________________
ગેબી આત્મા
• મુળુભાઈ પાલિયા
લીંબડીમાં સને ૧૯૫૩માં નવરાત્રિ
પ્રસંગે રાજ્યની કલબમાં કવિઓને ઉતારો. ત્યાં સાહિત્ય અને પિંગળડીંગળની ચર્ચા કિરણબાપુ, પૂ. શંકરબાપુ, પૂ. ભગતબાપુ, પૂ.મેરુભાભાઈ, પૂ. રામદાનજી વગેરે વચ્ચે થતી જોઈ. ભગતબાપુએ પિંગળ અને ડીંગળનાં શાસ્ત્રો રામાયણ-ભાગવત વગેરેના ભેદ બતાવ્યા. કાકાસા. કુમારશ્રી હાજર હતા. હું પણ ત્યાં હતે. વાતેની ચર્ચાના અંતે શંકરદાન બાપુ બોલ્યા : “વાહ પ્રભુ તારી ગતિ ! આ તે ભવ ભવને કેક ગેબી આત્મા આ ગરીબ જ્ઞાતિમાં ઉતર્યો છે. વાહે પ્રભુ
તારી કૃપા” આ શબ્દો સૌના હૃદયમાં ચોંટી ગયેલા.
મેં જણાવેલા મોટા કવિઓના મનમાં હતું કે, દુલાભગત પિંગળ ભણેલ નથી અને પિતે પિંગળના પારંગત અભ્યાસીઓ છે એવો દાવો હતો તે ભગત બાપુએ ભેદી ભ્રમ ભાંગી નાખ્યો. આ કવિએને થયું કે ભગત તે પિંગળના પ્રણેતા કે પિતા છે. પણ આજ સુધી અમારા જીવનના સંધ્યાકાળ સુધી અમને સૌને અંધારામાં અને ભ્રમમાં કાં રાખ્યા ? આ ચર્ચાની જે મજા એ કવિઓને આવી તેના અંતે શંકરદાન બાપુ ઉપરના શબ્દો હૃદયપૂર્વક ઉચ્ચારી અચંબો પામી ગયેલ. •
ERY
[
કવિઠ્ઠી લા કાગ સ્મૃતિ-ગ્રંથ રક્ષા