________________
સબ કે પ્રિય સબ કે હિતકારી
• શ્રી નાનુરામ દુધરેજિયા
કવિ શ્રી દુલાભાઈ કાગને સાંભળવાનું' પહેલ
વહેલું સદ્ભાગ્ય કયારે મળ્યું, તે બહુ ચોક્કસપણે યાદ આવતું નથી. પરંતુ માટેભાગે ‘નમઁદ શતાબ્દી' વખતે રાજકોટ કે ભાવનગર એમાંના એક સ્થળે તે પ્રાપ્ત થયેલું. મેરૂભાભાઈ પણ સાથે હતા. “વિત્ત વાવરવાનું રણ ચઢવાનું નામરદાનું કામ નથી,” એ છંદ મેરૂભાભાઈ ખેલેલા. દુલાભાઈ એ શુ ગાયેલુ તે સ્મરણમાં નથી. સ્મરણ એટલું છે કે, અગાઉ કદીયે નહિ સાંભળેલું તેવું–સાગર શું ગભીર, બુલંદ અને છતાં સુમધુર એવુ ગળુ માણવા મળેલુ’.
એ પછી સાંભલ્યા સુરત જિલ્લામાં મઢી પાસે મળેલી હરિપુરા કૉંગ્રેસના અધિવેશનમાં. અને ઘેાડા દિવસ પછી સ્વ॰ પટ્ટણીજીની ભાવનગરની શાકસભામાં “રાશા મા માવડી તે રાશે! મા એનડી, શેશ મા બડા તે રાશા મા એટડા; દાઢીવાળાને મેં જીવતા દીઠા.', એ કાવ્યની શબ્દગૂથણી અને તેની રજૂઆતે આંખ સામે જાણે કે એ સફેદ દાઢી ફરફરતી હોય તેવુ અનુભવેલું.
બનતાં સુધી એ પછી સાંભળ્યા બ. ક. ઠા.ની ભાવનગરે ઉજવેલ એક જન્મજયંતી પ્રસંગે. જે વખતે બ. ક. ઠા. એ ભાવનગર અને તેની આસપાસ ખેલાતી ભાષાને ગુજરાતી ભાષાનું શુદ્ધ સ્વરૂપ કહેલ. એ વખતે કંઠ અને કહેણીના જાદુ ઉપરાંત દુલાભાઈની નમ્રતાના–નિરાભિમાનતાનાં દન પણ થયેલાં. અને મનનાં એક ખેંચાણ, એક આકાંક્ષા જન્મેલી કે એમના અંગત પરિચયમાં અવાય તે કેવું સારું?
સૌરાષ્ટ્રના એકમની રચના પછી રાજકોટ રહેવાનુ થયું. એ વખતે પ્રિન્સિપાલ ડૉ. રમણલાલ યાજ્ઞિકને ઘેર અચાનક સાંભળવાની તક મળી. દુલાભાઈની તબિયત નાદુરસ્ત હતી, છતાં નાનકડા--મર્યાદિત ડાયરા સમક્ષ એમણે જે ગાયું તેણે સાંભળનારની તબિયતને તે ખુશખુશાલ કરી દીધેલી.
દુલાભાઈનુ અને મારું પ્રથમ મિલન રાજકોટના સીટી ગેસ્ટ હાઉસમાં થયેલું. મારુ કુટુંબ વડિયા રહેતું હતું. મારે રાજકોટ રહેવાનું હતું. વિડયાની એક વર્ષની નોકરી દરમ્યાન બગસરાના ડો. મગન લાલભાઈ ગોંડલિયા સાથેના સબંધમાં ઘણો વધારો અને આત્મીયતા જન્મેલાં. એમને પત્ર આવ્યો કે, પૂજ્ય ભગતબાપુ રાજકાટ આવે છે, હું પણ સાથે હ્યુ. સીટી ગેસ્ટ હાઉસમાં ઊતરીશું, તમે મળજો. હું મળ્યા, વાતેાચિતા થઈ, સાથે રેાટલા ખાધા.
ભગતબાપુ સાથે અંગત સંબંધમાં આવવાનુ સદ્ભાગ્ય ત્યારથી સાંપડયું. તે સબંધ પછી તે એકધારા ૨૩ વર્ષ સુધી વણથંભ્યા વૃદ્ધિ પામતા જ રહ્યો.
પછી તે! ઘણીય વખત મારે મજાદર જવાનું થતુ રહ્યું. રાજકોટના મારા એકલ નિવાસની ભાળ પણ બાપુ કાઢી ગયા. '૫૬માં હું ભાવનગર આવ્યા. પોતે ભાવનગર પધારે ત્યારે તંદુરસ્તી સારી હતી ત્યાં સુધી એકાદ વખત મારે ઘેર આવવાનું ચૂકતા નહિ. એમના એવા આગમન વખતે મને ‘માનસ'ની એ ચોપાઈનું બરાબર સ્મરણ થતું':
કવિશ્રી દુલાકાગ મૃત્તિ-ગ્રંથ