________________
૧૪૪
આવા વિલસતા જીવન વિશે શા શાક કરવા ! એમને આત્મા દિવ્ય ચેતનામાં ભળ્યા છે. અક્ષર દેહે તેઓ આપણી વચ્ચે ચિરંજીવ રહેશે.
અલિયાબાડા
જિ. જામનગર
*
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
—દરબાર ગાપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય
*
સદ્ગતે ચારણી સાહિત્ય દ્વારા લોકમાનસને જીવંત રાખવામાં બેનમૂન ફાળા આપ્યા છે. એ અર્થાંમાં તેઓ માત્ર સૌરાષ્ટ્રનું જ નહિ પરંતુ સમગ્ર ભારતનું મેાંધું રતન હતા.
અલિયાબાડા ગ་ગાજળા વિદ્યાપીઠ પરિવાર
*
*
ઝવેરચંદ મેઘાણી પછી લાકસાહિત્યના ઊં’ડા અભ્યાસી, મરમી અને સર્જક શ્રી કાગ બાપુ સાચા અમાં ગાંધીવાદી હતા. તેમનુ જીવન સરળ અને ધાર્મિક હતુ`. ગુજરાતને આવા લેાકસાહિત્યકાર મળવા દુ`ભ છે. તેમનું સાહિત્ય વર્ષો સુધી લેાકસાહિત્યના સાધકો માટે ઉપયાગી નીવડશે.
મહુવા
—આર્ટ્સ–સાયન્સ કોલેજ
પૂ. મહાત્મા ગાંધીજી, વિનેબાજી, રવિશંકર મહારાજ જેવા સંત પુરુષો અને આપણા દેશના ઉચ્ચ કોટિના નેતાઓ પર પૂર્ણતઃ પ્રભાવ પાડનાર આપણા પૂ ભગતબાપુ આપણા સમાજના એક મહાન
પ્રતિભાશાળી, દૈવી કલ્પનાના કવિ અને દૃષ્ટા હતા. કચ્છ-માંડવી —શ્રી લક્ષ્મણ રાગ ચારણ એડિંગ
*
**
સ્વસ્થ દુલાભાઈ કાગ એક લાક–ગાયક, કવિ અને કલાકાર તરીકેની ચિરસ્મરણીય યાદનુ ભાથુ મૂકતા ગયા છે. જ્યાં સુધી ધરતી પર કવિતા અને કવિત્વનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી તેઓશ્રીની યાદની મહેક પ્રસરતી રહેશે.
મહુવા
લાયન્સ કલબ મહુવા
*
પૂજ્ય આઈમા તથા પૂજ્ય ભગતબાપુએ આપણી જ્ઞાતિ માટે કરેલ કાર્યાંનું ઋણ આ જ્ઞાતિ કયારેય પણ ચૂકવી શકવાની નથી. પૂજ્ય આઈમા દેવ થયા પછી તેઓ આપણા સાચા માર્ગદર્શીક હતા. —શ્રી સાનલ શક્તિ ગઢવી સમાજ આદિપુર (કચ્છ)
—
*
*
આકાશવાણી સાથે પૂજ્ય કાગબાપુને ધ્વનિ'ઠ ઘરાખે રહ્યો છે. આકાશવાણીએ રેકા દ્વારા સાચવેલી એમની વાણી જનસમાજની મહામૂલી સંસ્કાર મૂડી બની રહેશે. એમની વિદાયે લાકસાહિત્ય રંક બન્યું છે અને અમે મુરબ્બી, મિત્ર અને માદ્દેશક ગુમાવ્યા છે. ગુજરાત અને રાષ્ટ્રના લોકસાહિત્યને એમના જવાથી ન પૂરાય તેવી ખાટ પડી. છે. ગુજરાતનુ લેાકસાહિત્ય જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેમની યાદ ચિર જીવ બનશે.
રાજકોટ
કોળી દુલા કાગ સ્મૃત્તિ-થ
—કેન્દ્ર નિયામક આકાશવાણી