________________
પ્રેરણાદાયી વાણી
શ્રી વજુભાઈ દુર્લભજી ગાંધી
- વાણી, વર્તન, વાત અને અનુભવ ધન્ય બનાવનારાં હતાં.
એક વાર પૂજ્ય બાપુ કુંડલા પધાર્યા. હોકો સાથે હોય જ ! હક તૈયાર કરવાનું શ્રી વશરામભાઈને કહ્યું ત્યારે મેં બાપુને કહ્યું કે “બાપુ, મોટા માણસે બીડી, સીગરેટ કે હોકો પીવાની ના પાડે છે, પરંતુ આપને હેકા વગર કેમ ચાલતું નથી ?” ત્યારે બાપુએ કહ્યું કે “દીકરા સાંભળ, પહેલાં ટેવ આપણે પાડીએ, પછી ટેવ આપણને પાડે. એટલે ટેવને પાડો તો ટેવ આપણને પાડી દયે છે.
ભાવનગરના મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીએ નકકી કર્યું કે ધારાસભામાં ધુમ્રપાન કરવું નહીં. પણ તારા બાપુજીને બીડીની ટેવ, અને મારે હોકાની ટેવ એટલે જ્યારે બીડી અને હોકાની તલપ લાગે ત્યારે અમો ચાલુ ધારાસભાએ બહાર જતા રહેતા અને તારા બાપુજી બીડી અને હું હાકે પી લીધા પછી ધારાસભા હોલમાં આવીએ
મહારાજા સાહેબને ખબર પડી કે, શ્રી દુર્લભજીભાઈ અને શ્રી કાગબાપુને બીડીની તલપ માટે બહાર જવું પડે છે, અને ધારાસભામાં જામતું નથી. એટલે અમને બંનેને મહારાજા સાહેબે કહ્યું કે, ધુમ્રપાન સભા સમય પૂરતું છોડો તો જીવનમાં પણ એક દિવસ આ છૂટી જશે. મહારાજાએ આ પછી અમને બીડી-હાકે પીવાની છૂટ આપેલી, પણ અમે ધારાસભામાં બીડી અને હોકો ન પીવાને નિર્ણય કર્યો. અને તારા બાપુજીની તે તે ટેવ સાવ ચાલી ગઈ મારે પણ હવે આ ટેવને કાઢવી છે.”
આ વાતની મારા ઉપર એક નેંધનીય અસર પડી કે, “કઈ પણ ટેવ પાડો નહીં; નહીં તે ટેવ તમને પાડી દેશે.” આ વાકયે પૂજ્ય બાપુ પાસેથી મને મળ્યું જે જીવનમાં ગૂંથવા જેવું છે.
બાપુ કંડલા આવે ત્યારે બાપુ પાસે બેસીને પૂછું: “હમણાં શું લખે છે ?” ત્યારે જે જે કાવ્યો. પુસ્તકો કે જે કાંઈ લખતા હોય તેનું સુંદર વિવેચન કરતા. તે સંભાળવાથી ખૂબ આનંદ થત. એક વખત કહેઃ હમણાં તો વિનોબાના વિચારો અને વિનોબાની વાત ઉપર લખું છું.” બીજી એક વખત આવેલા ત્યારે પૂજ્ય યોગીજી મહારાજ માટે લખતા હતા.
પૂજ્ય બાપુની યાદશક્તિ સારી અને જેમના સાથે સંબંધ રાખતા હોય તેમના સાથે કાયમી સંબંધો માટે શું કરવું, તે તેમનામાંથી પ્રેરણા લેવા જેવું છે. જ્યારે જ્યારે કુંડલાના કોઈ પણ જણ મળે ત્યારે પૂજ્ય બાપુ અચૂક શ્રી દુર્લભજીભાઈ અને તેમના પરિવારના બધા કેમ છે ?” આ પ્રશ્ન પૂછતા. અમારા પૂજ્ય પિતાશ્રી દુર્લભજી માણેકચંદ ગાંધી વકીલ જીવતા હતા ત્યાં સુધી તે બરાબર છે, પણ અમારા કુટુંબ પ્રત્યેની ભલી લાગણી અને અનેરો પ્રેમ, અમારા પિતાશ્રી ગુજરી ગયા પછી પણ યથાવત રહ્યાં છે.
પૂજ્ય બાપુ એક વખત જીથરી : અમરગઢ: હવાફેર માટે ગયેલા ત્યારે હું અને કુંડલાના શ્રી મહારાજગીરી બાપુ બન્ને ખબર કાઢવા જીથરી ગયેલા. પૂજ્ય બાપુ માટે હું પૈડાનું પેકેટ સાથે લઈ ગયેલે. બાપુએ કહ્યું કે “પેડાનું પેકેટ તમો લાવ્યા તેથી મને આનંદ થયે પરંતુ અનેરો આનંદ તે એ
ટELI AHIR માં