________________
પવિત્ર સંભારણાં
• મહંતશ્રી રામસ્વરૂપદાસજી ગુરુશ્રી શાંતિદાસજી મહારાજ સાહેબ
પરમ કવિવર્ય શ્રીમાન દુલાભાઈ કાગશ્રીનાં પવિત્ર સંભારણાંઓ અનેક લોકોને માટે પરમ શ્રેયપ્રદ તેમજ માર્ગદર્શક બની રહેશે, તેમાં લેશ માત્ર પણ શંકા નથી.
તેમને પ્રથમ પરિચય અને મેળાપ મને શ્રી મેરુભાઈ મેઘાણંદભાઈ ગઢવી દ્વારા થયો હતો. પછી તે અવારનવાર મળવાનું થતું. તેમને મારા પ્રત્યેને સભાવ, પ્રેમ અપૂર્વ હતા. તેઓ એક પ્રખર લોક સાહિત્યકાર, કવિવર્ય તે હતા જ; પણ તેમની સદ્ધમ, ઈશ્વર, તથા સંત-મહાત્માઓ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ તેમજ નિષ્ઠા તે ઍર જ હતાં. તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા રવમાન, દેશજાતિ-સમાજ પ્રત્યેનું ગૌરવ ખૂબ જ ઉત્કૃષ્ટ હતાં. સૌથી વિશેષ તો તેઓ પરમ વિશુદ્ધ ભક્તાભા હતા અને ઈશ્વરપ્રેમમાં હંમેશાં તરબોળ રહેતા.
લગભગ પંદરેક વર્ષ પહેલાં તેઓ શ્રી અહીં જામનગર શ્રી કબીર આશ્રમમાં દર્શનાર્થે આવેલા, સાથે શ્રી મેરુભાઈ ગઢવી પણ હતા. જ્ઞાનચર્ચા ચાલી રહી હતી. તે પ્રસંગને અનુલક્ષીને સદગુરુ કબીર પરમાત્માની કેટલીક સાખીઓ બોલતા તેઓ ગળગળા થઈ રડી પડવ્યા હતા. અને થોડીક મિનિટો સુધી તે અવાફ બનીને શરીરભાન પણ ભૂલી ગયા હતા. એવી હતી તેમની આંતરસ્થિતિ અને એવા હતા એ પરમ સંત હદયી લેકકવિ સમ્રાટ શ્રી દુલાભાઈ કાગ. આજે ભલે તેમનું પાર્થિવ શરીર નથી. પરંતુ તેમના આવા તો અનેક સંભારણાંઓ અજરઅમર રહેશે કે જેના દ્વારા જનસમાજને પરમ શ્રેયસ્કર પ્રેરણા મળતી રહેશે.
એ પરમ દિવ્ય આત્માને મારા આત્મભાવે અભિવાદન હો.
છે
કપિશ્રી દુલા કાકા ઋદિ-ડથ કોરી