________________
હવે સાંજ પડવા આવી છે
• શ્રી જયંતીલાલ જોબનપુત્રા
સન ૧૯૫૩માં હું ભાવનગરમાં કલેકટર હતા ત્યારે કાગબાપુ મારે ઘેર અવારનવાર આવતા. મિત્રભાવે બગીચામાં એસી સત્સંગની વાતા થતી. એક વખત તેા મજાદર આવા, તેવા આગ્રહથી ફરતા ફરતા એક સાંજે ત્યાં જઈ પહોંચ્યા. તે વખતે દુકાળનાં રાહત કામે ચાલતાં હતાં. તેઓની બેઠક હતી ત્યાંથી તેમને ઘેર મને લઈ ગયા. અભ્રકની ગારવાળુ` સ્વચ્છ રહેઠાણ બતાવ્યું. વચ્ચે શેરીના મેાટા ખાડાઓની વાત કરી કે આ ખાડા કાઈ રાહતકાર્યમાં કરાવી શકાય? તેમ તેમની રીતે રમૂજ કરી. મારી સ થે જિલ્લા એન્જિ નિયર શ્રી શાંતિલાલભાઈ મહેતા હતા. તેમના સામુ મેં જોયું. તેઓએ કહ્યું કે લોકોને રાજી આપવી તે રાહતકાર્યના મુખ્ય ઉદ્દેશ છે તેથી આ કા તેમાં શમાવી શકાશે. ત્યારે દુલાભાઈ એ કહ્યું કે ચામાસામાં આવે ત્યારે એક ધરથી બીજા ઘરે ભેંસ ઉપર એસીને જવું પડે તેવા ખાડા છે.
એક દિવસમાં એક જ ઘરનું અન્નજળ લેવા મારા નિયમ, પરંતુ દુલાભાઈ કહે કે ભલે નિયમના ભંગ માટે આપને એક ઉપવાસ કરવા પડે પણ આજે તે મારા આંબાની કેરીએ અને મારી ભેંસનાં દૂધ લેવાં જ પડશે. હું સંમત થયા તેનાથી તેમણે ખૂબ સંતોષ અનુભવ્યા. તે પ્રસંગની સુખદ સ્મૃતિ રહી ગઈ.
જમીનમર્યાદાના ધારા અંગે કોઈ નાના જમીનદારની ખાસ વાત કરવાની હાય તો તે તરફ મારું ધ્યાન નિઃસ્વાર્થ રીતે દારતા રહેતા. ન્યાય અવશ્ય પાળવા પણ માનવ ષ્ટિને અમર ઝરા વહેતા રાખવા
દુલા કાગ-૧૦
તેમ મને મિત્રભાવે ટકોર કરતા. સન ૧૯૫૪ માં હું જુનાગઢમાં કલેકટર હતા ત્યારે દુલાભાઈ તથા મેરૂભાભાઈએ મારી પાસે આવીને કહ્યું કે આજ કાંઈક માગવા આવ્યા છીએ, અને અમને નિરાશ નહિ કરો તેવા તમારામાં વિશ્વાસ છે તેમ કહી લેરીયા-મેાણિયાની ચારભાઈ એની જમીન લેવા જાય છે. ખેડૂતા કબજા છેોડતા નથી. રા'માંડલિકના વખતના નાગુઆઈના વંશની વિધવાઓને કકળાટ સાંભળી તેના વતી કાંઈક રસ્તો કાઢી આપવા કહેવા આવ્યા છીએ. તેઓનુ કાઈ નથી. વકીલ રાખી શકે તેમ નથી. એટલે આઈ એને આશીર્વાદ મળે તેવું કાંઈક કરી. કાયદાની મર્યાદામાં રહી રસ્તા કાઢી આપવાનું વચન લઈ તે તે ગયા. પરિણામથી અને દેવી પુત્રા બહુ ખુશી થયા.
હું રાજકોટમાં ન હતા ત્યારે રાજકોટમાં રાષ્ટ્રપ્રમુખશ્રીનું પધારવુ થતાં શ્રી દુલાભાઈ તથા શ્રી મેરૂભાઈ તથા લીંબડીના કવિઓને ચારણી સાહિત્યનેા રસાસ્વાદ કરાવવા સૌરાષ્ટ્ર રાજ્ય તરફથી આમ ત્રણ અપાયું હતું, પરંતુ બહુ મહેમાને હાવાના કારણે, તેમના ઉતારા માટેની વ્યવસ્થા થઈ નહેાતી, તેથી તેઓ છ જણા એ ઘેાડાગાડી લઈ મારે ઘેર રાજકોટ પ્રહલાદ પ્લાટ શેરી નં. ૩૮ રામનિવાસમાં આવ્યા અને મારા નાના ભાઈ ડૉ. સુલોચનભાઈને કહ્યું કે આજે તે। અમે તમારા ત્રણ દિવસના મહેમાન થવા આવ્યા છીએ. મારા નાના ભાઈ તથા માતુશ્રીએ પ્રસન્નતાપૂર્વક આવકાર આપી ત્રણ એરડા ખાલી કરી આપ્યા અને તેઓની ઇચ્છા પ્રમાણે બાજરાના રોટલા, અડદની દાળ, ગાળ, ગાયની છાશ, ખીચડી
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ