________________
સંભારણા
આ આવે તો શું થાય, અને પેલા આવે તો શું ફેર પડે ?” આવા પ્રશ્નો એ પૂછતા રહ્યા. મેં રાજકારણની વાત હાંકયે રાખી. એકાએક એમના મોંમાંથી રામાયણની એક અંર્ધાતિ ટપકી પડી :
“કેઉ નૃપ હોઉ હમહિ કે કાં ?”
આ સાંભળતા મારા મનઃચક્ષુ સમીપ લેકશાહી નાગરિક કે હોય ? સ્વતંત્ર નાગરિક કેવો હોય ? સ્વાધીન માનવી કેવો હોય ? તેનું એક પાણીદાર, તેજદાર અને ભવ્ય ચિત્ર ખડું થયેલું.
તાર્કિકતા હોકાની એમને ભારે ટેવ. એક વખત મવાથી અમે બસમાં બેઠા. બાપુએ ભરેલે હોક બસમાં ગોઠવ્યો.
મૂળે આ બાજુના પણ કેટલાક વખતથી બહાર વસતા એક ગૃહસ્થ નજીકની સીટ પર બેઠેલા. એમણે આ હોકે વગેરે જોઈને બાજુમાં બેઠેલ ભાઈને પૂછ્યું : “કોણ છે ?”
બાપુના કાન ઘણુ સરવા. પેલા ભાઈ કંઈ જવાબ આપે તે પહેલાં જ પેલા ગૃહસ્થ તરફ વળીને બોલ્યા : “ઍલ્ડ મેન દુલા કાગ !''
પેલા સગ્રુહસ્થ ઊભા થઈને પગે લાગ્યા. “મેં આપને ઓળખેલા નહિ.”
આ તો હોકાની સાથેની થેડી આડ વાત થઈ. પણ બાપુને હોકા પર ભારે પ્રીત. જીંથરી હોસ્પીટલમાં દાખલ થવા નીકળ્યા ત્યારે હોકો ભરીને મોટરની સીટમાં ગોઠવેલ. ધીમી ધીમી ઘૂટ લીધા કરે.
નકકી કરેલા રૂમ પાસે ઉતર્યા. હાજર ઑકટરોમાંથી કોઈ તુરત તો કશું બોલ્યું નહિ, પણ બીજે દિવસે એક ડોકટરે બાપુને કહ્યું : “તમાકુનો આ ધુમાડો ટી. બી.નું કારણ બનતું હોય છે. આપ એ પીવાનું છોડી દે તે સારું !”
બાપુ હસીને અને સાથે કંઈક ગંભીરપણે કહે : “સાહેબ, તમારી સલાહ હશે તે મૂકી દઈશ. ટેવ લાંબી છે છતાં છોડી દઈશ. પણ હું એક પ્રશ્ન પૂ છું?”
“પૂછો.” ડોકટરે કહ્યું. “આ દવાખાનામાં કેટલા દરદી હશે ?” “સાત ઉપરાંત.” “એમાં બૈરાઓ ખરાં ?” “હા, બસે જેટલાં છે.”
તે એ બૈરાંમાંના કોઈએ બીડી મોંમાં નાખેલી ખરી ?”
બાપુની વાતો છેડો હવે ડોકટરના ધ્યાન પર આવ્યું. એમણે કહ્યું: “ઠીક છે આપની વાત ખોટી નથી. પરંતુ ન પીવાય કે ઓછું પીવાય તે સારું.”
જમ્યા પછી બે ઘૂંટ હોકાની લેવી એવી છૂટ તે દિવસે બાપુએ લીધેલી.
પછી હોકે બંધ પણ કરેલે, અને એક નાનકડી ઉકિા આકારના હાકલી ભરતા. જેમાંથી માં ચાર ઘૂંટ જ લઈ શકાતી.
ઈન્સ્પેકશન | બાપુને એક જૂના સૌરાષ્ટ્ર રાજ્યના વખતથી લેકસાહિત્ય માટે ૧,૨૦૦ રૂપિયાની એક ટોકન ગ્રાંટ અપાતી. | મુંબઈ રાજ્ય રચાયા પછી આ કે આવી કોઈ , પણ ગ્રાંટ ચૂકવતાં પહેલાં તેનું ઈન્સ્પેકશન થવું જોઈએ, ઈન્સ્પેકશન ફોર્મ ભરવાં જોઈએ એવા નિયમને આગ્રહ. ભાવનગરમાં નીમાયેલા જિલ્લા શિક્ષણાધિકારી પણ જૂના મુંબઈના ગુજરાત વિસ્તારમાંથી આવેલા.
કેઈએ એમને વાત કરી કે નાનુરામને બોલાવે, એ આમાં ઉપયોગી થશે. હું તે વખતે જિલ્લા શાળામંડળમાં.
હું
છું કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ શું
છે