________________
આર્ષદટા ભકતકવિ
• શ્રી રામનારાયણ ના, પાઠક
શેત્રુજી કિનારે તરવડામાં અમારી રામવાડી ભક્તકવિ દુલાભાઈ કાગના આગમનથી પાવન થઈ હતી. એમની એ ઢાલ ચઢેલી તેથી તેઓ તેમને ગામ મજાદર આવવા મને લખ્યા કરતા હતા. એક વાર તેમના કવિહૃદયની પ્રસાદીરૂપ પત્ર મળ્યો. તેમાં અંતે લખ્યું હતું :
દશરથ સુત હી મિલે શુચિ શબરી કે ધામ; મજ-આદરમેં કબ મિલે
કાગ કવિ કો રામ ! થેલે ખંભે મૂકીને હું મજાદરને માર્ગે ચાલી નીકળ્યો. ડુંગરથી પરમાર્થ પરાયણુનેહી શ્રી કલ્યાણજીભાઈની સાથે મજાદર પહોંચ્યા. ખૂબ ભાવથી ભેટયા. આંગણામાં લીમડાની છાયા નીચે જ બેઠક જમાવી બપોરના ભોજનને અને જમ્યા બાદ “અન્ન દેવતાને પિઢાડવાન” થોડા સમય બાદ કરતાં સવારથી સાંજ સુધી સાહિત્ય રસાસ્વાદ માણ્યો.
ભક્તકવિ પોતાની એક કાવ્યકૃતિ સંભળાવે અને પછી કહે “આવું જ કંઈક સંસ્કૃત સુભાષિત કાઢ”. શાળાને અભ્યાસ નહીં જેવો છતાં કવિશ્રી દુલાભાઈ સંસ્કૃત સાહિત્યના શોખીન અને જ્ઞાતા હતા. અમારો સ્નેહસંબંધ એકદમ આટલે નિકટને કેમ બન્ય તેનું કારણ એક વાર તેમણે શોધી કાઢયું.
જુનાગઢના લોકસાહિત્ય વિદ્યાલયમાં એકવાર મિલન થયેલું ત્યારે તેઓ શ્રી જયમલ્લભાઈ જેવા મિત્રને પૂછ્યા કરે. આખરે એક વહેલી સવારે ઉતાવળા આવ્યા અને બોલી ઊઠ્યા.
શોધી કાઢયું.” હું આશ્ચર્યથી સામે જોઈ રહ્યો. તમારા પિતાશ્રી સાવરકુંડલા હતા ?” “જી હા”.
“બસ, હું તેમની પાસે “ચંપુ ભારત” શીખવા જતો.” - મહાકવિ અનન્ત ભટ્ટ વિરચિત “ચંપુ ભારત” ચમત્કૃતિ પૂર્ણ સંસ્કૃત સાહિત્યને અભુત ગ્રંથ છે. કવિશ્રીએ તેને ઊંડો અભ્યાસ કરે તેવી જ રીતે પીંગલ, પંચદશી, પુરાણ વગેરેનો અભ્યાસ પણ ખરો. એટલે તેમનાં ઉત્તમ કાવ્યો સાંભળીને હું સંસ્કૃત સાહિત્યમાંથી તેવા જ ભાવાર્થનું કઈક સુભાષિત કહું ત્યારે બહુ રાજી થાય.
કવિશ્રી દ્વારકા રણછોડરાયજીનાં દર્શને ગયા હતા. એની વાત કરી. ભગવાનની મૂર્તિ સામે બેસીને એકતાર બનેલા એ વખતે ભક્ત હૃદયમાંથી ગંગાના પ્રવાહની પેઠે આપોઆપ વહી નીકળેલું કાવ્ય સજળ નયને ગાઈ સંભળાવ્યું.
“વહાલા તમે સુખડાં દીઠાં કે સંતાપ જનમીને જદુકુળમાં હજી.”
ભક્તિભાવપૂર્વક આખું કાવ્ય ગાયા બાદ ઘણીવારે સ્વસ્થ બન્યા. આજે પણ મને એમનું અશુપૂર્ણ મુખારવિંદ નજરે તરે છે.
થોડીવાર રહીને મેં કહ્યું : “આવું સમકાવ્ય તે મહાકવિ ભવભૂતિના ઉત્તર રામ ચરિતમાં જોવા મળશે. ભવભૂતિ કહે છે; “દુઃવ સંવેદના વૈવ, રામચેતન માહિતમ !” કવિવર રવીન્દ્રનાથે એક વાર કહેલું.
* *
.
.
.
.
.
.
પણ કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કરી,
જ; ;