________________
૧૧૬
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
બહેન પટેલ, સ્વ. સરોજબેન મહેતા તથા શ્રી ત્રિભોવનદાસ પટેલ (ગુજરાત પ્રદેશ સમિતિના તે સમયના પ્રમુખશ્રી) સાથે સ્વ. દુલાભાઈ કાગના આમંત્રણથી મજાદર જવાનું થયું. તે રાત્રે જે ડાયરો જામ્યો અને જોકસાહિત્યનો રસથાળ પીરસાય તેના ઓડકાર હજી આવે છે. તે પ્રસંગે શિહોર તાલુકાના થાળા ગામના ચારણના અણઉકેલ પ્રશ્નોની સંપણી કરી મને ઉપર વર્ણવેલા મહાપુરુષોની હાજરીમાં મોટાઈ આપી એટલું જ નહિ પણ આગ્રહપૂર્વક મારી પાસે જીવનના અંત સુધી નાના મોટા પ્રશ્નોના ઉકેલ માટે ઉઘરાણી કરી મને મારી જવાબદારીઓ પ્રત્યે સદા જાગૃત રાખે છે તે ઉપકાર હું ભૂલી શકતા નથી.
અને પછી તે અમારું મળવાનું ઈશ્વરે એવું ગોઠવ્યું કે અમારે મળ્યા વિના છૂટકે જ નહિ. કવિશ્રીની નાદુરસ્ત તબિયત-ટી. બી. ની બિમારીએઅમરગઢની કે. જે. મહેતા ટી. બી. હોસ્પીટલની
સ્પેશ્યલ રૂમ નં ૧ તેઓશ્રીનું બીજુ મજાદર બની ગયું. મજાદરમાં તબિયત લથડે ને જંથરી આવે, રહે ને સાજા થઈ જાય. જૅથરીના દેવલક્ષણા સેવામૂર્તિ ઠેકટર અને સ્ટાફને સામાન્ય સભ્યો પણ ભગતબાપુની સેવા શુશ્રષા કરવામાં પિતાની જાતને ધન્ય ગણે અને ગૌરવ અનુભવે. વળી જ્યાં રામ
ત્યાં અયોધ્યા. દેશના આગલી હરોળના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાને ભગતબાપુની ખબરઅંતર પૂછવા આવે ને અમને બધાને તેમના સંપર્કને લાભ મળે. અમરગઢની પોસ્ટ ઓફિસમાં પણ દેશવિદેશની ટપાલથી થેલે ઉભરાઈ જાય અને અમરગઢથી ભગતબાપુના રોજના ૨૫ કાગળોસરેરાશ-પોસ્ટ ઓફિસ દ્વારા દેશ વિદેશમાં રવાના થાય. અમને ભગતબાપુનો ખૂબ લાભ મળે. અમે તેમના લાડકાં થઈ જઈએ અને અમને તે લાડ લડાવે, પાનો ચડાવે અને સામાજિક સેવાઓ કરવા માટે ઉત્સાહનો સાગર રેલાવે.
કાવ્ય સરવાણી સત્તર વર્ષની ઉમ્મરે ટેલી કાવ્ય સરવાણી પછી અટકળ્યા વગર કદી વેગથી, કદી મંથર ગતિએ વહેતી જ રહી છે. એણે અનેક એકતારાઓને સદા રણઝણતા રાખ્યા છે; અનેક સભાઓને કાવ્યગીતથી ગુંજતી બનાવી છે તે અનેક રાત્રિઓને ભજનભાવથી પવિત્ર બનાવી છે. એ કવિતાએ પાષાણને પ્રફલાવ્યા છે. આપણે મોડા મોડા પણ ઘરઆંગણાના આ કવિતાસુવર્ણને પિછાણી શું કે હજી પણ કેઈ પરદેશી એનાં મૂલ મૂલવે ત્યાં સુધી રાહ જોઈશું ?
–જયભિખુ
કવિઠ્ઠી લ્લા કણસ્મૃતિ ગ્રંથની પર