________________
લેખે
૧૭૫
vvvvvvvvvvvvvv
સાહિત્ય મૂળભૂત રીતે તે લેકસમૂહનું સંઘજીવનનું સાહિત્ય રહે છે. લેકમંડળ નાનું હોય કે મોટું, આખાય મંડળની સર્વસાધારણ ઊર્મિઓ (com. munion of emotions) એમાં પ્રગટ થાય છે. લેકજીવનમાં જોવા મળતાં રોજરોજનાં સુખદુઃખ, વેરઝેર, સ્વ-સંઘર્ષો, એ બધું એમાં અતિ સરળ અને ર્નિવિવાદ રૂપે રેલાઈ આવતું હોય છે. પિતાની આસપાસના જીવનમાં જે કંઈ અનુભવવા મળે છે તેનું તે સીધું ઉજ્ઞાન કરે છે. જોકગીતનો સર્જક, હશે તો કઈ વ્યક્તિ જ, પણ સમસ્ત લેકહૃદયના તાલે તાલે તેણે ગાયું હશે, હાસ્તો, લોકગીતનો. ગાયક લેકજીવનના બધા ભાવો ગાય છે, દુઃખના ભાવનું પણ તે ગીત રચી દેવા ચાહે છે. લાગણીએને ઘૂંટીઘૂંટીને અસાધારણ બળ તેમાં પૂરે છે. પિતાની સામે ઊભેલા શ્રોતા સમુદાયને તેની spinal chord કંપી જાય એ રીતે તે લાગણીઓને ખેંચી રહે છે. લોકગીતની રસનિષ્પત્તિની આ પ્રવૃત્તિ જરા જુદા aesthetics પર મંડાયેલી છે. લોકકવિને ગીત રચવું છે તે લોકહૈયાને હેલે ચડાવે એવો ઢાળ કે રાગ તે ઉપાડી લે છે. લેકપરંપરામાં રૂઢ થયેલા ઢાળ કે રાગ પાછળ સંગીતશાસ્ત્ર કે છંદશાસ્ત્રની પ્રેરણા હોય તે તે વળી એક સ્વત્રંત અભ્યાસને વિષય છે.) આવી રીતે ગવાતી રચનામાં બેલાતા શબ્દનું સહેજે ઘણું મહત્વ હોય છે. આપણે એ વાત સતત લક્ષમાં રાખવાની છે કે લોકગીતે અને લોકકથાઓ પણ કંઠ્ય પરંપરા (oral tradition) રચનાઓ છે. ગીતરચના લાંબી હોય કે ટૂંકી, સીધી અને સસરી રજૂઆત તેની મુખ્ય લાક્ષણિક્તા છે. આગળપાછળ કશાયને ઉલ્લેખ કર્યા વિના સીધેસીધો જ તેને કવિ લાગણીતંતુને પકડી લે છે. ગીતની ધ્રુવપંકિત તેની કૃતિની નાભિનાળ સમી છે. સંઘગાનની અપેક્ષા હોય ત્યાં એ સમૂહનું ગુંજન બની
રહેતી હશે. એમાં જેમ રાગ કે ઢાળને વિસ્તાર ધ્યાનપાત્ર ઠરે છે તેમ ચર્ચાળું ભાવચિત્ર પણ ધ્યાન ખેંચી રહે. લોકહૃદયમાં સુષુપ્ત રહેલાં ભાવચિત્રોમાંથી જ એકાદું લઈને તે તેનું નવસંસ્કરણ કરે (અથવા ન પણ કરે) લેકસાહિત્ય સાચે જ લોકોની સંપત્તિ છે. એને કોઈ પણ સર્જક રૂઢ ભાવચિત્રોનો ફરી ફરીને વિનિયોગ કરી શકે છે. લોકમાનસને સ્પર્શી જતી લાગણીઓ, વિચારો, અલંકાર, વયવસ્તુઓ (themes) આથી એમાં ફરી ફરીને સ્થાન પામ્યાં દેખાશે. અનેક કૃતિઓનાં ઓછાવત્તા પ્રમાણમાં પાઠાંતરોવાળી રચનાઓ કે અમુક કથાઘટકો (motir)ને નવા નવા સંદર્ભે રજૂ કરતી રચનાઓ આવી લેકટુચિની ઘાતક છે.
લેકકથાના સર્જકની ગતિ પણ આ રીતે નજીકથી જેવા જેવી છે. એમાં લેકજીવનના પ્રસંગોનું છે વત્તે અંશે romanticization થતું હોય છે. પ્રસંગ સતીજતીના જીવનને હો, બહારવટિયાના જીવનને હો, રાજવીના જીવનને હા, એમાં જાણેઅજાયેય પ્રસંગનું ઉત્કટીકરણ (intensification) થઈ જાય છે. એમાં પ્રસંગે ચમત્કારનું તત્વ પણ ભળી જાય. આવી લોકકથાઓમાં સીધી સોંસરી ત્વરિત ગતિની કથનશૈલી જાય છે. કશુંય વિગતે વિસ્તારથી કહેવાનું કે વર્ણવવાને જાણે કે સમય નથી. અને તાસમૂહ આગળ એને પ્રત્યક્ષ કથનરૂપે રજૂ કરવાની અપેક્ષા એમાં છે. એટલે દેખીતી રીતે જ વિસ્તારીને રજુ કરવાને એમાં અનુકૂળતા નથી. એટલે ત્વરિત કથામાં–મહત્ત્વપૂર્ણ પ્રસંગેનું સીધું કથન, અત્યંત લાઘવયુક્ત પ્રસંગનું છટાદાર આલેખન, વચ્ચે પાત્ર કે પરિસ્થિતિને લગતાં અતિ સંક્ષિપ્ત સુરેખ અને મર્માળાં વર્ણને, બલિષ્ઠ ને ઘૂંટાતી અભિવ્યક્તિની રીતિ-આ બધું તરત ધ્યાન ખેંચે એમ બનવાનું. અલબત, જુદી જુદી લાક
આ
ન કવિ દુલા કણ સ્મૃતિ-ગ્રંથ
e