________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ
માત્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમની ભાષાઓનો અભ્યાસ હતો પરંતુ મારા પિતાશ્રીના મિત્રો કવિશ્રી કાગ, લિંબડીના કવિશ્રી શંકરદાનજી, માવદાનજી, કનરાજજી વગેરે વિદ્વાન ચારણ કવિઓની વાણી શ્રવણ કરી ત્યારે જ આ અગાધ જોકસાહિત્યસાગરનો પરિચય થયો એટલું જ નહિ પણ એ પ્રત્યે વિનમ્રતાથી ભક્તિ પણ જાગૃત થઈ અને વિદ્વાન શારદાપુત્રની પાંડિત્યપૂર્ણ પ્રતિભા અને જ્ઞાનને હંમેશાં વંદના જ કરી.
જન્મ અને મરણને ભય સામાન્ય માનવીને રહે છે. કવીશ્વરો તો શાશ્વત કાળ સુધી અમર જ છે. કવિ શ્રી કાગને સ્વર્ગવાસ થયો... હા, લૌકિક દૃષ્ટિએ એમને એ ક્ષર દેહ નથી... પણ અક્ષર દેહે તે અનેક હૃદયમાં તેઓ વિરાજે છે એટલું જ નહિ, સૌ કોઈ ભક્તિભાવપૂર્ણ રીતે તેમને તેમની સાહિત્યોપાસનાને અને આ ધરતીને સંસ્કારવામાં આપેલ યશસ્વી સંસ્કાર શિક્ષણને સૌ સ્મરશે જ... વંદન કરશે જ...
“काग के भाग को कहा कहिए __ बीन्हे शबद ब्रह्म उपासना कीन्ही'
નંદને નેસડે
(ગોઝારાં એનાં આંગણાં રે -એ રાગ) આજ વાગ્યા છે વધાયું કેરા પાવા રે
નંદ બાવાજીના નેશમાં – આજ વાહુલીઆ મધૂર લાગ્યા વાવા રે...નંદ બાવાજીના આજ ગાંઘવા લાગ્યા ગુણ ગાવા રે...નંદ બાવાજીના ટેક
જ હરખાતો જાતો, ફણી ફડકાતો (૨); ઊડ્યા અણદીઠા ઉતપાતો રે-દાનવકેરા દેશમાં છે. આજ-૧ ફૂલડે વેરી છે રૂડી, ગોકુળની શેરી (૨); કંપી ઉઠી કંસની કચેરી રે, વેરી છે બાળા વેશમાં છે. આજ-૨ અડસઠ તીર્થ, બેઠાં પાણી રે (૨) ગંગાજીનાં ધોળાં ઝબકયાં વારિ રે, જમનાના કાળા કેશમાંજી..
આજ-૩ કાગ ” જેગમાંથી જાગી, છોડીને સમાધી (૨); માદેવે આવીને ભિક્ષા માગી રે, વેરાગીકરા વેશમાંજી...આજ-૪ ( ભાવનગર તા. ૪-૧૨-૫૩ )
–દુલા કાગ
જ કવિ દુલા કાગ સમૃદિi-iણ