________________
એક બહુમુખી પ્રતિભા
• બચુભાઈ મહેતા
કાગ ગુજરાતની એક બહુમુખી પ્રતિભા હતા. કવિ, લોકનેતા, માનવસંબંધોના મર્મ, આત્મસંયમના ઉપાસક, સાર્વજનિક કાર્યોના સફળ સંચયકાર વગેરે એમના વિશાળ વ્યક્તિત્વનાં પાસાંઓ હતાં.
* ઘડતર ડુંગરથી ચાર માઈલ દૂર આવેલા મજાદર ગામે જન્મેલા દુલાભાઈ કાગે પાંચ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ વિકટર શાળામાં લીધેલું. અને તે પછી ખેતી-પશુપાલનના બાપીકા ધંધામાં જોડાયેલા. પ્રતિભાબીજના વિકાસમાં શાળાનું શિક્ષણ ઉપયોગી હોય તે પણ અનિવાર્ય નથી, એ સત્ય કવિશ્રી કાગના કિસ્સામાં પણ ચરિતાર્થ થયેલું જોવા મળે છે. કહે છે કે નાનપણમાં પિપાવાવની જગ્યામાં દુલાભાઈએ એક ભેરુબંધ જોડે સંત મુક્તાનંદજીને સેવેલા. પુરાણો, પિંગળ આદિનું જ્ઞાન લીધેલું. એક દિવસ ગુરુએ પ્રસન્ન થઈ પિતાના કમંડળમાંથી બંને શિષ્યોને એક એક
પ્યાલો પાણી પીવા આપ્યું. ભેરુબંધે તરસ લાગી નથી કહી, પાણી પાછું દીધું. દુલાભાઈએ ગુરુની પ્રસાદી સમજી પાણી સ્વીકારી લીધું. બસ ત્યારથી તેમની પ્રચ્છન્ન પ્રતિભા પાંગરવા માંડી. જાતે ખેતીકામ કરતા અને ભેંશો ચારતા. લેકજીવનના પ્રગાઢ સંપર્કમાં આવ્યા. ગીર પ્રદેશોમાં મહિનાઓના લાંબા વસવાટે સૌરાષ્ટ્રની વિશિષ્ટ પ્રકૃતિ અને સંસ્કૃતિને ઘનિષ્ટ પરિચય કરાવ્યો. યૌવનના ઉષ:કાળે સર પ્રભાશંકર પટ્ટણી જેવા વિદ્યાવ્યાસંગી
રાજપુરુષ અને ઝવેરચંદ મેઘાણી જેવા મમી સાહિત્ય પુરુષને નિકટનો સહવાસ સાંપડ્યો. અને એ બધામાંથી પાંગરી કાગની કવિપ્રતિભા. સનાતન અને સમકાલીન ભાવના કવિ
લેકસાહિત્ય અને લેકહૃદય સાથે ઘેરું તાદામ્ય સાધનાર મેઘાણી પણ મૂળે ઉજળિયાત વર્ગમાં જન્મેલા અને યુનિવર્સિટી શિક્ષણ પામેલા સાહિત્યકાર હતા, જ્યારે કવિ કાગ એટલે તે તળપદા લેકજીવનની અને આધુનિક શિક્ષણના પાસથી ખરડાયા વગરની શુદ્ધ નીપજ, એટલે સાહજિક રીતે આત્મસાત થયેલ લેકહૃદયના ભાવ અને પંદનોને કાગ કવિની બળવતી બાનીમાં સબળ અભિવ્યક્તિ મળી છે. કવિ કાગે કૃષ્ણભક્તિ, રામસ્તુતિ, વૈરાગ્ય, નિસ્વાર્થ મૈત્રી, સ્વધર્મ, તિતિક્ષા, માતૃપ્રેમ આદિ વિષયને પૌરાણિક કથાવસ્તુ અને લોકજીવનનાં પ્રતીકો દ્વારા ગાયા છે. તેવી જ રીતે રાષ્ટ્રભક્તિ, પીડીતદર્શન, ભૂદાન, નશામુક્તિ વગેરે સમકાલીન સમયબળોને કવિતામાં કંડારી વર્તમાન યુગને પણ વંદના આપી છે.
લોકનેતા લેકકવિતાનાં વિપુલ સર્જન અને ચારણી શૈલીમાં સૂરીલા કંઠે ને જેમવતી લેકવાણીમાં તેના સંતર્પક રસાસ્વાદને કારણે સૌરાષ્ટ્ર સિવાયનું બહદ્ ગુજરાત કવિ કાગને મહદ્ અંશે લેકકવિ તરીકે વધુ ઓળખે છે. પણ કવિ કાગ લેકકવિ ઉપરાંત એક લેકનેતા પણ હતા. પિતાની પછાત ચારણ કોમ શિક્ષણ લે એ માટે ૪૦ વર્ષ પૂર્વે તેઓએ જાતે લાખ રૂ.નું કુંડ ભેગું કરી, ચારણ બોર્ડિંગ શરૂ કરાવેલી. દારૂ,
(કઘિશ્રી દુલા કાગ સૃદિ-થી
)