________________
૧૮૧
લોકગીતમાં રાગ, ઢાળ અને લયનું વૈવિધ્ય પણ અત્યંત ધ્યાનપાત્ર છે. અર્વાચીન ગીતોમાં એ પૈકી થડાક જ રાગ, ઢાળ કે લયનો પ્રયોગ થયે દેખાય છે. આજનો કવિ ગીતરચનાનું તંત્ર જાળવીને તેમાંથી ગેયતાનો લેપ કરવા ચાહે છે. કૃતિના ભાવ અને અર્થના વિકાસમાં ગેયતા અવરોધક ન બની જાય તે માટે તે પ્રયત્નશીલ રહ્યો છે. કેટલીક વાર તે રાગ કે ઢાળને ત્યજી માત્રામેળી બીજનું પુનરાવર્તન કરે છે. એ રીતે આજની ગીતરચનાઓ એના ગેયતત્તવોને, કહો કે સંગીતમય અંશને ગાળી કાઢવા ચાહે છે. છતાં લેકગીતના સંદર્ભોને તે સર્વથા ત્યજી દે છે. એવું પણ નથી: લેકગીતના રૂઢ ભાવ સંદર્ભો કે ભાવચિત્રોને નવા જ પરિવેશમાં તે યોજી આપે છે.
કે બગલાં ઊડી ગયાં ને પગલાં એનાં પડી રહ્યાં રે લોલ આંગણ આસોપાલવ ઝાડ ને બગલાં ઊડી ગયાં રે લોલ બગલાં ઊડી ગયાં અંકાશ ને પગલાં પડી રહ્યાં રે લોલ ન જોયા દાદાએ કે દેશ ન જોયો દાદાએ પરદેશ ને દીકરી દઈ દીધી રે લોલ...
(“કયાં', પૃ. ૮૪) . લેકગીતનાં બીજાંકુર ધરાવતાં રૂપકો કે પ્રતીક આજના કવિના ભાવવિશ્વમાં કેવી રીતે રોપાઈ જાય છે તેનાં બીજાં એક બે દૃષ્ટાંતે જોઈએ :
એક લોકગીતમાં અલૌકિક તરુવરની સુંદર કલ્પના કરવામાં આવી છે: હા મૂળ વના રે એક તરોવર રચિયા,
ફૂલ ફળ લાગ્યાં રે છે.
(લે. સા. મણકે-૨, પૃ. ૫૯) એ સાથે આજના બે કવિઓની નીચેની પંકિતઓ સરખાવો. (૧) મારા વાલમની ડાળીએ રે
એક કૂલ ખીલ્યું છે ! એની ક્યાંયે કળાયે ના ડાળ રે એનું ક્યાં રે હશે મૂળ ?
એક ફૂલ ખીલ્યું છે !
(પ્રલાદઃ બારી બહાર', પૃ. ૧૦૭) (૨) વણવા ને વણીઓ મારા વાડામાં ઘર પછવાડ રે
મોગરો મહોર્યો મહા રે. (બાલમુકુન્દઃ પરિક્રપા', પૃ. ૭૧)
“અભિજાત” સાહિત્ય અને લેકસાહિત્ય વચ્ચે આમ ગીતની ભૂમિકાએ માર્મિક સંબંધ જોવા મળે છે. આપણા સાહિત્યમાં ગીત સિવાય લેકસાહિત્યના બીજા પ્રકારોને ખાસ નોંધપાત્ર ઉપયોગ જોવા મળતો નથી. પણ લેકકવિતાના “મરશિયા જેવા પ્રકારોનો, નવી કવિતાના સંદર્ભમાં મર્માળા વ્યંગ સહ ઉપયોગ નોંધી શકાય. સ્વ. રાવજીની કૃતિ હું શીલાલની યાદમાં તેમ જ રમેશની “રાણી સોનાંદેનું મરશિયું” એ રીતે ધ્યાનપાત્ર છે. રાવજીનું ‘મિસ જુલીયટીનું પ્રણયગીત” પણ એ વિષયના એક પ્રસિદ્ધ લોકગીતની parody છે, એ પણ એક રસપ્રદ
મુદ્દો છે.
આરંભમાં સૂચવ્યું છે તેમ, અધ્યયન માટે આ ઘણું વિશાળ ક્ષેત્ર છે. કોઈ અભ્યાસીએ એમાં મંડી જવું જોઈએ.
Iક કવિન્રી દુલા કાગ ઋતિ-ગુંથાઈ