________________
સંભારણાં
અંદરથી ખોલવું એમ બન્ને સાથે બન્યું અને ત્રણ દૂ છે આંખ ભીની થઈ ગઈ. ક્ષણ મૌને ઘેરી લીધા. - દાદા બોલ્યા : “જુઓ, હું કહેતે હતો ને કે સારસ્વત પુત્રો સૂઈ ના રહે.” અને કવિશ્રી બોલ્યા : “દાદા ! સાચું છે, અમારે જાગતા રહેવું જોઈએ સરસ્વતીની સાધનામાં.”
આ પ્રસંગ પછી તે વારંવાર કવિવર કાગને સહવાસ થયા જ કર્યો. છેલ્લા કવિશ્રી કાગની શ્રીમદ્ ભાગવત સપ્તાહથવણની નિષ્ઠા હતી. પિતાના
માદરે વતનમાં એ અવસર આવ્યો. આ અવસરે અસ્થિસંચિત કવિવરની કાયા નિહાળી. પરંતુ શરીરની પ્રત્યેક નસેનસમાં કવિશ્રીની ભક્તિને રસ છલકાતે હતો. કયાંય નિરાશા નહીં. દેહ-કલેશની વ્યથા નહીં. ત્યારે લાગ્યું કે સરસ્વતી ઉપાસના સફળ થઈ છે. ટૂંકમાં એક ભક્તહૃદય કવિવર કાગે ચારણી સાહિત્યને મૂર્તિમંત બનાવ્યું છે. એમની કાવ્યવાટિકા કાયમની સુવાસ છે. એ વાટિકા વિકસિત રહે એ કવિવરની નિત્યસ્તુતિ છે.
નવપ્રયાણુની પગલીઓ
સો સો વાતુંને જાણનારો' એ ભગતજીનું ગીત સાંભળ્યા પછી મારી આત્મપ્રતીતિ થઈ કે અમે કોઈ હજુ આ કવિની માફક ગાંધીજીવનની બારીક રેખાઓ લેકવાણીમાં પકડી શકી નથી. એની ખૂબી તે અનેરી જ છે.
ગ્રામવાણી, જેના પર અર્થઘનતા આણી ન શકવાને સાક્ષરી આરોપ છે એ ગ્રામવાણી જેને નૂતન ભાવનાં ઊંડાણે ભેદતાં નથી આવડતું એમ કહો છો એ ગ્રામવાણી અહીં પોતાનું અદ્ભુત સામર્થ અજમાવી શકી છે.
ભગતજીની કવિતા નવા યુગના રંગમાં ઝબોળાતી થકીય પિતાનું ઘટ્ટ, કઢાયેલું કાવ્યતત્ત્વ પાતળું પડવા દેતી નથી. એનાં ગીતોને શબ્દમરોડ વધુ ને વધુ ચેટદાર, વધુ ને વધુ સંગીતમય, વધુ ને વધુ દ્રવત બને છે.
સોરઠા-દુહાઓ હરકોઈ પ્રભાતે, પહોર બપોરે અથવા ભાંગતી રાતે મરશિયારંગી ઢાળે નાખીને ભગતજી જ્યારે ગાતા હોય છે ત્યારે એમના કંઠમાં એકતા મંડાઈ જાય છે. એ દુહાના ગાન ઊર્મિઓના કપાટ ખેલાવે છે. આત્માને જો કોઈ વાચા હોય તો તે આવી દુહા-ગીતની જ ટપકતી વાચા હશે !
દુલા ભગતની નવીન રચનાઓમાં નવ-પ્રયાણની પગલીઓ છે માટે હું એને સન્માનું છું. છતાં જનવટના સામર્થ્યને સુમેળ આ નવીન સર્જનમાંથી એ ચૂકવ્યા નથી. માટે એ મારા વિશેષ અભિનંદને ની વસ્તુ છે.
(કાગવાણી ભાગ ૨ની પ્રસ્તાવનામાંથી)
–ઝવેરચંદ મેઘાણી
કન કણિી દુલા કાણા મૃnિ-iણ
છે
ન