________________
સાચા લોકરિક્ષક
• શ્રી કુંવરજી જી. ભટ્ટ
विप्र हस्तेन तांबुलम् :
ક વખત ઘેડા નેહીઓ સાથે મારે મજાદર જવાનું થયેલું. પાછા ફરતાં ઉતાવળમાં મારી પાનની પેટી ત્યાં ભૂલી ગયે, પાંચેક દિવસે શ્રી મેરુભાભાઈ સાથે ભગતબાપુ હરિલાલ શેઠને ત્યાં પધાર્યા. મને બોલાવ્યો. મળ્યા. ચા પીધા પછી શેઠની સામે જોઈને મને કહ્યું કે : વિજ્ઞ હૃર્તન તાંગુરુમ્ અમે બંને હસ્યા. પેટી મને આપી, પેટી ખોલી. પાન તાજાં હતાં. મેં તેમને બનાવીને આપ્યું. ત્યાર પછી મહુવાની તેમની બેઠકમાં હું જાઉં ત્યારે તે સમજી જાય, અને પાન ખાવાની મરજી થાય ત્યારે માત્ર એટલું જ બેલે કે વિ દુલ્તન તપુત્રમ્ એટલે હું પાન એમને આપું. એનો ભેદ અમે બે જ જાણીએ.
તેમને એક વખત કહ્યું કે : “તમને ગાવાને આગ્રહ કરાય ત્યારે તમે કોઈ દિ સીધા ચાલતા નથી, તેનું શું કારણ ?” મને કહે કે “માણસોને લેકસાહિત્યની કિંમત નથી. શાકબકાલાં કરતાં એ એની કદર આછી કરે છે. ગાયકની સ્થિતિને વિચાર કર્યા વગર ગમે ત્યારે કહે કે થાવા દો. શું થાવા દે પાણા? કેટલાક હરખપદુડા ઊંચા નીચા થઈને ગાંગરવા માંડે. આથી ઊંચા સાહિત્યની કદર ઘટે છે.”
છેવટે શન્ય તણો સરવાળો મહુવાથી ચૌદ માઈલના અંતરે ગુંદરણા ગામમાં ઈ. સ. ૧૯૩૮થી હું લગભગ બાર (૧૨) વર્ષ આચાર્ય તરીકે હતો. એ વખતે જ્યારે એ પંથકોમાં બાપુ નીકળે ત્યારે તેમને ઉતારે મારે ત્યાં જ હોય.
શાળાના શિક્ષકો અને વિદ્યાથીઓ અવારનવાર મને કહેતા કે એક વખત કાગ બાપુને નિશાળમાં લા.
એક વખત સવારે ૮-૦૦ વાગે આવ્યા, મારે ત્યાં રોટલા ખાવાની હા પાડી. મેં એમને સીતથી કહ્યું કે આ નિશાળના છોકરાઓ અને માસ્તરે મને બહુ જ આગ્રહથી આપને નિશાળમાં લાવવાનું કહે છે. તમારે જે દિવસે વખત હોય તે દિવસે એક વખત કલાક આવી જાઓ તે સારું.
તરત જ મને કહ્યું કે આજે જ આપણે જઈએ. પણ ગામમાં કોઈને ખબર પડવા દેશે નહીં. નહીંતર છોકરાઓ સાથેની મઝા બગડી જશે. કલાક પછી અમે નિશાળમાં યા. છોકરાઓ અને માસ્તરે ખૂબ ખુશી થયા. તેમણે શૈક્ષણિક ઢબે કવિત પાઠથી શરૂઆત કરી. બે છોકરાઓને ઊભા કર્યા, અને પૂછયું કે પાંચ + પાંચ બરાબર કેટલા થાય ? છોકરાઓએ કહ્યું કે ૧૦. પછી પૂછયું : ૧૦માંથી ઓછા ૧૦ થાય તે કેટલા રહે ? છોકરાઓએ શૂન્ય કર્યું. ત્યાર બાદ શૂન્યમાં ઘણી શૂન્ય ઉમેરીએ તે તેને સરવાળો કેટલે આવે ? આ રીતને સવાલ તેમણે ફરી પૂછ્યું. તે છેકરાઓએ ફરી શૂન્ય જવાબ આપે. ત્યારે “શૂન્યના સરવાળા ઉપર એક ગીત છે તે સાંભળો'; એમ કહીને એમણે એમનું પિતાનું રચેલું ગીત બાળક પાસે રજૂ કર્યું. શરૂઆતમાં તેમણે બાળકોને કહ્યું કે કેટલાક સવાલ એવા અગમ છે કે એને જવાબ શૂન્યમાં જ આવે. અર્થાત, જવાબ આપી શકાય નહીં, જેમ કે કઈ ચોટલાવાળી સ્ત્રીને આપણે પૂછીએ કે આ તારો ચોટલે (વાળ) કયાંથી આવ્યા ? તો શું જવાબ આપે ? કેમ કે
STી દો. કવિવ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ તે પોતાના