________________
લોકસાહિત્ય અને સર્જાતું સાહિત્ય
• શ્રી પ્રમોદકુમાર પટેલ
સતું સાહિત્ય' એ શબ્દોથી “અભિજાત સાહિત્યની પ્રવૃત્તિને ખ્યાલ મારા મનમાં ઊપસે છે. લેકસાહિત્ય અને “અભિજાત સાહિત્ય વચ્ચે પ્રગટ કે પ્રચ્છન્નપણે કયાંય કઈ સંબંધ રહ્યો છે કે કેમ, અને જે એવો કેઈ સંબંધ હોય એ બે વચ્ચે કશુંક આદાનપ્રદાન સંભવે છે કે કેમ, એ જાતના રસપ્રદ પ્રશ્નો અહીં ઊભા થાય છે. એક ઊંડા અભ્યાસનું આ ક્ષેત્ર બની શકે એવી મારી તે પ્રતીતિ છે. અહીં પ્રસ્તુત વિષયને સ્પર્શતા એક બે મુદ્દાઓ જ ટપકાવી લેવા વિચાર્યું છે.
એટલું તો હવે સ્પષ્ટ થઈ ગયું છે કે મૂળ પ્રયોજન આકાર-પ્રકાર અને ભાષાશૈલીની બાબતમાં આ બે પરંપરાઓ વચ્ચે પાયાના ભેદો રહ્યા છે અને આજે જેને “અદ્યતનવાદી” સાહિત્ય કહેવામાં આવે છે તેની ગતિવિધિ તે લોકસાહિત્યથી લગભગ સાચી દિશાની હોય એમ દેખાશે. ઘડી બે ઘડી એમ લાગશે કે આજનું “અદ્યતનવાદી' સાહિત્ય લેકસાહિત્યથી હંમેશ માટે અલગ બની ચૂક્યું છે, પણ હકીકતમાં એમ નથી. “અધતની કવિતામાં એક ધારા લેકસાહિત્ય અને લેકગીતની પ્રેરણા લઈ વિકસતી રહી છે. ગીતરચનાના લય, ઢાળ, બાની, ભાવચિત્ર, અભિવ્યક્તિની લઢણ, રૂપજના કે પ્રતીકવિન્યાસ અને લેકકથાનાં રૂઢ ઘટકતો (motifs) ને નવા સંદર્ભે વિનિયોગ-એ બધાં પાસાંઓને લક્ષમાં રાખીને આ બે પરંપરાની કવિતાને વિચાર થઈ શકે. લોકસાહિત્ય અને અભિજાત” સાહિત્ય મૂળભૂત રીતે કઈ કઈ બાબતમાં જુદું પડે છે તેનો વિચાર કરીએ; તે સાથે જ, બંને પરંપરામાં ભાષા શી રીતે કામ કરે
છે તેને પણ તુલનાત્મક દૃષ્ટિએ વિચાર કરીએ. મતલબ કે, બંને પરંપરામાં અભિવ્યક્તિનાં આગવાં આગવાં રૂપો શી રીતે રચાતાં આવે છે તેને લગતે અભ્યાસ ઘણો રસપ્રદ બની શકે. પણ લેકસાહિત્ય અને “અભિજાત” સાહિત્ય લોકજીવનની સામગ્રીને શી રીતે પ્રયોજે છે અને ખાસ તો બરડ વાસ્તવિક્તાને શી રીતે myth કે દંતકથામાં ફેરવે છે તેને વિચાર, માત્ર લેકવિદ્યા (folklore)ની દૃષ્ટિએ પણ ફળપ્રદ બને એમ છે. કહીકતમાં, લોકસાહિત્યમાં પણ પ્રજાજીવનના સામૂહિક અવચેતન (collective unconscious)ના અંશે જળવાયેલા જોવા મળશે. પ્રજાની આદિમ ઈચ્છાઓ, સ્વ કે ઝંખનાઓ એમાં અમુક અંશે મૂર્તતા પામ્યા હોય છે, એટલે આ ભૂમિકાએથી પણ આજના “અભિજાત' સાહિત્ય જોડેના એના આંતરસંબંધોની તપાસ થઈ શકે.
લોકસાહિત્ય' સંજ્ઞા એક રીતે શિથિલ સંજ્ઞા કહેવાય. લેકકંઠે ઉતરી આવતી અનેક રૂપની અને અનેકવિધ શૈલીની રચનાઓ એમાં સમાઈ જાય છે. એમાં એક બાજુ રાસડા, ગરબા, પવાડા કે સતીજતીની લાંબી ચરિત્રકથાઓને સ્થાન છે, બીજી બાજુ હળવાં ફટાણુઓ કે ઉખાણાંઓ પણ સમાઈ જાય છે. એક બાજુ યોગ અને રહસ્યવાદની ગહન ગંભીર છાયા ઝીલતાં ભજનો આવે છે તે બીજી બાજુ રોજિંદા લેકજીવનની અતિસામાન્ય ઘટનાઓને લક્ષતાં વિનેદગાન પણ એમાં આવે છે. એક બાજુ શૌર્યવીર્ય, સાહસપરાક્રમ અને બહારવટાની ધીંગી કથાઓ છે, બીજી બાજુ મૃદુ કે મળ ભાવનાં હાલરડાં એમાં છે, પણ આ પ્રકારના અપારવિધ ઉમે છતાંય લોક
લઈ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કયારા,