન બનશે.” માતાજી એક બીજી પણ બહુ સુંદર વાત કહે છે કે, “હે ચારણો ! હવે એકલા જમવાને સમય નથી. ધન દોલત, સંપત્તિ અને બુદ્ધિમાં લાખો દરિદ્રનારાયણને ભાગ છે. સંપત્તિનો ઉપયોગ લોભીઓની માફક પોતે જ એકલા કરશો, તો એવા ભેજનનું તમને અજીર્ણ થશે, અને તે અજીર્ણના ખાટા ઓડકાર આવતાં શરીરમાં મહા રોગ પેદા થશે. એટલે કે તમે બળવાન હો, બુદ્ધિશાળી હો. કciી હતી કI -

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230