________________
સૌરાષ્ટ્રનું અણમોલ રત્ન
• શ્રી છોટુભાઈ મહેતા
ભગતબાપુને પ્રથમ પરિચય મને
૧૯૩૮માં થયે. મારાં બહેનનાં લગ્ન શ્રી કનુભાઈ લહેરી સાથે થયાં એ શુભ પ્રસંગ ઉપર તેઓશ્રી જાફરાબાદ આવ્યા હતા. હું એ વખતે જાફરાબાદની હાઈસ્કૂલમાં શિક્ષક હતા. “શ્રી દુલા ભાયા કાગ ”નું નામ સાંભળેલું પણ તેમને જોવાને, જાણવાન અને માણવાનો પ્રથમ પ્રસંગ મળ્યો. આ દિવસોમાં ત્યારે થોડો સમય ફાળવીને અમારી હાઈસ્કૂલમાં તેમણે કાર્યક્રમ આપ્યો હતો. તેમની ચારણી સાહિત્ય ઉપરની પકડ, બુલંદ અવાજ, સાવ સાદી છતાં હદય સોંસરવી ઉતરી જાય તેવી મધુર વાણી પ્રથમ સાંભળી અમે સૌ રસ તરબોળ બની ગયેલા.
મને યાદ છે ત્યાં સુધી તેમણે ત્યારે થોડા રામાયણના પ્રસંગો અને “ફેંસલે કાવ્ય રજૂ કર્યું હતું.
“કઈક વિદ્યાર્થી ને કંઈક પંડા બન્યા જગત, આ એક નિશાળ મેટી કુશળ થઈ કૈ ભણતર ભયે માનવી કાઢતા જળ-પવનની કસોટી બેમ ઉડે અને જાય ભૂર્ગભમાં કાઢતા હરિની કંઈક ખામી કુદરતી કે જ્યાં ચચો માનવી ભણેલી સવ વિઘા નકામી.”
ઉપરોક્ત પંક્તિ સાથે પૂજ્ય ભગતબાપુએ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી ત્યારે અમે કોઈ નવી દુનિયાની સફર કરી પાછા ફર્યા હોઈએ તેવી અનુભૂતિ થઈ. એવું હતું એમનું કંઠ માધુર્ય અને ચોટદાર શૈલી.
૧૯૫૮માં મારે ત્યાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠ ઉપર પૂજ્ય નરેન્દ્ર
શર્મા બીરાજ્યા હતા. પૂજ્ય ભગતબાપુને શાસ્ત્રીજીને સાંભળવાની ખૂબ ઈચ્છા. મારે ત્યાં જાફરાબાદમાં ભાગવત સપ્તાહ છે અને શાસ્ત્રીજી નરેન્દ્ર શર્મા વ્યાસપીઠ પર બીરાજવાના છે તે સમાચાર સાંભળીને સામે ચાલીને “પોતાના ઘેર જવું તેમાં વળી આમંત્રણની શી જરૂર ?” કહીને પ્રેમપૂર્વક આવ્યા. સાત દિવસ રોકાયા ત્યારે અમારા કુટુંબીજનોના એક અંગત આત્મીય સજજન, ઘરના જ કોઈ વડીલ આવ્યા હોય તેવું લાગ્યું. કારણ કે તેમના માટે કોઈ મહેમાનગતિ કરવા જેવું હતું જ નહિ, સાદુ ભોજન “રોટલ, છાસ અને લસણની ચટણી તેમને ખૂબ પ્રિય—એ જ ભાગે, સૌની સાથે હળે, મળે. પ્રસંગોપાત કાવ્ય વિનોદ પણ ચાલે અને તેમના વિશાળ જ્ઞાનમાંથી અમને થોડું પીરસે ત્યારે પૂજ્ય ભગતબાપુ મને ખ્યાતનામ કવિ નહિ પણ મારા વડીલ બંધુ જેવા લાગ્યા હતા. અને એમના દુ:ખદ અવસાનના સમાચાર જાણ્યા ત્યારે આવો જ આઘાત મેં અનુભવ્યો હતે.
આપણામાં એક માન્યતા છે કે જ્યાં રામાયણ વંચાતુ હોય ત્યાં રામભક્ત હનુમાનજી બીરાજતા હોય છે. આવું જ એક બીજો પ્રસંગ ભગતબાપુને યાદ આવે છે. ૧૯૬૫માં જાફરાબાદમાં અમારા કુટુંબ તરફથી મહાજનવાડીમાં રામાયણના પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ શ્રી નરેન્દ્ર શર્મા વ્યાસપીઠ પર બીરાજ્યા હતા. શ્રી નરેન્દ્ર શર્મા પ્રત્યે ભગતબાપુને અનન્ય ભાવ અને તેમાંય રામાયણનો પ્રસંગ–આવા પ્રસંગે ભગતબાપુ ન આવે તે કેમ ચાલે ? ભગતબાપુ જાફરાબાદ આવ્યા-ભક્તિભાવથી
16૭.
છે
કuિઝી દુલા કાઠા ઋતિ-ફથી