________________
૧૩૪
કવિશ્રી
બિલકુલ ધરાતા જ નહિ. મનમાં તે એમ થતું જ કે એમને સાંભળ્યાજ કરીએ-ત્યાંથી ખસીએ જ નહિ–એવી એમની વાણીમાં મીઠાશ ભરેલી હતી. તેઓશ્રી અમારે ત્યાં વડોદરામાં ઘણી વાર આવતા અને એમને સાંભળવાનું મને ખૂબ જ ગમતું અને એ માટે હું હુંમેશા તત્પર હતા અને એમાં મને અત્યંત આનં આવતા. અવારનવાર તેઓશ્રી અમને પત્રો લખતા અને તેમાંયે પણ એમના અસંખ્ય પાસ્ટકાડોની મતે હજુ પણ યાદ આવે છે.
દુલા કાગ સ્મૃતિ-મધ
જાફરાબાદ પાસે આવેલા મજાદર ગામમાં તેમના નિવાસસ્થાને તેએ એક સુંદર પણ કુટી ઢબની મઢુલી જેવા પોતાના મકાનમાં સાદાઈથી રહેતા અને હંમેશા પ્રસન્નચિત્ત અને ભક્તિભાવ ભરેલા શુદ્ધ વાતાવરણમાં આનંદથી રહેતા. ભલે એમનું ગામ સૌરાષ્ટ્રના છેવાડે હતુ. પણ એમને એકલવાયું લાગતું ન હતુ. કારણ કે એમના અંતિમકાળ સુધી ત્યાં લેાકેાની અવરજવર ચાલુ જ રહેતી. એમની અંતિમ ઈચ્છા ચારણી સાહિત્યના જૂના વારસા ચાલુ રહે અને દેવીપુત્રો આ વિદ્યાને પૂરેપૂરા લાભ લે અને ભારત દેશની એક જૂની કળા છે તે ચાલુ રહે. એમણે ચાલુ કરેલ કાર્યાં એમના વારસદારો ચાલુ રાખશે એવી મને આશા છે. વડોદરા —ફતેસિંહરાવ ગાયકવાડ
*
ભગતબાપુની વિવિધ ક્ષેત્રે સેવા, તેમનુ લેાકસાહિત્ય અને તેમને પ્રેમાળ રવભાવ સદાય રણીય રહેશે.
અવિસ્મ
તેઓના જવાથી સમસ્ત ગુજરાતે એક તજજ્ઞ લોકસાહિત્યકાર અને દેવીપુત્ર ગુમાવ્યા છે. આપણે
તેઓશ્રીના ગુણાને જીવનમાં ઉતારી તેમનું ઋણ ચૂકવવું રહ્યું.
—લલ્લુભાઇ મા. શેઠ મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
*
કાગબાપુના અવસાનથી ચારણ જ્ઞાતિને તથા ચારણી સાહિત્યને માટી ખાટ પડી છે. તથા કાઠી, રજપુતાએ પાતાના હિતચિંતક ગુમાવ્યા છે.
જસદણું.
સાવરકુંડલા.
*
—શિવરાજકુમાર ખાચર ધારાસભ્યશ્રી.
સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું રાષ્ટ્રીય કવિ શ્રી મેઘાણીએ સ ંશોધન કર્યું અને તેમની પ્રણાલીએ રાષ્ટ્રીય રંગે રંગાયેલા કવિશ્રી દુલાભાઈ એ તે કામ માત્ર આગળ ધપાવ્યું એટલુ જ નહિ પણ તેમાં નવા રંગ પૂર્યા અને શેાભાવ્યું.
બંને કવિએ સૌરાષ્ટ્રના લેાકસાહિત્યને વાચા આપી અને એવા સ્વર, નાદ અને લયથી ગાયું કે સાંભળનારના કાનમાં હ ંમેશ ગુંજતુ રહેશે. કવિશ્રી દુલાભાઈ એ લાકસાહિત્યમાં રાષ્ટ્રીય રંગ પૂર્યાં અને લોકાની રાષ્ટ્રીય ભાવનાને ઉન્નત બનાવી.
કે, પી. શાહ
જામનગર
*
*
કવિ બાપુ જીવનમાં પ્રતિષ્ઠા અને સુવાસ મૂકતા ગયા છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યના ઇતિહાસમાં કવિ દુલા કાગનું' નામ સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. મુ. શ્રી. મેઘાણીભાઇ ને લેાકસાહિત્ય'ના સશોધનમાં તેમણે જે સાથ આપ્યા હતા તે ભૂલી શકાય તેવા નથી,
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ