________________
૧રે
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ
બેસતા ત્યારે એમની હૈયાસૂઝ-હૈયાઉકલત ભલભલાને આંજતી; બાપુ વાતડાહ્યા હતા, એમને બોલે બોલે વહાલપ વેરાતી. સૌને એ પિતાના કરી માનતા ને રાખતા.
આવા ભગતબાપુ હવે ક્યાંય ગત્યા નહિ જડે. લેકસાહિત્ય નોધારું બન્યું ને આપણે બધા નિમાણાં બન્યાં.
બાપુ ગયા. ગોહિલવાડને પ્રાણ ગયો. ડુંગર પરની દેરડી એ ટમટમતે દી રામ થયો, પિોર્ટ વિકટરનો કાંઠો રંડાયો ને મજાદરની મજા રાંક બનીને વિકટરના દરિયે જઈને ડૂબી.
–ચંદ્રકાન્ત ભટ્ટ *
* સૌરાષ્ટ્રધરાની ફેરમ સદાય મહેકતી રાખનાર એક ફૂલ કરમાઈ ગયું છે. તેમણે કરેલી અમૂલ્ય સેવા સમગ્ર સમાજ કદી પણ ભૂલશે નહિ. ટીંબી
-યુવક સેવા મંડળ
ભયંકર વજઘાત જેમના થકી આખા ભારતને સમાજ ઊજળો બને તેવા શ્રી દુલાભાઈ કાગના અવસાનથી ચારણ સમાજ પર અંધકાર અને દુઃખનાં વાદળો છવાઈ ગયાં છે, સમાજ વધુ દરિદ્ર બન્યો છે. પૂજ્ય આઈ સોનલ માના અવસાન પછી આ ભયંકર વાઘાત છે, જેની કળ વળતા ઘણાં વર્ષો લાગશે.
ચારણ સમાજમાંથી દૂષણ, કુરિવાજો અને અજ્ઞાનને દૂર કરવા તેઓ જિંદગીભર ઝઝૂમ્યા હતા. અને આજના યુગને અનુરૂપ સુધારા-વધારા કરી વાડાકીય ભેદભાવ મિટાવવા જે કાર્ય કર્યું છે, તેનું મૂલ્ય ચારણ સમાજના ઈતિહાસમાં કાયમના માટે સુવર્ણ અક્ષરે અંક્તિ રહેશે. મુંબઈ
–ચારણ મિત્ર મંડળ
ભુજ
કલમ, કંઠ ને કહેણીનું કામણ
સદગતે કલમ, કંઠ અને કહેણીના કામણથી ગુજરાતના લોકહૃદય જીતી લીધાં હતાં. એમણે લેકસાહિત્યની મૂલ્યવાન સેવા કરવા સાથે લેકકેળવણીનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. બોટાદ
_બોટાદકર કોલેજ
શ્રી દુલા બાપુ કાવ્યશક્તિ, ભકિત અને લેકસાહિત્યના પુરસ્કર્તા હતા. માંગરોળ
-શાદાગ્રામ
ઝળહળતું કવિન કેવળ ગુજરાતને જ નહિ, પરંતુ સંપૂર્ણ ભારત દેશે એક ઝળહળતું કવિરત્ન, શ્રીશારદામાતાનો કૃપાઆ પાત્ર પ્રિય પુત્ર ગુમાવેલ છે. તેની ખોટ કદી પણ કઈ પણ રીતે પુરાવાની નથી. જામનગર -આણદાબાવા સેવા સંસ્થા
નીડર સલાહકાર જીવનભર અયાચીપણું જેમણે પિતાનું જીવનવ્રત બનાવ્યું હતું, દારૂના દૈત્યને દેશવટો દેવા જેણે કમર કસી, કંઠ અને કવિતાથી જેણે ભારતના માનવી માનવીને ડોલાવ્યાં, એમના નિધનથી સરસ્વતીએ પિતાને મહાન સપૂત, સૌરાષ્ટ્ર-ગુજરાતે પિતાને લેકલાડીલે લોકસાહિત્યકાર અને ક્ષત્રિય-ગિરાસદાર
કળિકા દુલા કાગ રમૃતિ- ક