________________
સર્વ હિતકારી
• શ્રી અમરદાસ ખારાવાળા
કીરતિ નિતી ભૂતિ ભૂલિ સાઈ
સુર સરિ સમ સબકર હિત હાઈ
કીતિ, કાવ્ય અને ઐરવર્ય એ ત્રણેયની
શ્રેષ્ઠતાની પરીક્ષા એકસરખી જ લેવાય છે, જે ગંગાજીના સમાન સર્વાંનું હિત કરે તેા જ એ પાસ થયા ગણાય.
સબ કર હિત એમાં સંમાં વિદ્વાન અને સાધારણજનના સમાવેશ થવા જોઇ એ. ઘણા વિદ્વાન માણસાની કૃતિ એવી હાય છે જે સાધારણ જનસમૂહને સમજવા માટે મુશ્કેલ થઈ પડે છે.
ત્યારે શ્રી ભગતબાપુની કવિતા વિદ્વાન અને ગામડાના એક અદના માણસને આનંદ આપે એવી ગંગાના વહેણ જેવી વાણી છે.
એમના પ્રથમ પરિચય લીંબડીમાં શ્રી ફતેહસિ હજી કાકા સાહેબના દરબારગઢમાં નવરાત્રી ઉત્સવ વખતે થયો.
એએશ્રીની લાકસાહિત્ય માટેની પ્રચારલક્ષી દષ્ટિ અને અન્ય કવિઓની કૃતિ માટે ઉદાર વલણ જીવનભર યાદ આવશે.
કાર્યક્રમના બીજે દિવસે પોતાને ગમે તેવા થાક હાય તે પણ પોતે રાત્રે રજૂઆત કરેલા પોતાનાં કાવ્યા કે બીજા કવિના દુહા છંદ વગેરે ગમે ત્યારે ગમે એ કાઈ લખવા માગે ત્યારે એ વખતે તું જ લખી લેવાની અનુમતી આપી દે. આવી હતી એમની ઉદાર વૃતિ.
આજથી પચીશ વર્ષ પહેલાંને સમય જરા જુદા હતા. મારી કવિતા, મારી વાર્તા, મારા ખેલેલા
દુહા બીજાને ન આવડવા જોઇ એ.' આવા સંકુચિત કાળમાં એઓશ્રીએ જે લોકસાહિત્ય પ્રત્યે ઉદાર વલણ અપનાવ્યું હતું જે બીજે જોવા મળ્યું ન હતું.
ભાવનગર, લાઠી, લીંબડી વગેરે દરબારેાના આતિ થમાં એ બિરાજતા હેાય ત્યારે, અને અન્ય સન્માન સમારંભો, ડાયરાઓ કે પછી ઘરધણીનો કાર્યક્રમ હાય એ દરેક સ્થળે એમના વનમાં એકજ રંગ દેખાતા. એ જ માલામણી, એ જ ભાવ, એ જ આદર !
લીંબડીના ઉત્સવમાં એક વખત કડીથી યાગીસંત સન્યાસી મહારાજ પધારેલા. એમણે ભગતબાપુના કાવ્યથી પ્રભાવિત થઈ કહ્યું કે, ભગતબાપુ હજી એક ભજન સાંભળાવે.
સંતની માગણીને આદર કરીને તુરત સ્ટેજ પર આવ્યા અને પ્રેમથી ભજન ગાયું. પછી સ્વામીજીની પાસે જઈ વંદન કરીને કહ્યું : “આપના જેવા સંતાએ મને ‘દુલા કાગ' કહેવા, ભગત કહેવા, પણ ભગતબાપુ સોધન કરી એ મને યેાગ્ય લાગતું નથી.'' આવા નિરાભિમાની તે હતા.
છેલ્લે જીથરી મળ્યા ત્યારે તે કોઈ સંત જેમ સમસ્ત વાસનાને સંકેલીને ઈશ્વરના ચરણમાં ચિત્ત લગાવી બેસી જાય એવા ભાસ થયેલો.
બિલખા આનંદ આશ્રમમાં મારું રામાયણ પ્રવચન ચાલે, સવારમાં છાપામાં વાચ્યું કે ભગતબાપુ ભગવાનના ધામમાં પધાર્યાં. શ્રી જોબનપુત્રા સાહેબે અઠવાડિયા પહેલાં આવેલ બાપુનો પત્ર બતાવ્યા. તેમાં આગમ ભાખેલ કે ‘સાંજ પડી ગઈ છે, પુંખી ઊડવાની તૈયારીમાં છે. જ
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ