________________
લેઓ
૧૭
કહેવાનું પ્રાપ્ત થાય છે. હકીકતમાં “અભિજાત' કેટિના “ગીત'ને લેકગીતમાંથી સતત પ્રેરણા અને • પેષણ મળ્યાં દેખાય છે. આપણી છંદબદ્ધ ઉમિકવિતા કે અછાંદસ રચનાઓ લેકચીતથી વિમુખ રહી છે પણ ગીતને તે નવી પ્રાણશક્તિ મેળવવા જાણે કે ગીત તરફ વળવું પડયું છે. એનું કારણ એ હોઈ શકે કે બંને પ્રકારની રચનાઓ, સી. ડી. લૂઈ જેને કવિતા પરંપરામાં Singing Line કહે છે તેની મૂળભૂત આવશ્યક્તા સંતોષે છે. એટલે, ગુંજન (musing)ની વૃત્તિ, ગેયતાને પોષક લયનો વિન્યાસ, આંતરિક સંવાદ અને માધુર્ય એ તો તેમાં પ્રેરક નીવડે છે. જો કે “અભિજાત' ગીતને સજક પિતાની રચનાઓમાં કળાકીય પ્રયજન પર ઉત્કટપણે સભાન રહ્યો છે. એટલે ગીતના ભાવ, ભાષા અને રચના રીતિમાં સૂક્ષ્મતા આણવાને, તેની ભાવવ્યંજનાને અનન્ય વિસ્તાર થાય તેવું સમૃદ્ધ પિત સિદ્ધ કરવાના અને તેનું સુરેખ દૃઢ શિલ્પ રચવાના તે સભાન પ્રયત્ન આદરે છે. એ રીતે “અભિજાત ગીતની રસસમૃદ્ધિ ઘણી સંતર્પક નીવડે એમ બને, પણ તેથી એમ સમજવાનું નથી કે લેકગીતને રસસમૃદ્ધિ નથી. લેક પરંપરાની અસંખ્ય કૃતિઓ પૈકી કેટલીક એમાંના સરળ મૃદુ ભાવના સુરેખ આલેખનને કારણે, કેટલીક મનોહર ભાવચિત્રોને કારણે, કેટલીક બલિઠ કલ્પનાના અભિનિવેશને કારણે તો વળી કેટલીક માત્ર લયહિëળને કારણે મનને ભીંજવી જાય છે.
“અભિજાત” વર્ગનાં ગીતની રસસમૃદ્ધિ લોકગીતથી શી રીતે સંવર્ધન પામી એ ખરેખર એક રસપ્રદ વિષય છે. અહીં માત્ર થોડાંક દૃષ્ટાંતે લઈ આ અંગે નિર્દેશ કરીશ. - લોકસાહિત્યમાં અને વિશેષ કરીને લોકગીતમાં કેટલાંક રૂપકો, કલ્પના અને ચિત્રો' રૂઢ ભાવચિત્રો'
બની ગયાં હોય છે. સૈકાઓ સુધી લોકકવિતામાં ઘૂંટાઈ ઘૂંટાઈને એ “ભાવચિત્રો' લગભગ પ્રતીકની કોટિમાં પહોંચી ગયાં હોય એમ પણ દેખાશે. માનવ આત્મા માટે એરલા નું રૂયક એ રીતે જાણીતું છે. મોર તું તો આવડાં તે રૂપ કયાંથી લાવ્યો રે
મોરલો મરતલોકમાં આવ્યો. –આ રીતે રૂપક બની ગયેલ “મોર” બીજાં અસંખ્ય લેકગીતમાં જુદા જુદા સંદર્ભે સ્થાન પામતે જ રહ્યો છે. એનું “કળાયેલ રૂ૫” સ્વયં એક અદ્ભુત ભાવચિત્ર બની રહ્યું છે. મોર ! મોર ! ક્યાં થઈને જઈશ !
કળાયેલ મોરલે રે!
(લે. સા. મણકો-૭, પૃ. ૧૨૯) અને એ જ “કળાયેલ મોર કવિશ્રી ન્હાનાલાલમાં વળી જુદા સંદર્ભે સ્થાન લે છે. જમનાને કાંઠડે કળાયેલ મેરલે,
મોરલા રે! હારા મનગમતાં મૂલ ! રાજમહેલને કાંઠડે કળાયેલ મોરલે, મેરલા રે ! આપુ દિલમાંનાં ફૂલ.
(રસગન્ધા', પૃ. ૨૪) લેકગીતમાં આવાં અસંખ્ય રૂપકે રૂઢ થઈ ચૂક્યાં દેખાય છે. લેકમાનસને આવા રૂઢપ્રયોગોને કદાચ વાંધો નહિ હોય. વિશ્વપ્રકતિ માટે “આંબા'નું રૂપક પણ તરત જ ધ્યાન ખેંચે છે.
આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજભૂમિમાં આંબાનો છે વાસઃ
સખિરી, આંબો રોપીઓ,
(લે. સા. મણકો-૭, પૃ. ૧૨૧) એ “આંબો' ન્હાનાલાલનાં ગીતોમાં વ્યાપક રીતે પ્રયોજાયો છે. આ સિવાય લોકગીતને અતિ પરિચિત
છે
કપિશ્રી દક્ષા કાકા સ્મૃતિ-ડાંથી