________________
સંભારણાં
ખરા પણ નગણા કહેવાય” જેના સમર્થનમાં એક દુહો કહી સંભળાવ્યા.
દેખી તા ડોલરીએ સુધે પણ સેાડમ નહિ ઇ ગાંડી ગીરની માહી સાજળ ફુલ્યે સુરના
આ મહેક વગરના છે. રસ્તાના કિનારે ચરતી ભેસા જોઈ તે ગાડી શકાવી તપાસ કરી. ગાવાળને પૂછ્યું : “આ માલ કેના ?'' સામે જવાબ આવ્યા, ઈ. બાજરીયાના નેસવાળા આ જાન ખાઈ તો માલ છે.’' નામ સાંભળતા જ આઈના કુશળ સમાચાર ગોવાળ મારફત જાણી પેાતાના નારણ પાઠવ્યા. આચાર્ય ! સાવજને ચાર-ચાર વખત ભાં ભેગા કરનાર ભેસ માંકુના વેલે ન પાંગર્યાં. બાણ નાખવામાં ઈ એટલી તે। પાવરધી બની ગઈ કે છેવટે વરાળ થઈ ગઈ. એ વેલા હોય તેા માલધારીના ઘરનું ઘરેણું ગણાય.’’
આમ ગીર, ગીરની, વનસ્પતિ, ગીરનું લોકવન, રહેણીકરણી અને સ્થિતિ, નદી, નાળાં તળાવડાં, ડુંગળા, ધારુ' ટીંબા અને જરની અવનવી માહિતિ અને તેની ખૂબીએ ઉપરનુ પેાતાનુ કડીબંધ સ્વત ંત્ર મતવાળી વાર્તા પૂરી થાય તે પહેલાં અમે ઘેાડાવળીના તેસે, આઈ વાલબાઈના વસવાટે આવી પહોંચ્યા.
આઈ વાલબાઈ એટલે ગીરના જંગલમાં મીઠ્ઠી વીરડી કહેવાય. જ્યાં ભૂખ્યાંને અન્ન, થાકવાને પાણી અને પાથરો આઈના આંગણે વગર માગ્યાં મળે. તેના દર્શનમાત્રથી થાક ઉતરી જાય. એવી મીઠી વાણીવાળા આઈ વાલબાઈના અમે અતિથિ બન્યા. ભગતબાપુ અને અમને શ્વેતાની સાથે જ માથે ભેરીએ નાખી આંખમાંથી અમી વરસાવતા આઈ ઝાંપા સુધી સામે લેવા આવી અમારા એવારણાં લીધાં મધુરી વાણીમાં ગદ્ગદ્ કંઠે મેલ્યાં કે “આજ મારું આંગણું પવિત્ર કર્યું. બાપ.” આવી જ
૧૧૧
લાગણી અને ઉમળકા સાથે ભગતબાપુએ ઉત્તર વાળ્યા : “જનેતાને વળાવ્યે ઝાઝો વખત થઈ ગયા. તેની યાદી તાજી કરવા આજ નીકળી આવ્યો.’
આઈ અને ભગતબાપુ સાથેનુ આ સાંનિધ્ય જિંદગીમાં સધરાઈ રહેશે. તેની યાદી માત્રથી જીવન વિશેષ સમૃદ્ધ બને તેવા આ પ્રસંગ હતા.
ઢળતે બપોરે આઈની રજા લીધી. આ મહેમાનગીરીના મીઠાં સ્મરણા બાંધીને અમે તુલસીશ્યામ જવા માટે રવાના થયા.
જસાધાર આવ્યું. જંગલ ખાતાના થાણા આગળથી ફંટાતા મારગે અમે મીઢાના નેસે આવી પહોંચ્યા. રસ્તાને કેડે કાઈ બંધાણી રાહદારીએ ખાવળના ગળતીયાં લાકડાં સળગાવી પાડેલા દેવતામાંથી ચલમ ભરવાની તૈયારી કરતા હતા, તે જોઈ ભગતઆપુની તલ તીવ્ર બની. ગાડી રોકાવી હાથમાં ખાલી હાકા લઈ તાપણાં પાસે જઈ પહોંચ્યા અને માંગણી કરી કહ્યું: “ભાઈ, દેવતામાં મારા ભાગ ખરો ?’’ સામી વ્યક્તિએ ભગતબાપુને એળખ્યા ડ્રાય કે નહિ તે મને યાદ નથી પણ એક સમાન ધી વટેમાર્ગુની તલબ મુઝાવવાનું પરગજુપણું બતાવી સહાનુભૂતિ વ્યક્ત કરતા ચલમ ભરવા માટે ચીપીય સામે ધર્યો, જે લઈ ભગતબાપુએ ખાલી ચલમમાં ગળત્યા લાકડાના તીખારા ભરી ધૂંટું લેવા માંડી.
તલબ મુઝાય કે ન બુઝાય ત્યાં તુલસીશ્યામના માર્ગેથી આવતા યાત્રાળુએ સામે ભગતબાપુની નજર પડી. આંખ ઉપર હાથનું તેજવું કરી પાસે આવતા યાત્રાળુઓના સમૂહને જોતાની સાથે જ પાતે શરૂ કર્યું': “આચાય! આ સામે આવે છે તેમાં આગલા ભાગમાં આવતા પાંચાળી ડાયરો છે, ત્યાર પછી કુંભારૂ જે હાથતાળી લેતા આવે છે તે અને પાછલા જુવાનુમાં આગળ આવે છે તે કાળીના જણ. બાજુમાં ચાર જણ ગાહિલુનાં વયા આવે છે.'
કવિશ્રી દુલા કાગ સ્મૃત્તિ-ગ્રંથ