Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag

View full book text
Previous | Next

Page 196
________________ “માનવીને માથે કલ્પી શકાય એટલાં બધાં જ દુઃખ (ગાંધીજીએ) સામે ચાલીને અન્યને માટે સહ્યાં છે. મહાપુરુષોનાં જીવન લોકહિતાર્થે સમર્પિત થયેલાં હાય છે અથવા એમના મનુષ્ય જન્મને એ જ હેતુ હાય છે. એમાંથી દ્રૌપદી ચીરાકણુની વાત નીકળી. ભક્તકવિએ સ્વરચિત કાવ્ય સંભળાવ્યું. ધની માનેલી બહેનની વહારે શ્રીકૃષ્ણ દોડી આવ્યા. ગીત પૂરું થયું એટલે કહે “ચંપુ ભારતમાં આને શ્લોક છે તે સંભળાવા’’ ચંપુકારે પણ એવું જ સુંદર વર્ણન કરેલુ છે : તસ્યા સભામાં હિયમાણ વસ્ત્રા તન્મ્યા નિતëાત્ સહસાવિરાસીત ! કસારિ કારૂણ્ય પય : પયા ધે : કલ્લાલ માલેવ દુકુલપ`ક્તિ : ૫ કૌરવાની એ સભામાં, દ્રૌપદીનાં વસ્ત્રો ખેચવાની તૈયારી થઈ તે જ વખતે એમના કટિ ભાગમાંથી, શ્રીકૃષ્ણ પરમાત્માની કરૂણાના ક્ષીર સાગરનાં મેાજા' ઉછળતાં હોય તેમ મૂલ્યવાન વસ્ત્રોને મહાસાગર હિલેાળા લેવા લાગ્યા. કવિ કાગે પાતાનાં કાવ્યમાં દ્રૌપદીનાં વસ્ત્રો પૂરવા ભગવાનને આવવાનું કારણ દર્શાવતાં શેરડી કાપતાં હાથે લાગેલી પાળીની કથા લખેલી છે એને માટે એક હિંદી કવિનું કાવ્ય યાદ આવ્યું, જેમાં દ્રૌપદીએ મેાટાભાઈ ને હાથે પાટા બાંધવા હીરકારી ચીર ફાડયું હતું. એમાં ત્યાગ નહીં પણ ભ્રાતૃપ્રેમ હતા. ખડે ભાઈ ધનશ્યામ ! આપ હુ જો આવે કામ, નિકાલ દઉં નસે તમામ, યે તે રેશમ કે ધાગે હૈ. ધાગે ભી પુરાને, યામે દુભ હમ માટે કહા ? દુલ્હન કે જેડે થા દુલ્હા કે વાધે હૈ ? લેખા ૧૯૩ મૈને નહીં ફાડા ચીર, ધાગે દેખતે હૈ પીર; હા કે અધીર મેરા ચીર છેડ ભાગે હૈ. યે હૈ અભાગે જે મઢે નહીં આગે. કવિ અંગુલી પર લાગે, ભાગ્ય ઊન્ડીકે જાગે હૈ. ત્યાર બાદ કવિશ્રીએ મેધ અને મેઘના મિત્ર મયૂર ઉપરના હૃદયંગમ કાવ્યા સભળાવ્યાં અને એવાં સંસ્કૃત કાવ્યની માગણી કરી, કવિશ્રીને સાંભળવામાં એક રસ બનેલું ચિત્ત તૃપ્ત થતું ન હતું. જાણે યુગો સુધી સાંભળ્યા જ કરીએ પણ કવિશ્રીની આજ્ઞાનુસાર તેમનાં કાવ્યોમાં રહેલો ઊંડો ભાવ વ્યક્ત કરતું મયૂર અન્યાક્તિનું કાવ્ય સંભળાવ્યું : કેકા કર્ણામૃત તે કુસુમિત કબરી કાન્તિહારા : કલાયા : ૫ કણ્ઠચ્છાયા પુરારે લરુચિ રુચિરા સૌહદ મેધસ થૈ ॥ વિશ્વદ્વેષી દ્રિજિત્થ કુદુરુપિશિતે નિત્યમાહાર નૃત્તિ ! કે: પુણ્યઃ પ્રાપ્યખેતત્ સકલમપિ સખે ચિત્ત વૃત્ત' મયૂર ।। અમૃત જેવા મીઠા તારા ટહૂકાર, રૂપાળી કલગી, મનેાહર કળા દાખવતા કેશકલાપ, વિશ્વકલ્યાણ અર્થે વિષપાન કરનાર મહાદેવના જેવી કાંડની, રૂચિકર, નીલવણી` છાયા, અને જગહિતાર્થે સ્વાર્પણુ કરનારા મેઘની મૈત્રી; માનવદ્વેષી સ`ના આહાર, આ બધી આંતર ખાદ્ય સ`પત્તિ હૈ વહાલા મિગ મયૂર ! તને એવા તે કયા પુણ્યના પ્રતાપે પ્રાપ્ત થઈ છે ? આ શ્લોકમાં કવિએ કશું જ કહેવાનું બાકી રાખ્યું નથી. માણસ પોતાના મિત્રોથી એાળખાય છે. “સમાનશીલ વ્યસનેષુ સખ્યમ” મેઘના મિત્ર મયૂર એટલી એક જ ઉપમા તેનુ સર્વાંગ સ ંપૂર્ણ આભિજાત્ય વ્યક્ત કરે છે. અને દ્વેષ તથા ઇર્ષ્યાનાં ઝેરથી વિશ્વને વિનાશના પંથે દોરી જતા એ જીભે મેલનારાને જ આહાર ! સદાય ઉચ્ચ ભૂમિકા ઉપર સ્થિર રહેનારા, વેર-ઝેરનાં પાન કરનારા, પેાતાના ટહુકારથી જગતને આનંદવિભાર બનાવતા, નિજાનંદમાં કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ '

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230