________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
મને બોલાવીને કહ્યું : “આપણે મજાદર જવું છે.” એમને સંગીતને સારે શોખ હોવાનું હું જાણતો હતો એટલે મેં કહ્યું : “જરૂર જઈએ. દુલાભાઈને સાંભળવાથી આપને પ્રસન્નતા થશે.”
ધીમેથી તેઓ કહે, “મારે એમને અપાતી ગ્રાંટ અંગે ઈન્સ્પેકશન કરવું છે.” ' મેં કહ્યું : “સાહેબ! વર્ષોથી એ ગ્રાંટ અપાય છે. કેઈએ ઈન્સ્પેકશનની આવશ્યકતા જોઈ નથી.” છેવટે નકકી કર્યું : મજાદર જવું, મારે સાથે આવવું. ઈસ્પેકશન પણ થયું ગણાય ને બાપુને કશું અજુકતું ન લાગે તેવું ગોઠવવું.
બાપુને પત્ર લખીને મેં અનુકૂળતા પૂછાવી.
એમણે તારીખો મોકલાવી. મેં એમને જણાવ્યું કે, નાનુરામ એકલે નથી આવવાને, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પણ સાથે છે તે કૃપા કરીને તારીખ આપ્યાનું વીસરી જઈને બહારગામ જવાનો કઈ કાર્યક્રમ ગોઠવતા નહિ.
નક્કી તારીખને આગલે દિવસે અમે મહુવા રોકાયા. મેં માણસ મોકલી ખબર કઢાવી લીધા. બાપુ ઘેર હોવાની ચિઠ્ઠી આવી ગઈ. સાથે લખેલું કે અહીં શાક મળતું નથી એટલે જે શાક ખાવું હોય તે મહુવાથી લેતા આવશે. સાથે મેમાન હોવાથી બાપુના મનમાંની આ પ્રતીતિ હતી. કારણ કે હું તે ઘણીવાર ગયેલે પણ કક્યારેય શાક લેતા આવવાનું કહેવડાવેલ નહિ.
મહુવાથી ડુંગર અને ત્યાંથી વિકટરની ટ્રેનમાં બેસી અમે વિકટર સ્ટેશને ઉતર્યા. મહુવાથી એક અન્ય મિત્રને પણ મેં સાથે લીધેલા. સ્ટેશન પર અમને લેવા એક માણસને બાપુએ મોકલેલ.
મજાદર પહોંચી, ચા-પાણી પીધા પછી મેં બાપુને એકાંતમાં અમારા આગમનનો હેતુ કહ્યો. એકાદ ઘડી એ અસમંજસમાં લાગ્યા. પછી કહે, “તું સાથે છો તો તને ઠીક પડે તેમ કર.”
બે વિદ્યાર્થીઓને લેકસાહિત્યની તાલીમ આપવી તેવું મૂળ સરકારી ઠરાવમાં હતું. બાપુ ઘણું લેકસાહિત્યના જિજ્ઞાસુને પિતાને ત્યાં રાખતા. આજે પણ રતિલાલ-કાનાભાઈ વગેરે હતા જ, એ બંનેએ જમ્યા પછી ર૮ ભજન, છંદ, દુહા, લેકગીત આદિ ગાયાં.
બાપુએ કહ્યું : “નાનુભાઈ પાસેથી જાણવા મળ્યું કે આપ સરસ ગાઓ છો, તે કંઈક સંભળાવો.”
ડી આનાકાની અને થોડા આગ્રહ પછી શિક્ષણાધિકારીશ્રીએ હારમોનિયમ સાથે ત્રણેક ગીતો ગાયાં. જેમાં એક ભગતબાપુનું “પગ મને ધોવા દ્યો રઘુરાય જી’ પણ હતું. મહુવાથી સાથે લીધેલા કુંવરજીભાઈએ પણ “તારી શીતળ છાંયલડીમાં...લાગ્યો કસુંબીને રંગ...” વગેરે કાવ્યો ગાયાં.
રાતે વાળુ પછી પણ ફરી ડાયરે જામે. રતિલાલ, કાનાભાઈએ અને બાપુએ પણ એકાદ સંભળાવ્યું.
સૂવા માટે ખાટલામાં પડ્યા ત્યારે સાહેબે મને હળવેથી કહ્યું : “હાજરીપત્રકો, દફતર વગેરે સવારે જોઈ લેશુને ?” મારે એમને કેમ સમજાવવું કે અહીં આટલું ઈન્સપેકશન થઈ શકયું તેય ઓછું નથી ! માંડ માંડ ઘડ વાળી અને અમે વહેલી સવારના બાપુની વિદાય લીધી.
સૌ ચાલ્યા એટલે મને પાછો બોલાવીને કહે : “ઈસ્પેકશન બરાબર ?” મેં કહ્યું, “બરાબર !' અને અમે છૂટા પડવ્યા. 9
આ કાણા દુલા કal મૃ1-1ણ જ