________________
9o.
કાવ્યાંજલિ કવિવર દુલા કાગ ગયા છે
કાગ ગયા છે, કાગ ગયા છે, સ્વર્ગ નિવાસે કાગ ગયા છે; વૈકુંઠવાસે કાગ ગયા છે, વેણ અમૂલા કાગ ગયા છે,
કવિવર દુલા કાગ ગયા છે. કેણુ ગયા છે? કવિવરના સમ્રાટ ગયા છે, જન હૈયાના હાટ ગયા છે; ગીત પ્રાસના લાટ ગયા છે, મહાકાવ્યનાં માટે ગયા છે.
સરિતા સાગર પહાડ રૂવે છે, ગીર જંગલનાં ઝાડ રૂવે છે, કાઠી કાઠીયાવાડ રૂવે છે, ગીત સાવઝની ત્રાડ રૂવે છે.
કનડા કેરી કેર રૂવે છે, નથી નાચતે મોર રૂવે છે, સજ્જન શારદ ઔર રૂવે છે, ચારણ ચારે કેર રૂવે છે. ગીતનાં શણગાર રૂવે છે, સહ કુટુંબ પરિવાર રૂવે છે,
પુરી દ્વારિકા શ્યામ રૂવે છે, રામાયણમાં રામ રૂવે છે. કાગ તમારો રામ રૂવે છે !
સાધુ વિદ્યારામ રૂવે છે ! રાજકેટ
–વિદ્યારામ હરિયાણી
STN EN EL EPIC: Jeroes
*
*