________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ- ગ્રંથ
રામાયણ સાતેય દિવસ સાંભળી-અને રાત્રિના સમયે શ્રેતાજનેને પોતાના જ્ઞાનને લાભેય આપતા. એ પ્રસંગ અમારા સૌના દિલમાં હજુ પણ યાદ છે.
ભગતબાપુની દેશદાઝ પણ ભૂલાય તેવી નથી. ૧૯૬૨માં ભારત-ચીન વચ્ચે યુદ્ધ ચાલતું હતું -દેશને સેનાની ખાસ જરૂર હતી. એ દિવસેમાં ડુંગરમાં એક સમારંભ યોજવામાં આવ્યો હતે. શ્રી રતુભાઈ અદાણી અને બીજા આગેવાને આ પ્રસંગે હાજર હતા. શ્રી ભગતબાપુએ તેમની સુપુત્રીના હાથે ૧૫ તેલાનો સેનાને હાર રાષ્ટ્રને ચરણે ધર્યો હતો.
આવી હતી તેમની દેશદાઝ.
પૂજ્ય દુલાભાઈ કાગને યાદ કરીએ ત્યારે સ્વ. મેઘાણીભાઈ તે સાંભળે જ. તેઓ બંને લેકસાહિત્યના ઘડવૈયા હતા. બન્ને સાથે મળીને-હાથમાં હાથ પકડીને સૌરાષ્ટ્રની ધરતીને ખૂણેખૂણે ખૂદી વળ્યા. અને ગુજરાતી સાહિત્યને એવું અમોલ ધન આપી ગયા કે જેને જોટો જડવો મુશ્કેલ છે. સ્વ. મેઘાણીભાઈ ગયા ત્યારે તેમની અંશતઃ બેટ પૂજ્ય ભગતબાપુએ પૂરી–પણ હવે ભગતબાપુ જતાં તેની ખોટ કેણ પૂરશે એ જ વિમાસણ છે. •
નઠારે
સમજણ દઈને સુધારો રે, ગોઝારો એનો આતમા રે; વિવેકે સમજાવીને વારો રે, નઠારે ના નાતમાં ટેક શળીએ ચડેલો એને જીવતો ઉતારે...(૨), બગડેલી બાજીને સુધારે છે.....નઠારે-૧ વેરીથી ઉગારો એની કીરિતિ વધારો......(૨), બૂડતાને કાઢો સમદર બારે રે.....નઠાર-૨ વેણુનો છે ખરો કેઈ આપે નઈ ઉધાર...(૨), લખમીને મંદિરીએ બેસારો રે......નઠા -૩
કાગ' એની આશા કેરા છોડી દયો વિચારે...(૨), હારીને બેઠો છે સરજણહાર રે...નઠાર-૪
-દુલા કાગ
જ કવિબ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ અને
t
"