________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
પણ–આ કવિ કેવો છે ?
સાંઢીયાના ઘુઘરા ઘમક્યા અને કવિરાજે સાંઢીયો ઝુકાવ્યો. ઉતરતાં ઉતરતાં તેમણે કહ્યું કે “ડેડાણમાં વીયાળું કરતાં વાયદો યાદ આવ્યા એટલે સાંઢીયે ચડી બેઠો.” તે સમયની તેમની કાયાની નવાઈ અને શરીરનું જોમ એવાં હતાં કે શ્રમ કે થાક તેમની પડખે ઓછાયે ઉતરતાં નહિ.
પછી વાત જામી અને રાત જામી. રાત તો વીતિ ગઈ કૂકડાં બોલ્યાં પણ વાત પૂરી થઈ નહીં. અમે દાતણપાણી કરી સહુ સહુને પંથે પડ્યા પણ તે જ દિવસે એક કાવ્ય લખ્યું. આ કાવ્ય સં. ૧૯૯૫ના દશેરાના “ચારણમાં” તથા “શારદા'ના ઓગસ્ટ સને ૧૯૩૮ના અંકમાં છપાયું છે. રગેરગમાં નીચતા નીતરે, જેવી આંખમાં મધની લાલી ઝરે, વિષયી ચિત્ત નિત વિકાર ફરે, એવા ક્ષત્રિયના કુલકલંકની કહેવાતી કીર્તિ
તણું કવિ ગાન ગવે. પાપી પેટને પૂરવા એ પતિની પૂજા કરી
શી ઉપમાથી સ્ત-૧ જેનું દુષિત જીવન પાપ ભર્યું, જેનું નામ જગે અતિ દુષ્ટ કર્યું, જેના કામમાં કાળું કલંક ભર્યું, બીરદાવી એવા બદમાશને બાદશાહ શાહ કહી
કવિ ચણ ચૂમે ખમકાવી એવા મહાપાપી પતિતને પૂનિત ને
પુણ્યશ્લોક કહે. જેના દ્વારથી પાછા ભિખારી ફરે, કેડી કેડી ગણી જેનાં દિલ કરે, સુણી રંકની રીડ ન પાઈ ધરે, એવા સુમતણા સરદારને કર્ણ તણુ અવતાર
કહી વરણે, અન્નપૂરણહાર કહી અળગે વળગે એવા
શ્રીમંતના શરણે.
જેની બાનીમાં શૌય અને સત્ય કરે, જેના કાવ્યમાં દુખીની દાઝ કરે, જેની વાણુએ શારદ વાસ કરે. જેણે રાયથી રંક અધિક ગણ, ગાયાં ગીત
ગરીબી તણું કવને, જેના હૈયામાં ઉની વરાળ ભરી, ત તાપ
ગરીબ તણું તને, ગાય રંકની રીડ ને રાજ કરીએ, પરપીડ વિદારવા વાણી વીએ, માગી ન્યાયની ભીખ જેના દિલ સી. જ્યારે રાજ છે ત્યારે જાત ભૂલી માગે ચારણ
ઉદ્ધારને ભાગ મીઠે, ભૂલી સ્વાર્થ રમે પરમારથમાં પરદુઃખ નિવારણ
ચારણ કાગ દીઠે.
આમ મારી અને કવિરાજની પ્રેમની ગાંઠ બંધાણી અને દિનપ્રતિદિન બળવત્તર થતી ગઈ. અમારો નિયમિત પત્રવ્યવહાર મુખ્યત્વે કાવ્યોમાં થતો હતો. શ્રી મેરૂભાઈ ગઢવીને કવિરાજ પરોક્ષ જાણતા હતા પણ પ્રત્યક્ષ પરિચય મેં કરાવ્યું અને એ બંનેની જોડી જામી. અને તેમના દેહાંત સુધી મારા મિત્રો રહ્યા અને આ પત્રવ્યવહાર પછી ત્રણ જણ વચ્ચે વર્ષો સુધી ચાલતો રહ્યો.
હું ઉના હતા ત્યારે ઈ. સ. ૧૯૩૬માં કવિરાજ મારા મહેમાન થયા. મેં ઓફિસર્સ કલબમાં કાર્યક્રમ ગોઠવ્યો. ઉના પંથકમાં તે એક ભક્ત કવિ તરીકે જાણીતા હતા તેથી સભ્યો ઉપરાંત બીજા પણ સારી સંખ્યામાં આવ્યા. ઉનાના વયોવૃદ્ધ અને વિદ્વાન વકીલ શ્રી પીરભાઈએ કહ્યું : “ભક્તરાજ અમને ભક્તિરસમાં
: ટ્રો કવિન્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ
કોણ