________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ - ગ્રંથ
૧૨૬
રાજકોટમાં દ્દિવ્ય જીવન સધનુ' સ ંમેલન થવાનુ છે તે પ્રસંગે બાપુ જો પધારે તે મને ગમશે. બાપુને આમંત્રણ આપવા હું ખાસ મજાદર ગયા અને બાપુએ એ આમ ત્રણ સ્વીકાર્યું. અને બાપુને મજાદર જઈ તેડી લાવ્યેા.
બાપુ સંમેલનમાં પધાર્યા. આ સંમેલનમાં પૂ. સ્વામીશ્રી ચીદાનંદજી મહારાજ પણ હાજર હતા અને બીજા અનેક સાધુ સંતો પણ હતા. જ્યાં માત્ર ધાર્મિક પ્રવચના થતાં હતા ત્યારે મારા મનમાં વિચાર આવ્યા કે બાપુ આ બધા સાધુસ ંતાની વચ્ચે અને જ્યાં આ શ્રી સ્વામી ચિદાનજી મહારાજની હાજરીમાં શુ ખેલશે ? ત્યાં તે બાપુને ખેલવાની વિનંતી થઈ અને બાપુએ પેાતાનું પ્રવચન શરૂ કર્યું અને ધર્માં એટલે શું? એ વિષે એક કલાક ખેલ્યા. શ્રેાતાએ મંત્રયુગ્ધ થઈને સાંભળતા હતા અને કેટલાક તે આવું પ્રવચન સાંભળવા માટે ધન્યતા અનુભવતા હતા. બાપુએ પ્રવચન પૂરું કર્યું અને તરત જ પૂ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ ઊભા થયા અને ખેલ્યા કે “ઘણા વખતથી ચારણની વાણી સાંભળવાની ઇચ્છા હતી પણ માર્કા મલતા ન હતા આજે ભગવાને એ ઇચ્છા પૂરી કરી. ધ વિષે ગહન વિષય આવી સાવ સાદી અને સરળ ભાષામાં સમજાવવાનુ` વિરલ છે. જે આજ મેં કાગ બાપુ પાસેથી સાંભળ્યું. ધન્ય થયો. હું તેા સાધુ મારી પાસે ધન દોલત તેા નથી પણ મારા આ બે હાથ છે તેનાથી હુ આ દેવી પુત્રને પ્રણામ કરું છું. આજ હું કૃતાર્થ થયા.''
આમ બાપુ કે જેને લોકોએ ‘ભગતબાપુ’નું બિરુદ આપ્યું છે એની એક એક પળ સ્મરણિય છે. બાપુ સારઠી સાહિત્ય અને તેમાંય ભક્તિ સાહિત્યના સાગર હતા, જેને નિળ પ્રવાહ રાતદિવસ અસ્ખલિત વહેતા રહેા હતા અને આબાલવૃદ્ધ-ભણેલાં-અભણ
સૌ તૃપ્ત થતાં. એવાં ભગતબાપુનું લખેલું અને પુસ્તકામાં સંઘરાયેલું તથા રેડિયામાં ખેલેલું સાહિત્ય પણ ચિરંજીવ છે, અમર છે એથી મહેકા કરશે. આજ એમનાં સ્મૃતિ ગ્રંથા છે. જુઓને હમણાં જ બાપુના અવસાન બાદ અચાનક જ રેડિયા ખેાલ્યેા તે બાપુના કંઠે સાંભળવા મળ્યા. જાણે ઘેર અંધા રામાં વીજળીના ચમકારાથી એક મહામૂ લું રત્ન હાથમાં આવી જાય એવા આનદ થયા અને એમ જ લાગ્યું કે બાપુ હજુ જીવંત છે. એમના કંઠ અને કહેણીમાં અજબ માહિની ભરેલી છે. માર તેા વર્ષા ઋતુમાં જ ટહુકે ત્યારે જ સાંભળનનાર મસ્ત બને ત્યારે ભગત બાપુ તે કોઇ પણ ઋતુમાં હજી ખેલવાની શરૂઆત કરે ત્યાં જ શ્રેાતાએ આન વિભાર બની જતા. ઈશ્વરની એમને અનેાખી અને મહામૂલી દેણ હતી એમની કલમ અને વાણીમાં ભક્તિ અને ભાવ હુંમેશાં નિતરતાં જ હોય એવા સમર્થાં બાપુનાં કયાં સંભારણાં સંભારવાં અને કયાં વિસારવાં એની મૂંઝવણના તે જેને અનુભવ થાય તેને જ ખબર પડે !
મજાદરમાં એક વખત સૌ ડાયરો બેઠા હતા. અને હું પણ ત્યારે હાજર હતા. ત્યાં હુ.થમાં રાવણહથ્થો લઈ ને મારવાડી જેવી એ વ્યક્તિ ડેલીમાં દાખલ થઈ અને રામ રામ કરતાં ડાયરામાં બેઠી, બાપુએ પણ રામ રામ ઝીલ્યા. પાણી આપ્યુ અને ખબર અંતર પૂછ્યા તે જાણવા મળ્યું કે, મારવાડથી આવે છે અને દેશાટન કરીને રાવણહથ્થા ઉપર ભજના ગાતાં ગાતાં જીવન નિર્વાહ કરે છે. ભગતબાપુનું નામ સાંભળી અહીંયાં સુધી આવ્યા છીએ. બાપુએ રામભાઈ તે આ એ ભાઈ એને બે ધાતિયાં આપવા માટે કહ્યું અને અપાયાં પણ તે લેવાનું મન માને નહિ અને કહે કે બાપુ, આખુ કુટુબ છીએ, બૈરાં છેાકરાવ સાથે છે આ એ ધેાતી
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ