________________
પ્રિયદર્શીને કોણ પરાયું?
• શ્રી નિરંજન વ્યાસ
સ્નેહીભરી નજરથી જોનાર સૌને ગમી જાય છે, મીઠી વાણી ખેલનારને કોઈ પરાયું લાગતુ નથી. અહીં એક આવા પ્રિયાલા મહાનુભાવને સ્મરણાંજલિ અપાય છે, જેણે પોતાની વડાઈથી પોતાના કુળને, જ્ઞાતિ-સમાજને, પ્રદેશને અને સમસ્ત ભારત દેશને ગૌરવ અર્પી છે. કોઈના તરફે કશા પક્ષપાત વગર સૌને એકધારી રીતે, પોતાના પ્રેમભક્તિના નિર્મળ ગાનમાં ગુલતાન કરી નિર્ધારિત વિદાય મેળવી લીધી છે.
જેણે કાઈ વાડા કે સંપ્રદાય, વાદ કે પક્ષ, દેરીડેલી કે દેવડીના જ અનુયાયી નહીં બની રહેતાં, બહુજના હિત માટે, બહુજના સુખ માટે તટસ્થ ભાવે લેાકસાહિત્યની–લાકગીતેાની મશાલ ધરી છે. જેણે ગામડાના ઘરધણીની ડેલીથી લઈ ને દિલ્હી દરબારના દીવાનખાના સુધી, એકસરખા ઉલ્લાસથી લેાકગીતાની જમાવટ કરી સૌને રસ-તમેળ કરેલ છે. નાનાં કે મેટાં, ગરીબ કે તવ'ગર; સાક્ષર કે નિરક્ષર, સૌ સાથે મિત્રતા કેળવી છે. સ્નેહ બાંધ્યા અને નિભાવ્યા છે. આદરમાન મેળવ્યાં અને આપ્યાં છે.
કોઈ પણ ચારણના દીકરાને દોહા અને છંદ જોડતાં કે ખેલતાં આવડે એવી ઘણાંની સમજણ છે, માન્યતા છે. અહી એક એવી વિરલ પ્રતિભાને યાદ કરીએ છીએ, જેની પાસે સરળ-સચોટ શૈલી છે, માર્મિક અને પ્રાસાદિક ભાષા છે. પ્રેમ-ભક્તિ, જ્ઞાન અને વ્યવહારકુશળતાથી રચેલાં લોકગીતેા છે, જેણે ગુજરાતી લોક-સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવ્યું છે. લોક-સાહિત્યના આધુનિક દૃષ્ટા સ્વ. શ્રી મેધાણીભાઈ અને શ્રી પીગળશીભાઈ પાતાભાઈની હરાળમાં જેણે ગૌરવભર્યાં પ્રવેશ મેળવી લીધેલ છે.
ઊંચા, સ્થૂળ કે પાતળા નહીં તેવા સપ્રમાણ પ્રભાવશાળી દેહ, તેજસ્વી છતાં ભાવવિનમ્ર સાનમાં સમજાવે તેવી આંખા, ક'ઠમાં કાંસાની ઝાલર સમેા મધુર-ગંભીર રણકાર, સ્વચ્છ સુગંધી તાજાં ફૂલઝરતી છટાદાર વાણીની મીઠાશ, કાયમી એકસરખાં સાદાં સ્વ-સફેદ કપડાં અને મહર્ષિ જેવી લાંબી દાઢીથી સાત્ત્વિક ભાવે એપતા છતાં સંસાર-વ્યવહારના આટાપાટાના અચ્છા જાણભેદુ; જરૂર પડે તે ભલભલા ખેલાડીને રમાડી શકે તેવા હતા–સૌના સન્માનિત અને અને મારા આદરણીય ભક્ત કવિ શ્રી દુલાભાઈ “કાગ.’’
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-પ્રાથ