________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ - ગ્રંથ
આઠ-દસ દિવસ પછી આ ઝિંઝકા ગામે મોટી હોનારત સર્જાઈ સાંકડી જગ્યામાં વધુ લેકે એકત્ર થઈ જતાં કેટલાક ચગદાઈ મુઆ.
આ પ્રસંગ એ માટે ટાંકું છું કે, ઝિકા મજાદરથી નજીક હોવા છતાં, રોજ ગામના અને આસપાસનાં ગામોના લોકો મોટી સંખ્યામાં ત્યાં જતા હતા છતાં, બાપુ વાહનની છતી સગવડે પણ ઝિંઝકા ગયા ન હતા. કેઈપણ પ્રકારની અંધશ્રદ્ધા કે વહેમ તરફ એમનું મન ક્યારેય વળતું જોવા મળ્યું નથી.
બીજી બાજુ, એક વખત પૂજ્ય રવિશંકર દાદાને એમણે ભાવનગર બોલાવેલા. લક્ષ્મીનાથભાઈના ડેલા પાસે મોટર આવી કે બાપુ ઉતાવળે પગે ડેલાની બહાર આવીને દાદા જેવા મોટરમાંથી ઊતર્યા કે સામે બેસી એમનાં ચરણ ઝાલી લીધાં.
ઘણાને–ભલભલા ભૂપને અહીં મળવા આવતા જોયાને સાક્ષી છું. કેઈને લેવા કે મૂકવા બાપુ ડેલા સુધી ગયાનું જોયું નથી. મહારાજને લેવા અણવાણે પગે ડેલા સુધી ગયેલા.
સૌજન્ય ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી બદ્રી-કેદારની યાત્રાએ જવાના હતા. ઘણા સ્વજનસ્નેહીઓને સાથે લીધેલા. બાપુને પણ આગ્રહ કરેલ; પરંતુ બાપુ ગયેલા નહિ.
એક વખત વાત નીકળતાં મેં પૂછયું : “બાપુ ! મહારાજા સાહેબના આટલા આગ્રહ છતાં આપ કેમ ન ગયા ?”
તેઓ કહે: “મને જવાનું મન તો થયેલ. અમસ્તાં બદ્રી–કેદાર ક્યારે નીકળાય ? પણ મનમાં થયું: હું સાથે હેઉં'. ટ્રેઈનના ડબામાં હોઈએ કે પગે ચાલતા જતા હોઈએ, લેકે મને ભાળીને કહેશે કે પેલે દુલા કાગ રહ્યો ! મહારાજા સાહેબ તો ઉદાર અને
સાગરમના છે. પણ એમના મહત્ત્વ કરતાં મારું મહત્ત્વ વધતું દેખાય એવા પ્રસંગોથી મારે દૂર રહેવું જોઈએ આથી ઈચછા છતાં ન ગયે.”
બુદ્ધિચાતુર્ય મહારાજા સાહેબ એક કિંમતી ગધેડું લાવેલા. સૌને એની સવારી કરાવે. મારે કાને આ વાત આવી. બાપુએ વાતમાંથી વાત નીકળતાં કહ્યું : “એમાં મહારાજા સાહેબનો મુકામ ગોપનાથ બંગલે થયે, મને મળવા બોલાવ્યો. હું ગયો પણ મારા મનમાં પેલી ગધેડાસવારીની વાત ખરી !
બંગલે પહોંચ્યો. રામરામ શ્યામ શ્યામ કર્યા પછી ચાપાણી પી લટાર મારવા બહાર નીકળ્યા કે મહારાજા સાહેબે પેલું ગધેડું મંગાવ્યું. એનાં વખાણ કર્યા અને મને બેસી જવા કહ્યું.
મેં નમ્રતાથી ના કહી. તે કહે, “અરે બધા બેઠા છે, તમને શું વાંધો છે ?'
મને બહુ આગ્રહ કર્યો ત્યારે મેં કહ્યું : “હું એટલા માટે નથી બેસતો કે લોકોને ખબર પડે કે મહારાજા બાપુએ દુલા કાગને ગધેડા પર બેસાડવો, તો તે આપને માટે કેવું લાગે ?”
એ પછી દુલાભાઈએ ઉમેર્યું કે, “ત્યાર પછી મહારાજા સાહેબે કોઈને એ ગધેડા પર સવારી કરવાનું કહેલું નહિ. ગધેડું પણ કઈકને આપી દીધેલ.”
સ્વતંત્ર માનવ એક વખત વાળું પાણી કરીને મજાદરના એમના અતિથિગૃહના વિશાળ ફળિયામાં ખાટલે બેઠા બેઠા વાતો કરતા હતા. ચૂંટણીઓના દિવસો હતા. જીવરાજભાઈ કે બળવંતભાઈની વાત હવામાં હતી. બાપુ કહે, “શું લાગે છે ? કોણ આવશે ?”
મેં મારો અભિપ્રાય આપ્યો.
((((((((કuિઝી દુલા કાકા ઋદિલ-ડીથી) D
)